શનિદોષથી બચવું હોય તો શનિવારના દિવસે ભૂલથી પણ ના ખરીદો આ 4 વસ્તુઓ

શનિ દોષથી બચવું હોય તો ભૂલથી પણ શનિવારના દિવસે ન ખરીદો આ ચાર વસ્તુઓ.

શનિ દોષ દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારના ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય ઘણા જ અકસીર સાબિત થઈ શકે છે. શનિ મહારાજ ન્યાયના દેવતા છે. એ વ્યક્તિઓને એમના કર્મો અનુસાર ફળ આપે છે. જે વ્યક્તિ સારું કામ કરે છે એમને સારું અને જે વ્યક્તિ ખોટા કર્મો કરે છે એમને ખરાબ પરિણામ મળે છે. શનિની ચાલ સૌથી ધીમી છે. એવામાં જે વ્યક્તિ પર શનિની વાંકી નજર પડી જાય છે તો લાંબા સમય સુધી એમને તકલીફોનો સામનો કરવો પડે છે. શનિવારના આ ઉપાયથી એ જાતકો શનિદોષથી મુક્તિ મેળવી શકે છે.

શનિવારના દિવસે લોખંડ ન ખરીદો.

image source

શનિવારના દિવસે લોખંડનો સામાન ન ખરીદવો જોઈએ. શનિવારના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ખરીદવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે. આ દિવસે લોખંડની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. શનિવાર સિવાય તમે કોઈ પણ દિવસે લોખંડનો સામાન ખરીદી શકે છે

શનિવારના દિવસે ન ખરીદો મીઠું.

image source

શનિવારના દિવસે મીઠું પણ ન ખરીદવું જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી દેવું વધે છે. જો તમે દેવાથી બચવા માંગતા હોય અને પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગતા હોય તો આ દિવસે મીઠું ક્યારેય ન ખરીદો.

શનિવારના દિવસે ન ખરીદો કાળા તલ.

image source

શનિવારના દિવસે કાળા તલ પણ ન ખરીદવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા તલ ખરીદવાથી કાર્યમાં બાધા આવે છે. શનિદોષને દૂર કરવા માટે શનિવારે કાળા તલનું દાન અને પીપળાના ઝાડને કાળા તલ ચડાવવાનું મહત્વ છે.

શનિવારના દિવસે ન ખરીદો કાળા બુટ.

image source

શનિવારના દિવસે કાળા રંગના બુટ પણ ન ખરીદવા જોઈએ. એવું માનવામાં આવે છે શનિવારના દિવસે ખરીદેલા કાળા બુટ પહેરનારને કાર્યમાં અસફળતા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે અસફળતાથી બચવા માંગતા હોય અને સફળતા મેળવવા માંગતા હોય તો આ દિવસે ભૂલથી પણ કાળા રંગના બુટ ન ખરીદો.

શનિવારના દિવસે કરો આ કામ.

image source

જો તમારી સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો નવી સાવરણી શનિવારના દિવસે જ ઘરમાં લાવો. શનિવારના ડિવે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સરસવના તેલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. એ સિવાય શનિવારના દિવસે કાળા રંગના કપડાં પહેરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે. જો તમે પણ શનિના પ્રકોપથી બચવા માંગતા હોય તો અમે જણાવેલી આ વાતોનું અચૂક ધ્યાન રાખજો

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ