લોકો અંતિમ ક્રિયા પછી અસ્થિઓનું વિસર્જન ગંગા નદીમાં શા માટે કરે છે, જાણો તમે પણ

ગંગામાં વિસર્જિત થતી અસ્થિઓનું શું થાય છે જાણો છો તમે ?

image source

પતિતપાવની માતા ગંગાને દેવ નદી કહેવામાં આવે છે. કારણ કે શાસ્ત્રો અનુસાર ગંગા નદી સ્વર્ગથી ધરતી પર આવ્યા છે. માન્યતા છે કે શ્રી હરિ વિષ્ણુના ચરણોમાંથી નીકળ્યા છે અને ભગવાન શિવની જટાઓમાં આવ્યા બાદ ધરતી પર આવ્યા છે.

image source

આપણી સંસ્કૃતિમાં પણ દરેક શુભ કાર્ય ગંગા નદીના પાવન કિનારે સંપન્ન કરવાનું વિશેષ મહત્વ છે. જેમકે બાળકનું મુંડન થાય તો બાળકોના વાળને પણ ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે. એટલું જ નહીં વ્યક્તિની અંતિમક્રિયા કોઈપણ સ્થાને થાય તેનું અસ્થિ વિસર્જન પણ ગંગા નદીમાં કરવાનું મહત્વ છે.

image source

શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો અંતિમ ક્રિયા પછી અસ્થિઓનું વિસર્જન ગંગા નદીમાં જ શા માટે કરે છે ?

વર્ષોથી કરોડો લોકોની અસ્થિઓ ગંગામાં સમાહિત થઈ છે તો આટલી વસ્તુઓને ગંગા નદી ક્યાં સમાહિત કરે છે તેના વિશે વિચાર્યું છે ક્યારેય ?

image source

આ વસ્તુઓ ક્યાં જાય છે તેની કથા પુરાણોમાં નોંધવામાં આવી છે. ચાલો જણાવીએ તમને આ કથા વિશે.

એક દિવસ દેવી ગંગા શ્રી હરિને મળવા વૈંકુઠ ધામ ગયા અને તેમને જઈ કહ્યું કે, “ હે પ્રભુ મારા જળમાં સ્નાન કરવાથી લોકોના પાપ નષ્ટ થાય છે પરંતુ હું આટલા પાપનો ભાર કેવી રીતે વહન કરી શકીશ ? મારા જળમાં જે પાપ સમાય છે તેને કેવી રીતે સમાપ્ત કરવા “ આ વાતનો ઉત્તર આપતાં ભગવાનએ જણાવ્યું કે, “જ્યારે કોઈ સાધુ, સંત, વૈષ્ણવ ગંગામાં સ્નાન કરશે તો તારા પાપ ધોવાઈ જશે.”

image source

ગંગા નદી એટલી પવિત્ર છે કે દરેક હિંદૂની અંતિમ ઈચ્છા એ જ હોય છે તે તેની અસ્થિનું વિસર્જન ગંગા નદીમાં જ થાય. ગંગામાં મોટા પ્રમાણમાં અસ્થિઓનું વિસર્જન થાય છે. તે અસ્થિઓ ક્યાં જાય છે તે વિજ્ઞાન જાણી શક્યું નથી.

અસ્થિઓનું વિસર્જન કર્યા સાથે મોટી સંખ્યામાં લોકો ગંગા નદીમાં સ્નાન પણ કરે છે કારણ કે ગંગા નદીનું જળ પાવન અને પવિત્ર છે. જો કે ગંગા સાગર સુધી શોધખોળ કરવા છતા વૈજ્ઞાનિકોને અસ્થિઓનું નામોનિશાન મળ્યું નહીં.

image source

સનાતન ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી આત્માની શાંતિ માટે મૃત વ્યક્તિની અસ્થિને ગંગામાં વિસર્જિત કરવાના કર્મને ઉત્તમ માનવામાં આવે છે. આ અસ્થિઓ શ્રી હરિના ચરણોમાં એટલે વૈંકુઠમાં જાય છે.

એટલા માટે વ્યક્તિ અંતિમ સમયમાં ગંગા સમીપ આવવાની ઈચ્છા રાખે છે. આ કારણોને લીધે હિંદૂઓમાં ગંગા નદીમાં અસ્થિ વિસર્જનનું મહત્વ વધારે હોય છે.

image source

હવે વાત કરીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની તે ગંગા નદીના પાણીમાં પારો એટલે કે મર્કયુરી છે તેથી હાડકાનું કેલ્શિયમ અને ફોસ્ફરસ આ પાણીમાં ઓગળી જાય છે. આ તત્વો પાણીના જંતુઓનો આહાર પણ છે.

image source

હાડકામાં ગંધક હોય છે જે પારા સાથે મળી અને પારદનું નિર્માણ કરે છે. તેની સાથે મળી મરકરી સલ્ફાઈડ સોલ્ટનું નિર્માણ કરે છે. હાડકામાં બચેલું શેષ કેલ્શિયમ, પાણીને સ્વચ્છ રાખવાનું પણ કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ