આ શહેરમાં રહે છે દુનિયાના સૌથી વધુ અમીર લોકો, દરેક વ્યક્તિ પાસે છે પોતાનું હેલિકોપ્ટર અને હવાઈ જહાજ

મિત્રો, આ સમગ્ર વિશ્વમા એવી અનેકવિધ અજીબોગરીબ ઘટના બનતી રહે છે, જેના વિશે જાણીને આપણે થોડીવાર માટે તેના પર વિશ્વાસ કરી શકતા નથી, તે વાત આપણા માન્યામા જ નથી આવતી પરંતુ, તેમછતા તે વાસ્તવિક હોવાના કારણે આપણે તેના પર વિશ્વાસ કરવો જ પડે છે. આજે આ લેખમા પણ આપણે એક આવી જ વાત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ.

આ આખા વિશ્વમા ભાગ્યે જ કોઈ એવુ શહેર હશે કે, જ્યા કોઈપણ ગરીબ વ્યક્તિ નથી પરંતુ, આજે અમે તમને એવા શહેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્યા કોઈ ગરીબ નથી પરંતુ, આ શહેરમા સૌથી અગત્યની બાબત એ છે કે, અહીં રહેતા દરેક વ્યક્તિ પાસે પોતાનું વિમાન અથવા હેલિકોપ્ટર હોય છે.

ફક્ત એટલું જ નહીં, આ વ્યક્તિ જો ઓફિસ જાય તો તેમના વિમાનનો ઉપયોગ કરે છે. તે જાણવું થોડું વિચિત્ર લાગે છે પરંતુ, તે એકદમ સાચું છે. ખરેખર, અમેરિકા કેલિફોર્નિયાનું આવું જ એક શહેર છે. અહી મોટાભાગના લોકો પાઇલટ છે. અહીં દરેક વ્યક્તિ પાસે પોતાના વિમાનો પણ છે.

image source

આ ઉપરાંત શહેરમાં ડોકટરો, વકીલો પણ રહી રહ્યા છે અને તેમના પોતાના વિમાનો છે. આ શહેરમાં રહેતા લોકોને વિમાનનો એટલો શોખ છે કે, દર શનિવારે સવારે બધા લોકો ભેગા થાય છે અને સ્થાનિક એરપોર્ટ પર જાય છે. હવાઈ શહેરમાં વિમાન લેવું એ કાર લેવા જેવુ જ છે. તમે સરળતાથી વસાહતની શેરીઓમાં ઊભેલા વિમાનોને જોઈ શકો છો.

image source

આ એક એવી જગ્યા છે જ્યાં વિમાન ને એવી રીતે ઉભું કરવામાં આવે છે જાણે ગેરેજમાં કાર ઉભી કરવામાં આવે છે, તેથી વિમાનને અહી ઉભું કરવામાં આવે છે. ઊંચા વિમાનને કારણે શહેરના રસ્તાઓ પણ પહોળા કરવામાં આવ્યા છે. જેથી પાઇલટ્સ તેનો રનવે તરીકે ઉપયોગ કરી શકે.

આ શહેરમાં વિમાનની પાંખોને નુકસાન ન થાય તે માટે સામાન્ય કરતા ઓછી ઊંચાઈ પર રોડ સાઇન્સ અને લેટરબોક્સ લગાવવામાં આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં રસ્તાના નામ બોઇંગ રોડ જેવા વિમાનો સાથે પણ જોડાયેલા છે.

image source

કહેવામાં આવે છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા વિમાનના સંચાલનને પ્રોત્સાહન આપ્યું હતું. દેશમાં અનેક એરપોર્ટ બનાવવામાં આવ્યા હતા. ૧૯૩૯મા ત્યાં પાયલોટોની સંખ્યા ૩૪ હજાર હતી, જે ૧૯૪૬ સુધીમા વધીને ચાર લાખથી વધુ થઈ ગઈ હતી. અમેરિકન નાગરિક ઉડ્ડયન સત્તામંડળે દેશમાં રહેણાંક એરપોર્ટ ના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો ઉદ્દેશ નિવૃત્ત લશ્કરી પાઇલટ્સને સમાવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ