તમે ક્યારેય સાંભળ્યું છે કે એક રાશનકાર્ડમાં એક સાથે 60થી વધુ પરિવારના સભ્યોના નામ દાખલ થયા છે? નવાઇની વાત એ છે કે આ સભ્યો બે જુદા જુદા ધર્મોના છે. આ વાત બહાર આવતા સૌને વિચિત્ર લાગી રહ્યુ છે. આવો કિસ્સો બિહારના વૈશાલીમાં સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અહીંના રેશનકાર્ડમાં એક સાથે 68 લોકોના નામ નોંધાયેલા છે. આમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ રેશનકાર્ડમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોના નામ શામેલ છે. આ ઘટસ્ફોટ બાદ વરિષ્ઠ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ વાત સામે આવ્યા પછી તરત જ તેમણે આ મામલે તપાસનાં આદેશ આપ્યા છે.

ગરીબ પરિવારોને રેશન આપવા સરકાર દ્વારા ‘એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ’ યોજના ચલાવવામાં આવી રહી છે. વૈશાલીમાં આ યોજનામાં ગેરરીતિઓનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યાં બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. મહુઆના એસડીઓ સંદીપ કુમારે કહ્યું હતું કે બ્લોક વિકાસ અધિકારી (બીડીઓ) કુમુદ રંજનને તેની તપાસ કરવા અને પીડીએસ ડીલર સંજય કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા નિર્દેશ આપ્યો છે.

વધુ ઉમેરતા તેમણે જણાવ્યુ હતુ કે મેં બીડીઓને સૂચના આપી છે કે છેતરપિંડી માટે વેપારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવો અને અનાજની વસૂલાત સુનિશ્ચિત કરો. કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ જિલ્લાના વિવિધ બ્લોકમાં રેશનકાર્ડ ધારકોમાં અનાજ વિતરણની તપાસ દરમિયાન આ કિસ્સો બહાર આવ્યો છે. અહીં અધિકારીઓ એ જાણીને સ્તબ્ધ થઈ ગયાં કે એક કુટુંબને 38 ક્વિન્ટલથી વધુ અનાજ આપવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ આ કુટુંબનું નેતૃત્વ ઝુબૈદા ખાતુન કરે છે અને તેનાં સભ્યોમાં નવીન કુમાર અને અન્ય ઘણાં નામ શામેલ છે. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે પીડીએસ દુકાનદારે નિ:શુલ્ક અનાજ મેળવવા માટે એક પરિવારના 68 લાભાર્થીઓની યાદી રજૂ કરી છે. સામાન્ય રીતે દરેક કુટુંબના સભ્યને રેશનકાર્ડ પર દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખાનો અધિકાર છે. પરંતુ કોરોના સંકટ વધ્યા બાદ રેશનકાર્ડ ધારકોને લગભગ છ મહિના સુધી મફત અનાજ આપવામાં આવ્યું હતું. કાર્ડ ધારકોને એક કિલોગ્રામ ચણા પણ મફત આપવામાં આવ્યા હતા. હવે આ ફરિયાદ મળતાં બીડીઓએ પીડીએસ દુકાનદારને નોટિસ ફટકારી છે.

મળતી માહિતી મુજબ એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ યોજના અપનાવનારું બિહાર પ્રથમ રાજ્ય છે. આ અગાઉ પણ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણમાં ગેરરીતિ કરવા બદલ સરનના મારૂહરા બ્લોકમાં પીડીએસ ડીલરનું લાઇસન્સ રદ કરાયું હતું. હવે આ અંગે તપાસ ચાલી રહી છે. આ કેસ અધિકારીઓ માટે પણ ખુબ ચોંકાવનારો છે. આવુ પહેલી વખત બન્યુ છે કે કોઇ બે અલગ અલગ ધર્મના લોકોના આટલાં બધા નામ એક જ રેશનકાર્ડમાં હોય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,