ચહેરા પર કરાવો છો વેક્સ ? તો જાણી લો આ જરૂરી વાતો નહીં તો પછી આવશે પસ્તાવાનો વારો

ચહેરા પર કરો છો વેક્સ ? તો જાણી લો આ જરૂરી વાતો નહીં તો પછી આવશે પસ્તાવાનો વારો

હાથ, પગ, પીઠ, બગલના વાળ દૂર કરવા માટે સમયાંતરે વેક્સ કરવું પડે છે. શરીરના આ ભાગમાંથી વાળ દૂર કરવા માટે વેક્સ કરવાનો વિકલ્પ ઉત્તમ છે.

પરંતુ વાત જ્યારે આવે ચહેરાની તો વેક્સ કરાવવાના નિર્ણય વિશે વિચાર કરવો જોઈએ. મહિલાઓને ચહેરા પર વધારે પ્રમાણમાં વાળ ઉગતા હોય તો તેમણે વાળ દૂર કરવા વેક્સ કે થ્રેડિંગ કરાવવું અનિવાર્ય છે.

image source

પરંતુ જો વેક્સ કરાવતી વખતે આ અગત્યની વાતોને ધ્યાનમાં લેવામાં ન આવે તો જીવનભર પસ્તાવો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

ત્વચા ડેમેજ થવી

image source

ચહેરા પર વેક્સિંગ કરાવતી વખતે ત્વચા ડેમેજ થવાનું જોખમ રહે છે. એટલા માટે વેક્સ જાતે કરવાને બદલે પાર્લરમાં નિષ્ણાંત પાસે કરાવવાનો આગ્રહ રાખો. વેક્સ કરાવતા પહેલા પણ પાર્લરના નિષ્ણાંત સાથે તમારી ત્વચાના પ્રકાર વિશે ચર્ચા કરી લેવી.

ચહેરાના વાળ ઘાટા ઉગવા

image source

ચહેરા પર વારંવાર વેક્સ કરવામાં આવે તો પછી વાળ વધારે પ્રમાણમાં અને કાળા ઉગવા લાગે છે. એટલે કે ત્યારપછી તો તમારા માટે વેક્સિંગ અનિવાર્ય થઈ જાય છે.

જો કે આવી સમસ્યા ઓછી સ્ત્રીઓને થાય છે. કેટલાક તથ્યો એવા પણ છે કે વેક્સથી ચહેરાના વાળ મૂળમાંથી નીકળી જાય છે તો વાળ ઉગવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.

ચહેરા પર દુખાવો

image source

વેક્સ કરતી વખતે હાથ અને પગમાં થાય તેના કરતાં વધારે તકલીફ ચહેરા પર વેક્સ કરતી વખતે થાય છે. ત્વચા સંવેદનશીલ હોય તો વેક્સ કરતી વખતે તકલીફ વધારે થાય છે.

ત્વચા લાલ થઈ જવી

image source

કેટલીક વાર એવું બને છે કે વેક્સ કરવાથી ચહેરાની ત્વચા લાલ થઈ જાય છે અને થોડા કલાકો સુધી ત્વચા આવી જ રહે છે. ત્વચામાં બળતરા, ખંજવાળ જેવી તકલીફો પણ થઈ શકે છે.

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર વેક્સ કર્યા બાદ ટોનરનો ઉપયોગ કરવો નહીં. વેક્સ કર્યા પછી ચહેરા પર બરફ લગાવો તેનાથી લાલાશ ઘટી જાય છે.

ત્વચાની અંદર વાળનું ઉગવું

image source

ત્વચાની અંદરના ભાગમાં વાળ ઉગ્યા જેવી તકલીફ પણ થઈ શકે છે. આ સમસ્યા વેક્સથી થાય છે તેવું નિષ્ણાંતો માને છે. વેક્સ સ્ટ્રિપને હંમેશા વાળની ઉલટી દિશામાં ખેંચવી જોઈએ તેનાથી મૂળમાં વાળ રહેશે નહીં અને અંદર વાળ ઉગવાનું જોખમ ઘટી જશે.

આ વાતોનું રાખો ધ્યાન

– ચહેરા પર વેક્સ કરાવતા પહેલા સુનિશ્ચિત કરી લો કે તમે કોઈપણ પ્રકારની દવા તો નથી લેતાને. દવા લેતા હશો તો ખંજવાળ વધી શકે છે.

image source

– ચહેરા પર ખીલ હોય તો પણ વેક્સ કરવાથી ગંભીર તકલીફ થઈ શકે છે.

– વેક્સ કરાવ્યા બાદ તુરંત સ્ક્રબ ન કરવું.

– વેક્સ કર્યા બાદ કોઈ લોશન કે ક્રીમ પણ ન લગાડવી.

· વેક્સ કરાવવાથી થતા લાભ

image source

– વેક્સ કરાવવાથી ફક્ત નુકસાન થાય છે તેવું નથી, તેનાથી હેર ગ્રોથ ઘટી જાય છે.

– વેક્સ એકવાર કરાવ્યા બાદ તેની અસર 15 દિવસ રહે છે.

– વેક્સ કરવાની યોગ્ય રીત જાણી લો તો તમે ઘરે પણ વેક્સ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ