એક ટકાનું પણ જોખમ લીધા વગર વધારે પૈસા મેળવવા માટે અહીં રોકાણ કરો, જાણી લો ફાયદાની વાત

જો તમે જોખમ લેવા જ ના માંગતા હોય તો પછી ભારત સરકારની ઘણી બચત યોજનાઓ તમારા માટે જ છે, જેમાં તમે રોકાણ કરી શકો છો. સરકાર સમયાંતરે આ બચત યોજનાઓના વ્યાજ દરમાં ફેરફાર કરતી રહે છે. આ બચત યોજનાઓમાં વાર્ષિક 4 ટકાથી 7.6 ટકા જેટલું વ્યાજ મળે છે. આ યોજનાઓમાં રોકાણ પર ગેરેંટી વળતર હાંસલ કરી શકો છો.

image source

પોસ્ટ ઓફિસમાં રોકાણ એ સૌથી જૂનો અને સલામત વિકલ્પ છે. અહીં તમે ફક્ત 500 રૂપિયામાં બચત ખાતું ખોલી શકો છો, આ એકાઉન્ટ એકદમ બેંકના સેવિંટ એકાઉન્ટ જેવું જ છે. પરંતુ આ યોજનાના રોકાણ પર વાર્ષિક 4% વ્યાજ ચૂકવવામાં આવે છે. આ સિવાય પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ પણ ખોલી શકો છો. જેમાં તમે 1, 2, 3 અને 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. એકથી ત્રણ વર્ષ સુધી તમને રોકાણ પર 5.5 ટકા અને પાંચ વર્ષ માટે 6.7 ટકા મળશે.

image source

પોસ્ટ ઓફિસમાં રેકરિંગ ડિપોઝિટ પર પણ તમને વધુ વ્યાજ મળી શકે છે. પોસ્ટ ઓફિસ યોજનામાં 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ પતિ-પત્ની સંયુક્ત રીતે આ યોજનામાં 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. તે 5 વર્ષનું લોક-ઇન છે, અને વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે.

image source

પોસ્ટ ઓફિસના પાંચ વર્ષના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) પર હાલમાં 6.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. તેમાં કરવામાં આવેલા રોકાણો પર આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સનમાં છૂટ પણ મળે છે. તેમાં કરવામાં આવેલા રોકાણ પર 5 વર્ષનો લોક-ઇન સમયગાળો છે. જો કે, ઇમરજન્સીમાં એનએસસીને ગીરવે મૂકીને બેંકમાંથી લોન લઈ શકાય છે.

image source

PPF એ ભારતની સૌથી લોકપ્રિય સેવિંગ સ્કીમ છે, તેમાં થયેલું રોકાણ 15 વર્ષમાં પરિપક્વ થાય છે. પીપીએફ રોકાણમાં 5 વર્ષનો લોકઈન અવધિ પણ હોય છે. તમે પીપીએફ ખાતામાં ઓછામાં ઓછા 500 અને મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. હાલમાં તેમાં 7.1 ટકા વળતર મળી રહ્યું છે. પીપીએફ એકાઉન્ટ બેંક અથવા પોસ્ટ ઓફિસ ગમે ત્યાં ખોલી શકાય છે.

image source

ભારતીય ગ્રામીણ પરિદૃશ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. કિસાન વિકાસ પત્રમાં ન્યૂનતમ 1000 રૂપિયા સાથે ખાતું ખોલી શકાય છે. હાલમાં, તેમાં વાર્ષિક વળતર 6.9 ટકા મળી રહ્યું છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરેલી રકમ 124 મહિનામાં બમણી થાય છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરીને ખાતું ખોલી શકો છો. ફોર્મ પણ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે.

image source

જો તમારી પુત્રીની ઉંમર 10 વર્ષથી ઓછી છે, તો તમે પુત્રીના નામે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. હાલમાં આ યોજના પર 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં, વ્યક્તિ તેની બે પુત્રી માટે ખાતું ખોલી શકે છે. 21 વર્ષની ઉંમરે પુત્રીઓ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. આ યોજનામાં, રકમ 9 વર્ષ અને 4 મહિનામાં બમણી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ