જાણો બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઇએ, સાથે જાણો ઘરે રહીને સુગરને કંટ્રોલમાં કરવા શું કરશો અને શું નહિં

ડાયાબિટીઝ આજના સમયમાં સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીઝ એ એવી સ્થિતિ છે જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન પેદા કરતું નથી અથવા ઘણા સંજોગોમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં અસમર્થ છે. લોહીમાં સુગરનું અનિયમિત સ્તર ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ડાયાબિટીઝની સમસ્યાને કારણે આંખોની સમસ્યા, હ્રદયરોગ, કિડનીની સમસ્યાઓ જેવી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. આવી સ્થિતિમાં લોકોએ વારંવાર ડોકટરોની મુલાકાત લેવી પડે છે. આવી સ્થિતિથી બચવા માટે, લોકો એવા ઘણા ઉપાયો શોધી રહ્યા છે, જેથી તેઓ ઘરે રહીને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે. આપણે આપણા બ્લડ સુગર લેવલની કાળજી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘરે બ્લડ સુગર લેવલ ટેસ્ટ કરાવવાનો એક ફાયદો એ છે કે તમને ખબર પડે કે તમારા સુગર લેવલને કેવી રીતે કંટ્રોલ કરવું જોઈએ. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે ઘરે બેસીને ડાયાબિટીઝની તપાસ કેવી રીતે કરી શકો છો-

ઘરે બ્લડ સુગર લેવલ પરીક્ષણનો ઉપયોગ કોણ કરી શકે છે-

image source

તમારા ડોક્ટર તમને આ સમસ્યામાં મદદ કરી શકે છે અને તમને જણાવશે કે તમે ઘરે બ્લડ સુગર લેવલ ટેસ્ટ કરી શકો કે નહીં. જો તમે ઘરે બ્લડ સુગર લેવલ ટેસ્ટ શકો છો, તો પછી તમે કેટલી વાર અને દિવસના કયા સમયે બ્લડ સુગર લેવલ ટેસ્ટ કરી શકો છો. ઉપરાંત, ડોક્ટર તમને તે પણ કહેશે કે ટાઇપ 1 ડાયાબિટીઝ, ટાઇપ 2 ડાયાબિટીઝ અને પ્રિ-ડાયાબિટીસમાં તમારા બ્લડ સુગરનું સ્તર કેટલું હોવું જોઈએ. જેથી તમને ઘરે રહીને ડાયાબિટીઝની તપાસ કરવામાં ઘણી સરળતા રહેશે.

તમે તમારા બ્લડ ગ્લુકોઝ લેવલ દ્વારા પણ શોધી શકો છો કે તમે તમારી ડાયાબિટીસની સંભાળમાં કઈ ભૂલો કરી રહ્યા છો. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, સામાન્ય રીતે બ્લડ સુગરનું પ્રમાણ 70 થી 140 મિલિગ્રામ પ્રતિ ડીએલ હોવું જોઈએ. એટલે કે, લોહીમાં શર્કરાનું પ્રમાણ 70 મિલિગ્રામ / ડીએલ અને હાઈ બ્લડ સુગર 140 મિલિગ્રામ / ડીએલ હોવું જોઈએ.

ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરીને તમે ડાયાબિટીઝથી પણ બચી શકો છો.

ડાયાબિટીઝના કારણે થતી સમસ્યાઓ-

ડાયાબિટીસ કોમા

આંખની સમસ્યા

image source

કિડનીને નુકસાન થવાનું જોખમ

નસોમાં નુકસાનનું જોખમ

કેવી રીતે પરીક્ષણ કરવું-

image source

લોહીમાં સુગર ટેસ્ટ ઘણી રીતે કરવામાં આવે છે, પરંતુ તે બધાનું લક્ષ્ય એક જ છે અને તે તમારા બ્લડ સુગરનું સ્તર કેટલું હોવું જોઈએ તે કહેવાનું છે.

ડિવાઇસ દ્વારા-

ટેસ્ટ સ્ટ્રીપ્સ

ગ્લુકોઝ મીટર

ઘરે બ્લડ સુગર લેવલ ટેસ્ટ કરવા માટેની ટીપ્સ-

image source

ટેસ્ટ કરતા પેહલા તમારા હાથ જરૂરથી સાફ કરો

લેન્સેટને જાતે જ લેન્સેટ ડિવાઇસમાં રાખો, જેથી ટેસ્ટ માટે તૈયાર રહે.

મીટરમાં નવી જ ટેસ્ટ સ્ટ્રીપ નાખો.

કાળજીપૂર્વક લેન્સેટ ડિવાઇસથી આંગળીમાં લેન્સેટ ખુંચાડો.

કાળજીપૂર્વક ટેસ્ટ સ્ટ્રીપમાં લોહીનું એક ટીપું નાખો અને પરિણામની રાહ જુઓ.

સામાન્ય રીતે થોડા સમયમાં જ પરિણામ સામે આવે છે, પરંતુ થોડા સમય પછી તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે સ્ટ્રીપ પરનો કોડ મીટર પરના કોડ સાથે મેચ થાય છે કે નહીં, સ્ટ્રીપ પર તારીખ પણ તપાસો. ઘણા સમય જૂની અથવા એક્સપાઇરી સ્ટ્રીપનો ઉપયોગ કરશો નહીં.

ઘર રહીને ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ વચ્ચેનો તફાવત

image source

તમારી જાતે બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. ડાયાબીટિઝની તપાસ કરવા માટે તમારે થોડી કાળજી લેવી પડશે. સૌ પ્રથમ એ નિરીક્ષણ કરવું પડશે કે ડાયાબિટીઝનું સ્ટાર દરરોજ કેવા પ્રકારનું હોય છે. એવું માનવું કે વર્ષમાં એકવાર ડોક્ટર પાસે ચેકઅપ કરવાથી તમને તમારી ડાયાબિટીઝની સ્થિતિ વિશે બધો જ ખ્યાલ છે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે ખોટું છે.

બ્લડ સુગર લેવલ ઘણી વખત બદલાય છે

image source

સામાન્ય અને ડાયાબિટીસના દર્દીમાં, દિવસ દરમિયાન ઘણી વખત ગ્લુકોઝનું સ્તર બદલાય છે. જો કે, તેનો અર્થ એ પણ નથી કે તમે ફક્ત તમારા બ્લડ સુગર સ્તર પર નજર રાખો અને ડોક્ટરની સલાહ ન લો. ડાયાબિટીઝની સ્થિતિ શોધવા માટે, સમય સમય પર ડોક્ટરની સલાહ લો અને ચેકઅપ કરવાનું ભૂલશો નહીં.

જો તમે તમારા બ્લડ સુગર લેવલનું સ્વ-નિરીક્ષણ કરવા માંગો છો, તો તમારા ડોક્ટર તમને A1સી ટેસ્ટ કરાવવા માટે સલાહ આપી શકે છે. આ ટેસ્ટ પરથી તમને ખ્યાલ આવશે કે છેલ્લા બે-ત્રણ મહિનામાં તમારા બ્લડ સુગરનું સ્તર સરેરાશ કેટલું છે. નિયમિત લેબ પરીક્ષણો તમને ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરી શકે છે. તે તમને અને તમારી હેલ્થકેર ટીમને ઘરે ક્યારે અને કેવી રીતે ગ્લુકોઝનું સ્તર તપાસવું તે nkki કરવામાં કરવામાં મદદ કરે છે.

તમારી સંખ્યા ઓળખો

image source

તમારા બ્લડ સુગર લેવલનું સ્વ-નિરીક્ષણ કરતી વખતે, તમારી સંખ્યા ધ્યાનમાં રાખો. સીડીસી મુજબ, જો તમારું બ્લડ સુગર લેવલ 60 એમજી / ડીએલથી નીચે આવે છે અથવા 300 એમજી / ડીએલથી ઉપર જાય છે, તો તરત જ તમારા ડોક્ટર સાથે વાત કરો અને તેમની સલાહ લો. કારણ કે, બ્લડ પ્રેશરનું આ સ્તર તમને નુકસાન પહોંચાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત