દેવી લક્ષ્મીની પૂજામાં ન કરવી આ ભુલ, ખરાબ દિવસો થઈ જશે શરુ

દેવી લક્ષ્મીની પૂજામાં ન કરવી આ ભુલ, ખરાબ દિવસો થઈ જશે શરુ

હિંદૂ ધર્મમાં આમ તો દરેક દેવી દેવતાઓનું ખાસ સ્થાન અને મહત્વ છે પરંતુ દેવી લક્ષ્મીની પૂજાનું મહત્વ વિશેષતમ છે. કારણ કે દેવી લક્ષ્મી ધનની દેવી છે. તેમના કારણે જ જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને જળવાઈ રહે છે. એટલા માટે જ જરૂરી છે કે તેમની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે.

image source

લક્ષ્મીજીના આશીર્વાદથી જ જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેમની પૂજામાં ભુલ કરવામાં આવે તો દરિદ્રતાનું કારણ આ ભુલ બની શકે છે. તેથી ઘરમાં થતી પૂજા સમયે આ વાતોનું ધ્યાન રાખવું અને તેનું પાલન અચૂક કરવું.

શાસ્ત્રોમાં દેવી દેવતાઓની પૂજા કરવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે જો આ વાતો પર ધ્યાન ન આપીએ તો ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ એવા નિયમો વિશે જેનું પૂજા કરતી વખતે પાલન કરવું જરૂરી છે.

image source

શાસ્ત્રો અનુસાર તુલસીજીના વિવાહ ભગવાન વિષ્ણુ સાથે થયા હતા. આ કારણે તુલસીજી વિષ્ણુ ભગવાનના પત્ની થયા અને એટલા માટે જ લક્ષ્મીજીનું તુલસી સાથે વેર છે તેવી માન્યતા છે. એટલા માટે ધ્યાન રાખવું કે લક્ષ્મી પૂજામાં તુલસી અથવા તુલસીના માંજરનો પણ ઉપયોગ કરવો નહીં.

image source

દેવી લક્ષ્મીની પૂજામાં એ વાતનું ધ્યાન પણ રાખવું કે દીવો હંમેશા જમણી તરફ રાખવો. આમ કરવા પાછળનું કારણ એ છે કે ભગવાન વિષ્ણુ અગ્નિ અને પ્રકાશનું સ્વરુપ છે. તેવામાં ભગવાન વિષ્ણુનુ સ્વરુપ હોવાના કારણે દીવો હંમેશા જમણી તરફ રાખવો જોઈએ. કારણ કે પતિ હંમેશા પત્નીની જમણી તરફ બેસે છે.

image source

દેવી ભાગવત અનુસાર લક્ષ્મીજીની પૂજા ત્યાં સુધી સફળ નથી થતી જ્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં ન આવે. દેવી લક્ષ્મીની પૂજા સમયે પ્રસાદ દક્ષિણ દિશામાં રાખવો અને ફૂલ, બેલપત્ર હંમેશા સામે રાખવી. આમ ન કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી.

image source

દેવી લક્ષ્મીની પૂજા સમયે ખાસ ધ્યાન રાખવું કે પૂજા સમયે અગરબત્તી ક્યારેય જમણી તરફ ન રાખવી. માતા લક્ષ્મીની પૂજા જ્યારે પણ કરો ત્યારે અગરબત્તી હંમેશા ડાબી તરફ રાખવી. ધૂપ કરવાથી અને અગરબત્તી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

image source

દેવી લક્ષ્મી સૌભાગ્યવતી છે અને આપણે સૌ જાણીએ છીએ કે લાલ રંગ સૌભાગ્યવતીઓનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે હંમેશા લાલ ફૂલ જેવા કે ગુલાબ અને લાલ કમળના ફૂલ દેવી લક્ષ્મીને પૂજામાં ચઢાવવા.

image source

માતા લક્ષ્મીની પૂજા સમયે જે દીવો પ્રગટાવો તે હંમેશા ઘીનો હોવો જોઈએ અને તેમાં જે વાટ કરવામાં આવે તેને પણ લાલ દોરાથી એટલે કે નાળાછડીથી તૈયાર કરવી જોઈએ. આ ઉપાયથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ