જો તમારા પર્સમાં રૂપિયા ના ટકતા હોય તો અજમાવો આ ટોટકા, થશે અનેક લાભ

જો પૈસા તમારા પર્સમાં ન ટકતા હોય રૂપિયા તો અજમાવો આ ટોટકા

image source

દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ કેટલાક લોકોના પર્સમાં પૈસા નથી ટકતા, તેઓ ધન કમાતા હોય તો પણ તે ટકે નહીં અને ખર્ચ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું જ થતું હોય તો તમે નીચે જણાવેલા ટોટકા અજમાવી શકો છો. આ ટોટકા કરવાથી તમારા પર્સમાંથી ધન ખાલી થશે નહીં.

લક્ષ્મીજીનો ફોટો રાખો

image source

લક્ષ્મી માતાને સંપત્તિની દેવી કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જ્યાં માં લક્ષ્મીનું નિવાસસ્થાન હોય ત્યાં પૈસાની અછત થતી નથી. તેથી તમારે તમારા પર્સમાં પણ માં લક્ષ્મીનો ફોટો રાખવો જોઈએ.

ચોખા રાખો

image source

 

જે લોકોના પર્સ હંમેશાં ખાલી રહેતા હોય તેમણે તેમના પર્સમાં એક ચપટી ચોખા રાખવા જોઈએ. ચોખા રાખવાથી પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે અને જીવનમાં પૈસાની ખામી રહેતી નથી.

રુદ્રાક્ષ રાખો

image source

રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે અને જો તેને પર્સમાં રાખવામાં આવે તો પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે છે. તેથી જો તમે ઇચ્છો તો તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખી શકો છો. આ રુદ્રાક્ષને પર્સમાં મુકતા પહેલા તેને શિવલિંગ પર ચઢાવો અને પછી પૂજા કરેલો રુદ્રાક્ષ પર્સમાં રાખો.

હળદર

image source

સૂકી આખી હળદર માતા લક્ષ્મી અર્પણ કરો અને પછી તેને તમારા પર્સમાં રાખો. આ ઉપાય કરવાથી પર્સ ક્યારેય ખાલી નહીં થાય અને પૈસાથી ભરેલું રહેશે.આ ઉપાય કરવા માટે તમે પીળીને બદલે કાળી હળદરનો ઉપયોગ પણ કરી શકો છો.

સોના અથવા ચાંદીનો સિક્કો

image source

જો સોના અથવા ચાંદીનો સિક્કો પર્સમાં રાખ્યો હોય તો પણ પર્સમાં પૈસા ભરેલા રહે છે. તેથી તમે તમારા પર્સમાં સોના અથવા ચાંદીનો નાનો સિક્કો પણ રાખી શકો છો. આ સિક્કો પર્સમાં મૂકતા પહેલા તેને પણ માં લક્ષ્મીના ચરણમાં મૂકો અને પછી તેના પર કંકુ લગાવીને તમારા પર્સમાં મૂકી દો.

કાચનો ટુકડો સાથે રાખો

image source

શાસ્ત્રોમાં કાચને શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો કાચનો ટુકડો પર્સમાં રાખ્યો હોય તો ધન સ્થિર થાય છે.

આ વસ્તુઓને પર્સમાં ન રાખો

તમે એ તો જાણ્યું કે કઈ કઈ વસ્તુઓને પર્સમાં રાખવાથી ધનલાભ થાય છે. હવે તે પણ જાણી લો કે કઈ કઈ વસ્તુઓને પર્સમા સ્થાન ન આપવું જોઈએ. આ વસ્તુઓ પર્સમાં હશે તો ધન હાનિ કરાવશે.

image source

– પર્સમાં બિલ કે વધારાના કાગળો રાખશો નહીં. ઘણી વાર આપણે ખરીદી પછી બિલ આપણા પર્સની અંદર રાખીએ છીએ આમ કરવું યોગ્ય નથી અને આમ કરવાથી પૈસા પર્સમાં ટકતાં નથી.

– પર્સની અંદર લોખંડ રાખવું સારું માનવામાં આવતું નથી અને આમ કરવાથી પૈસાની ખોટ થાય છે.

image source

– પર્સની અંદર ફાટેલી નોટો ન રાખો.

– જો તમારું પર્સ ફાટેલું હોય તો તુરંત જ તેને પણ બદલો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ