તુલસીની માળા પહેરવા માટે આ ત્રણ વાર છે સૌથી સારા, જાણો અને મેળવો પછી અઢળક લાભ

તુલસીની માળા પહેરવાનું મહત્વ અને લાભ વિશે જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

image source

સનાતન હિંદૂ ધર્મમાં તુલસીના છોડને દિવ્ય માનવામાં આવ્યો છે. તુલસીનો છોડ પવિત્ર અને પુણ્યદાયી હોય છે.

સ્વાસ્થ્ય માટે પણ તુલસી અમૃત સમાન છે. તુલસીના છોડનું આદ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખાસ મહત્વ છે.

હિંદૂ ધર્મમાં આ છોડની પૂજા નિયમિત કરવાનું કથન છે. ગર્ગ સંહિતા અનુસાર તુલસીમાં લક્ષ્મીજીનો વાસ હોય છે.

image source

લક્ષ્મી માતાએ જ્યારે રાધારાણી તરીકે પૃથ્વી પર જન્મ લીધો હતો ત્યારે તેમનું પ્રથમ નામ વૃંદા એટલે તુલસી રાખવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાધાના પગ જ્યાં પણ પડ્યાં ત્યાંની વેરાન જમીન પર પણ તુલસીના છોડ ઉગી નીકળ્યા હતા અને ત્યાં વૃંદાવનનું નિર્માણ થયું.

image source

વૃંદાવન ત્યારે બન્યું જ્યારે કંસના પ્રકોપથી ગોકુલ નગરી બરબાદ થઈ હતી. ત્યારે કૃષ્ણજીના આગ્રહ પર રાધારાનીએ વૃંદાવનનું નિર્માણ કર્યું. આ જ કારણે તુલસીને દેવી તરીકે પૂજાય છે. એટલું જ નહીં તુલસીજી વિના વિષ્ણુ ભગવાન ભોગ ગ્રહણ કરતાં નથી.

તુલસીના છોડની લાડકીમાંથી મણકા બને છે અને તેની માળા બનાવવામાં આવે છે. તુલસીના છોડની જેમ જ આ માળા પણ ખાસ મહત્વ ધરાવે છે.

image source

તુલસીની માળાને હિંદૂ ધર્મમાં ખાસ માનવામાં આવે છે અને આયુર્વેદિક ચિકિત્સામાં પણ તેનું મહત્વ છે.

તુલસીના બે પ્રકાર હોય છે. શ્યામ તુલસી અને રામ તુલસી. બંને તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્ય બંને બાબતોમાં લાભકારી છે. જો કે વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીની માળાનું મહત્વ છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીની માળા ધારણ કરવાથી ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધે છે અને સાથે જ મનમાં સકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે.

એટલું જ નહીં તેનાથી ભૌતિક સુખની પ્રાપ્તિ પણ થાય છે અને વ્યક્તિ કાર્યક્ષેત્રમાં પણ ઉન્નતી કરે છે.

તો ચાલો તમને આજે જણાવીએ તુલસીની માળા વિશેની વાસ્તુ ટીપ્સ.

image source

1. શ્યામા તુલસીની માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે. પરિવારમાં અશાંતિ હોય તો તે પણ દૂર થાય છે.

2. શ્યામા તુલસીની માળા ધારણ કરવાથ ભૌતિક સુખમાં વધારો થાય છે.

3. રામા તુલસીની માળા ધારણ કરવી હોય તો તેને સોમવાર, ગુરુવાર કે બુધવારના રોજ ધારણ કરવી. પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરવી અને પછી જ ધારણ કરવી.

image source

4. જો તમે તુલસીની માળા ધારણ કરો તો સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. કારણ કે આ માળા ધારણ કરનારનું જીવન પણ સાત્વિક હોવું જરૂરી છે તો જ તેનાથી લાભ થાય છે.

5. તુલસીની માળા જમણા હાથમાં પણ ધારણ કરી શકો છો. જો કે નિત્ય ક્રિયા કરતાં પહેલા તુલસીની માળા ઉતારવી જરૂરી છે.

image source

6. જો ઘરમાં કોઈને કમળો થયો હોય તો તુલસીની માળા તેને અચૂક પહેરાવો. તુલસીમાં એટલી શક્તિ હોય છે કે તેનાથી કમળો પણ મટી જાય છે.

7. તુલસીની માળા સૂતક કાળમાં ઉતારી દેવી જોઈએ. ફરીથી તેને ધારણ કરવી હોય ત્યારે ગંગાજળ છાંટી અને ધૂપ કરી પહેરી લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ