શિયાળું સ્પેશિયલ પંજાબી સબ્જીની લહસુની પાલક કોર્ન સબ્જી બનાવવાની એકદમ પરફેક્ટ રીત

આજે આપણે બનાવીશું પંજાબી લહસુની પાલક કોર્ન સબ્જી. જે આપણે ઓછા મસાલામાંથી બનાવીશું. જે તમે મકાઈના રોટલા સાથે, બાજરીના રોટલા સાથે અથવા પરોઠા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે બાળકો પાલક નથી ખાતા હોતાં તે લોકો આ લહસુનની કોર્ન પાલક સબ્જી બનાવી ને ખવડાવશો તો જરૂર થી ખાસે. પંજાબી લોકો શિયાળામાં બહુ ઠંડી પડતી હોય ત્યારે ભરપૂર લસણ નાખીને આ સબ્જી બનાવતા હોય છે. અને માખણનો પણ ભરપૂર ઉપયોગ કરતા હોય છે. તો તમે ચોક્કસથી આ રેસિપી અને ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ લહસુની પાલક કોર્ન સબ્જી.

સામગ્રી

  • પાલક
  • કોર્ન
  • ઘી
  • જીરું
  • લસણ
  • ડુંગળી
  • લીલા મરચાની પેસ્ટ
  • બેસન
  • હળદર
  • ટામેટાની પેસ્ટ
  • સૂકા લાલ મરચાં

રીત-

1- સૌથી પહેલા પણ ૩૦૦ ગ્રામ પાલક લઈશું. અને અડધો કપ સ્વીટ કોર્ન લઈશું. પાલકને આપણે સરસ પાણીથી ધોઈ લઈશું. અને ત્યારબાદ તેને ગરમ પાણીમાં નાખી શું.

2- આપણે અહીંયા પાલકને દાંડી સાથે જ નાખી દીધા છે જેથી તેમાં ફાઇબર જે આપણા હેલ્થ માટે ખૂબ જરૂરી છે. આપણે તેને એકથી દોઢ મિનિટ માટે જ પાણીમાં રહેવા દઇશું. ત્યાં સુધી આપણા પાન સોફ્ટ થઈ જાય. જો વધારે રાખશો તો તમારા પાન નો કલર બદલાઈ જશે.

3- તમે વિડિયો મેં જોઈ શકો છો કે એક મિનિટ થઈ ગઈ છે અને તમારા પાન સોફ્ટ થઈ ગયા છે. અને તરત જ આપણે બરફ વાળુ પાણી ઠંડુ રાખ્યું છે એમાં નાખીશું. જેથી આપણા કલર ગ્રીન રહે છે. ઠંડા પાણીમાં નાખવાથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય છે.

4- આમ કરવાથી આપણા પાન એકદમ ગ્રીન જ રહેશે. હવે આપણે હાથ થી બધા પાન માંથી પાણી નીચોવી કાઢીશું. અને હવે અડધા પાન ની પેસ્ટ બનાવીશું. અને બીજા અડધા પાનને ચપ્પાથી કટ કરી લઈશું ઝીણા ઝીણા.

5- હવે આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. આપણે પાલકનો વઘાર ઘી થી કરીશું.હવે એક ચમચી ઘી લઈશું. એટલે તેમાં એક નાની ચમચી જીરું નાખી શું. અને જીરું ને સરસ સાંતળી લઈશું.

6- હવે એક મોટી ચમચી ઝીણું સમારેલું લસણ એડ કરીશું. લસણને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી સાંતળી લઈશું. હવે તેમાં એક મોટી સમારેલી ડુંગળી નાખી શું. હવે તેને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લઈશું.

7- હવે તેમાં એક નાની ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખી શું. તેને પણ અડધી મિનીટ માટે સાંતળી લઈશું. હવે તેમાં મસાલા કરી લઈશું. પા ચમચી હળદર નાખી શું. હળદર આપણે ઓછી જ નાંખીશું કારણકે શાકનો કલર ગ્રીન જ રાખવાનો છે.

8- હવે તેમાં 1 મોટી ચમચી બેસન નાખીશું. જેથી શાકમાંથી પાણી છૂટું પડે તે નહીં પડે. તેને એક મિનિટ માટે સાતળી લઈશું. હવે ટામેટાની પેસ્ટ નાખી શું. અને તેને સતત હલાવતા રહીશું. ટામેટાની પ્યુરી સરસ મિક્સ થઈ જાય. એટલે તેમાં થોડું મીઠું નાખી શું.

9- હવે ટામેટા સરસ સતળાય ગયા છે. હવે તેમાં સમારેલી પાલક નાખીશું. હવે તેને દોઢ મિનિટ સુધી હલાવતા રહીશું. હવે તેમાં પાલક ની બનાવેલી પેસ્ટ નાંખી શું. અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું. હવે તેમાં પા કપ જેટલું પાણી એડ કરીશું.

10- હવે તેને ઢાંકીને બે મિનિટ માટે કુક કરી લઈશું. જેથી બધો મસાલો ચડી જાય છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું શાક બધું સરસ કુક થઈ ગયું છે. અને કલર પણ સરસ ગ્રીન આવ્યો છે. હવે તેમાં અડધો કપ સ્વીટ કોર્ન નાખીશું.

11- હવે તેમાં આપણે પા ચમચી ગરમ મસાલો નાખી શું. અને તેને સરસ મિક્સ કરી લઈશું. ફરી તેને ઢાંકીને એક મિનિટ માટે કુક કરી લઈશું. હવે એક મિનિટ થઈ ગઈ છે. આપણું શાક તૈયાર થઈ ગયું છે.

12- હવે આપણે ફરી એકવાર લસણનો વઘાર કરીશું. એ વઘાર કરવાથી શાક એકદમ ટેસ્ટી બની જાય છે. હવે એક પેન મુકીશું. 1 મોટી ચમચી ઘી લઈશું. ઘી ગરમ થઇ ગયું છે તો તેમાં દોઢ ચમચી સમારેલું લસણ નાખીશું.

13- હવે લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈશું. હવે તેમાં બે લાલ સુકા મરચા નાખીશું. અને તેમાં પા ચમચી હિંગ નાખીશું. હવે ગેસ બંધ કરીને એક પ્લેટમાં શાક કાઢી લઈશું. અને શાકને ગરમાગરમ સર્વ કરીશું.

14- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે શાક એકદમ લચકા પડતું થયું છે.સેજ પણ પાણી છૂટું નથી પડતું. કારણ કે તેમાં બેસન નાખ્યું છે. હવે આપણે ઉપરથી વઘાર નાખીશું. ચમચીથી વઘાર સ્પ્રેડ કરી લઈશું. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે.તો તમે આ રીત થી ચોક્ક્સ થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.