પાકિસ્તાનમાં આવેલા મંદીરના ખોદકામ દરમિયાન મળી હનુમાનજી-ગણપતિજીની પૌરાણિક મૂર્તિઓ !

પુર્વ એશિયાના લગભગ મોટા ભાગના દેશોમાં હિન્દુ ધર્મના પૌરાણિક મંદીરોના અવશેષો સમયાંતરે મળતા રહે છે જે વારંવાર સાબિત કરે છે કે હિન્દુ ધર્મનો વ્યાપ કેટલો વિસ્તૃત રહ્યો છે. એક હિન્દુ તરીકે ગર્વની વાત એ છે કે ક્યાંય પણ હિન્દુ ધર્મ ફેલાવવા માટે કોઈ પણ જાતની બળજબરીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

આપણા પાડોશી દેશ કે જેની સાથે હાલ આપણા સારા સંબંધ નથી એવા પાકિસ્તાનમાં પણ અગણિત હિન્દુ મંદીરો આવેલા છે અને કેટલાક તો એવા પૌરાણિક હિન્દુ મંદીરો આવેલા છે જેના સાથે હિન્દુ પવિત્ર ગ્રંથો રામાયણ અને મહાભારત પણ સંકળાયેલા છે.

પાકિસ્તાનના કરાચીમાં આવેલા પંચમુખી હનુમાનજીના મંદીરમાં હાલ ખોદકામ ચાલી રહ્યું છે. આ ખોદકામ દરમિયાન ગત સોમવારે હનુમાનજી તેમજ ગણેશજીની મૂર્તિઓ મળી આવી છે. આ ઉપરાંત પણ કેટલીક અલગ-અલગ મૂર્તિઓ મળી આવી છે. ખોદકામ દરમિયાન કુલ 10 જેટલી મૂર્તિઓ મળી આવી છે.

આ મંદિર કે જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે તેનો સંબંધ રામાયણ સાથે છે. એવું કહેવાય છે કે વનવાસ દરમિયાન ભગાવન રામ અહીં આવ્યા હતા. આ એક પૌરાણિક મંદીર છે જે સેંકડો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. એક સમયે તો આ મંદિર સાવજ ખંડિત હાલતમાં હતું પણ 1882માં તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

આ મંદિરના ખોદકામ દરમિયાન મૂર્તિઓની સાથે સાથે એક હવન કુંડ તેમજ એક નાની ટનલ પણ મળી આવી છે. અને આ ટનલમાં એક કળશ પણ મુકેલો મળી આવ્યો હતો. મંદિરના વ્યવસ્થાપકો જણાવે છે કે મળી આવેલી મૂર્તિઓ 1500 વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે. જો કે તેની ખરી તપાસ તો પુરાતત્ત્વવિદો દ્વારા કરવામાં આવશે.

મળી આવેલી આ મુર્તિઓ પિળા પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. પાકિસ્તાનમાં આમ તો સેંકડો હીન્દુ મંદીરો આવેલા છે પણ આ પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ખોધકામ દરમિયાન તેમાં હિન્દુ દેવતાઓની મુર્તિઓ મળી હોય. પંચમુખી હનુમાન મંદિરના વ્યવસ્થાપકોએ પાકિસ્તાન સરકારને અરજ જ કરી છે કે મંદીરને એક રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે.

આ મંદિર પાકિસ્તાનના કરાચી શહેરના સોલ્જર માર્કેટમાં આવેલું છે. આ મંદિર વિષે એવું કહેવાય છે કે જો અહીં મંદીરની 11 કે પછી 21 પરિક્રમાઓ કરવામા આવે તો લોકોની મનમાંગી ઇચ્છા પૂર્ણ થાય છે. આ મંદીરમાં દર મંગળવાર તેમજ શનિવારે ભક્તોની ભીડ રહે છે.

પાકિસ્તાનમાં અગણિત ઐતિહાસિક તેમજ પૌરાણિક હિન્દુ મંદીરો આવેલા છે. એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં 428 હિન્દુ મંદીરો આવેલા હતા જેમાંથી માત્ર 20 જ હાલ સારી હાલતમાં છે. બાકીના મંદીરોને કોઈને કોઈ કારણસર અન્ય ઉપયોગમાં ફેરવી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાનમાંના કેટલાક મંદીરોમાંની મૂર્તિઓ પણ ગાયબ થઈ ગઈ છે તેમજ મંદીરોના પ્રાંગણમાં આવેલા કેટલાક પવિત્ર કુંડોની પણ બિસ્માર હાલત છે.

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં હિંગળાજ માતાનું મંદીર આવેલું છે જે હજુ ચાલુ હાલતમાં છે. પણ ખૈબર પાખતુનખ્વા કે જે અબોટાબાદ ખાતે આવેલું છે ત્યાં આવેલા આર્યા મંદીર, શિવ મંદીર અને દશેહરા હાઉસ તેમજ કૃષ્ણ ભગવાનનું મંદીર આ બધા જ મંદિરો ખંડેર થઈ ગયા છે. જ્યારે એક કાલી મંદીરનો ઉપયોગ તો ગેરકાનૂની રીતે હોટેલ તરીકે કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ