સમાજમાં હજુ પ્રામાણિકતા જીવે છે તેવું ઉદાહરણ પૂરું પાડ્યુ આ પ્રવિણભાઇ, વાંચો તમે પણ

પ્રામાણિકતા ની મૂર્તિ…

જૂનાગઢમાં ચા વાળા પ્રવીણભાઈ માળી ની અનોખી પ્રમાણિકતા..પોલીસે પ્રવીણભાઈ ની પ્રમાણિકતા ને બિરદાવી ઈમાનદારી બદલ અભિનદન આપ્યા.. સમાજમાં હજુ પ્રામાણિકતા જીવે છે તેવું ઉદાહરણ પૂરું પાડ્યું..

જૂનાગઢમાં રહેતા એક ચા વાળાએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે પોતાની કેબીન બંધ કરીને જતો હતો ત્યારે રસ્તામાં પડેલી એક થેલી મળી આવતા તેણે પોલીસ મથકે જઇને તેના મૂળ માલિકને પરત આપી હતી.પ્રવીણભાઈ એક સરદારબાગ માં ચા ની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.બીજાના મળેલા રૂપિયા 18 હજાર અને એક 15 હજાર નો મોબાઇલ ફોન તેણે સી.ડિવિઝન પોલીસ સ્ટેશન ના અધિકારી ને હાથમાં આપવામાં આવી તેવો જણાવ્યું કે મૂળ માલિકને બોલાવો અને આપી દયો..ત્યારે અમીન ટ્રાન્સપોર્ટ ના એક મહિલાની હતી થેલી તેવોને આપી પ્રવીણભાઈ એ પ્રમાણિકત્તા બતાવી..

જૂનાગઢમાં સરદાર બાગ પાસે ચાની કેબીન ધરાવતા પ્રવીણભાઈ હરીભાઈ ટાંકોલીયા નામના માળી યુવાન ચા ની કેબીન ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે, તે સાંજના સમયે કેબીન બંધ કરીને પોતાના ઘર તરફ જતો હતો, ત્યારે મોતીબાગ રોડ ઉપર રસ્તામાં તેને એક થેલી મળી આવી હતી, જે થેલીમાં ૧૮૫૦૦ રોકડા અને એક મોબાઈલ મળી આવ્યો હતો, તેમણે તુરંત નજીકના સી ડીવીજન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ દિલીપ બડવા પાસે જઈને થેલી મળ્યાની જાણ કરી પોલીસને સોપી હતી,

તુરંતજ સી ડીવીજન પોલીસ સ્ટેશન ના સ્ટાફે મોબાઈલ ઉપર ફોન કરીને તપાસ કરતા આ થેલી અમીન ટ્રાન્સપોર્ટવાળા ફેમિલીની હોવાનું અને સ્કુટીમાંથી પડી ગયાનું માલુમ પડતા તેની ખરાઈ કરીને પોલીસની હાજરીમાં તે રોકડ અને મોબાઈલ પરત કર્યો હતો, પી.એસ.આઈ ડી.જી બડવા એ પ્રવીણભાઈને પ્રમાણિકતા ને બિરદાવી ઈમાનદારી બદલ અભિનદન આપ્યા હતા.

દેશ અને સમાજમાં પ્રામાણિકતા રહી નથી અને પ્રામાણિકતા ક્યાંય વહેંચાતી મળતી નથી પ્રામાણિકતા ખાનદાની અને લોહી માં હોય છે આજના સમયમાં ભાઈ ભાઈ હોયકે કોઈપણ સગા સંબંધી હોય એ પણ ઉસીના લીધેલા રૂપિયા પરત આપતા નથી..ત્યારે જૂનાગઢ ના એક ગરીબ ચા વાળા એ પોતાના ખાનદાની ના પોતાના લોહીમાં રહેલી પ્રામાણિકતા બતાવી ત્યારે પ્રવીણભાઈ ઉપરથી ખ્યાલ આવે કે હજુ પ્રામાણિકતા જીવે છે..

સંકલન : વિજયસિંહ પરમાર જૂનાગઢ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ