સુરતના આ ગણેશ મંડળે 2020 બોલપેનેમાંથી બનાવડાવ્યા અનોખા ઇકો ફ્રેન્ડલી ગણપતિ !

દર વર્ષે ગણપતિ ઉત્સવ શરૂ થાય એટલે લોકો અનોખા-અનોખા પ્રસાદ ચડાવી કે પછી પંડાળની અનોખી ઝાંખી તૈયાર કરી કે પછી ગણપતિની અનોખી મૂર્તિઓ તૈયાર કરીને નિતનવા રેકોર્ડ બનાવતા હોય છે. ક્યાંક કાગળના ગણપતિ બનાવવામા આવે છે તો વળી ક્યાંક શ્રીફળના છોતરામાંથી ગણપતિ બનાવવામાં આવે છે તો વળી ક્યાંક ચોકલેટના ગણપતિ બનાવવામાં આવે છે.

બે-ત્રણ દાયકાઓ પહેલાં ગણેશોત્સવ માત્ર મુંબઈ પુરતો જ સિમિત હતો પણ ધીમે ધીમે આ મહોત્સવમે સમગ્ર ભારત પર કબજો જમાવી લીધો છે. દેશના મોટા મોટા શહેરોમાં ધામધૂમથી આ ઉત્સવની ઉજવણી થાય છે. મુંબઈમાં તો ડોઢ લાખથી પણ વધારે સાર્વજનીક પંડાળો ગણપતિની સ્થાપના કરે છે અને ઘરે-ઘરે જે નાના મોટા ગણપતિઓ બેસાડવામા આવે છે તે તો અલગ. અને મુંબઈની જેમ ગુજરાતના સુરત શહેરમાં પણ ઘરેઘરે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે.


સુરતમાં હજારો સ્થળે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. હમણા તાજેતરમાં જ ગણપતિજીના આકારની હીરાની મૂર્તિ ખુબ ચર્ચામા રહી તો હવે સુરતની પેનમાંથી બનેલી ગણપતિબાપ્પાની મુર્તિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

હા, બોલપેનમાંથી બનાવવામાં આવ્યા છે ગણપતિજી. સુરતનું આ સાર્વજનીક ગણેશ મંડળ છેલ્લા પાંચ વર્ષથી ઇકોફ્રેન્ડલી ગણપતીજીની સ્થાપના કરતું આવ્યું છે. આ વખતે આ મંડળે વેસ્ટ બોલપેનમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવડી છે. આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા જે બોલપેનને વાપવર્યા બાદ કચરામાં નાખી દેવામાં આવી હતી તે બધી બોલપેનને ભેગી કરીને આ સુંદર મૂર્તિને બનાવવામાં આવી છે.


કુલ 2020 બોલપેનોમાંથી ગણપતિજીની સુંદર કૃતિ તૈયાર કરવામાં આવી છે. આ બધી બોલપેન બે વર્ષ સુધી ભેગી કરીને સાંચવી રાખવામાં આવી હતી. જેને ગુંદરના ઉપયોગથી એકબીજા સાથે ચોંટાડીને ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી હતી અને આ મુર્તિને બનાવવામાં 40 કલાકનો સમય લાગ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ મૂર્તિ માત્ર 340 રૂપિયામાં જ બની ગઈ હતી.

સુરતના રામપુરામાં રહેતાં મિનિએચર આર્ટિસ્ટ ડિમ્પલ જરીવાલા દ્વારા આ સુંદર મજાના બોલપેન ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ મૂર્તિની ઉંચાઈ 5.6 ફૂટની છે.


તેમાં બોલપેનના મૂળ રંગોનો ઉપયોગ સુંદર રીતે કરવામાં આવ્યો છે. પીળા ઢાંકણા વાળી બોલપેનનો ઉપયોગ ગણપતિજીની ધોતી બનાવવા માટે કરવામા આવ્યો તો વળી કાળી બોલપેનમાંથી ઉંદર બનાવવામા આવ્યો છે. લાલ ઢાંકણાવાળી બેલપેનમાંથી તેમનો ખેસ બનાવવામાં આવ્યો છે તો વળી લીલા અને જાંબલી રંગના ઢાંકણાવાળી બોલપેનથી તેમનો મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. તો વળી લાલ બોલપેનથી તેમના કપાળમાં ત્રીશુળનો તિલક બનાવવામાં આવ્યો છે.


આને કહેવાય ક્રિએટીવીટી. જે વ્યક્તિ કોઈ પણ નક્કામી વસ્તુમાંથી સુંદર વસ્તુનું સર્જન કરે છે તેને જ કહેવાય ખરો આર્ટીસ્ટ. આ મુર્તિ બનાવનાર ડિમ્પલ જરીવાલાને અમે તેમની આ સુંદર કલાકારી બદલ શુભેચ્છા પાઠવીએ છીએ.

ડિમ્પલ ભાઈ એક મિનિએચર આર્ટીસ્ટ છે. તેમણે ઘણી બધી અનોખી વસ્તુઓમાંથી નાના-નાના ગણપતિઓ બનાવ્યા છે. તેમણે દિવાસળીના ઉપરના ભાગને કોતરીને તેમાંથી સાવ જ નાના ગણપતિ પણ કોતર્યા છે. તેમની આ નાની કૃતિઓ મીલી મીટરથી લઈને દોઢ ઇંચ સુધીની હોય છે. આ સિવાય તેમણે બિલોરી કાચ લઈને જોવી પડે તેવી માત્ર 1.5 મીલી મીટરની હોડી પણ બનાવી છે. ડિમ્પલ ભાઈનું નામ ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં પાંચ વખત આવી ગયું છે.


ગણપતિની પ્રતિમા સિવાય ડિમ્પલભાઈ, માઇક્રો શર્ટ, ચશ્મા, કપ-રકાબી, કેલેન્ડર, પતંગ વિગેરે પણ ખુબ જ સુંદર બનાવે છે.આશા રાખીએ કે આવતા વર્ષે પણ ડિમ્પલભાઈ એક અનોખી જ વસ્તુમાંથી ગણપતિજીની મુર્તિ બનાવી ભક્તોને ચોંકાવી દેશે.

ડીમ્પલભાઈએ સુરતના જ મોરા ભાગળ વિસ્તારમાં બીજા એક ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા છે. ફ્રેન્ડ્સ ગૃપ ગણેશ મંડળ દ્વારા આયોજીત સાર્વજનિક ગણેશોત્સવમાં આ ગણેશજીને સ્થાપવામાં આવ્યા છે. આપણા ઘરે ટીવી, ફ્રીજ, કે પછી કોઈ પણ મોટી વસ્તુ જે ખાખી રંગના પુઠ્ઠાના બોક્ષમાં આવે છે તેવા પુઠ્ઠામાંથી આ સુંદર મજાના ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ ગણપતિની ઉંચાઈ છ ફૂટની છે અને તે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ