કોરોનામાં પણ અક્ષય કુમારે કરી તોતિંગ કમાણી

કોરોના ચાલતો હોય કે એનાથી કોઈ બીજી મોટી મહામારી, પૈસા કમાનાર શખ્સો પૈસા કમાઈ જ લેતા હોય છે. કારણ કે એમના કામને અને ધંધાને જો વધારે અસર ન થાય તો એમની આવક નિરંતર શરૂ જ રહે છે. ત્યારે આ વર્ષે કોરોનાની વચ્ચે અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2020ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી વિશ્વની 100 સેલિબ્રિટીઓની યાદી બહાર પાડી છે. તેમાં ભારતનો અભિનેતા અક્ષય કુમાર 52મા સ્થાને એકમાત્ર ભારતીય સેલેબ બન્યો છે. જો કે હા એક વાત એ છે કે કોરોનાને કારણે આ વર્ષે એની કમાણીમાં 88 કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું છે. તેમ છતાં તેણે આ વર્ષે 356 કરોડ રૂપિયાની તગડી કમાણી કરી લીધી છે.

image soucre

વાત અહીં પુરી નથી થઈ જતી. આ વર્ષે તે જેકી ચેન અને જેનિફર લોપેઝ જેવી સેલિબ્રિટીઓ કરતાં પણ વધુ પૈસા કમાયો છે. 2019ના વર્ષમાં એની કમાણી 444 કરોડ રૂપિયા હતી, જેમાં 88 કરોડ ઘટાડો થઈને આ વર્ષે એ 356 કરોડ રૂપિયા કમાયો છે. ગયા વર્ષે અક્ષય આ લિસ્ટમાં 51મા ક્રમે હતો. જ્યારે 2018માં 270 કરોડ રૂપિયાની કમાણી સાથે 76મા ક્રમે હતો. ફોર્બ્સના કહેવા પ્રમાણે અક્ષય સૌથી વધુ ફિલ્મોમાંથી જ કમાયો છે.

IMAGE SOUCRE

જો સૌથી વધારે કમાણી કરનાર વિશે વાત કરવામાં આવે તો આ લિસ્ટ પ્રમાણે અમેરિકાની મીડિયા પર્સનાલિટી, મૉડલ અને બિઝનેસ વુમન કાઇલી જેનર વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી છે. એણે આ વર્ષે લગભગ 4340 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ લિસ્ટમાં અમેરિકન રેપર કાન્યે વેસ્ટ 1250 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે. અમેરિકન એક્ટર ટાઇલર પેરી 713 કરોડ રૂપિયા સાથે છઠ્ઠા અને ડ્વેન જ્હોનસન 643 કરોડ રૂપિયા સાથે 10મા ક્રમે છે.

image source

પહેલા નંબરે કાઇલી જેનર છે કે જે એક અમેરિકન મૉડલ અને બિઝનેસ વુમન છે. તેની કમાણી 4340 કરોડ છે. એ જ રીતે બીજા નંબરે કાન્યે વેસ્ટ કે જે અમેરિકન રેપર છે અને તેની કમાણી 1250 કરોડ છે.પછી રોજર ફેડરર કે જે સ્વિસ પ્રોફેશનલ ટેનિસ પ્લેયર અને તેની કમાણી 780 કરોડ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કે જે પોર્ટુગીઝ ફૂટબોલર છે તે ચોથા નંબરે છે અને તેની કમાણી 772 કરોડ છે.

image soucre

પાંચમા નંબરે લિયોનેલ મેસ્સી કે જે પણ આર્જેન્ટિનિયન ફૂટબોલર છે અને તેની કમાણી 765 કરોડ છે. પછી ટાયલર પેરી કે જે અમેરિકન એક્ટર અને તેની કમાણી 713 કરોડ રૂપિયા છે. સાતમા નંબરની વાત કરીએ તો નેમારનું નામ છે કે જે બ્રાઝિલિયન ફૂટબોલર અને કમાણી 703 કરોડની છે. પછી આઠમાં નંબરે હાવર્ડ સ્ટર્ન કે જે અમેરિકન કોમેડિયન છે અને તેની કમાણી 662 કરોડ છે. નવમા નંબરે લેબરોન જેમ્સ કે જે અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર છે અને 649 કરોડ રૂપિયા તેની કમાણી છે. અને જો દસમા નંબરની વાત કરીએ તો ડ્વેન જ્હોનસન કે જે પ્રોફેશનથી અમેરિકન એક્ટર છે અને જેની કમાણી 643 કરોડ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ