આ ભૂલોને કારણે તમે પણ થઈ શકો છો ટાલિયાપણાનો શિકાર, નંબર ૪ વાળી ભૂલ કરો છો દરરોજ

જણાવી દઈએ કે જો તમારા વાળ પર ગરમ પાણી માથાનાં વાળ પર પડે છે તો તેનાથી તમારા વાળ મૂળથી નબળા પડી જતા હોય છે અને ખરાવાનાં શરૂ થઈ જાય છે.

વાળ ખરવાની સમસ્યા આજનાં સમયમાં એક એવી સમસ્યા બની ચૂકી છે જેનાથી લગભગ દરેક વર્ગનાં યુવા ખૂબ વધારે પ્રભાવિત થઈ રહ્યા છે. જણાવી દઈએ કે કોઈપણ માણસનાં વ્યકિતત્વનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે તેના વાળ, જો તમારા માથા પર વાળ ન હોય કે પછી થોડા ઘણા હોય તો તેનાથી ઘણી જગ્યા પર તમારો પ્રભાવ ખૂબ વધારે ઓછો થઈ જતો હોય છે બીજુ તો ઠીક તમે નાની ઉમરમાં પણ મોટા દેખાવ છો. જોકે આ કોઈ ખૂબ મોટી ગંભીર સમસ્યા નથી પરંતુ આ સામાન્ય પણ નથી કારણ કે આ સમસ્યાથી વૃધ્ધોથી માંડીને યુવા અને ત્યાં સુધી કે નાની ઉમરનાં બાળકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. અવારનવાર જોવામાં આવે છે કે આ સમસ્યાથી ફક્ત પુરુષો જ પ્રભાવિત છે પરંતુ તમને જણાવી દઈએ કે આ સમસ્યા મહિલાઓમાં જોવા મળી રહી છે જોકે તેમની સંખ્યા પુરુષોની સંખ્યામાં ખૂબ ઓછી છે.તમને જણાવી દઈએ કે વાળ ખરવાની સમસ્યાનું મુખ્ય ખોટું કારણ છે આપણી અજીબો-ગરીબ થતી જઇ રહેલી જીવનશૈલી અને ખોટું ખાન પાન અને તેના સિવાય એક બીજું મુખ્ય કારણ છે વાળની બરાબર સારસંભાળ ન લેવી જેના કારણે ધીરે-ધીરે ટાલ પડવાની શરૂ થઈ જતી હોય છે.

હકીકતમાં આપણે દરરોજ અમુક એવી ભૂલો પણ કરતા રહીએ છીએ જેના કારણે આપણે નાની ઉમરમાં જ વાળ ખરવાની સમસ્યાથી હેરાન રહીએ છીએ તેવામાં આ ખૂબ જ જરૂરી છે કે આખરે એ કઈ ભૂલો છે જેના કારણવશ આપણે પોતાના વાળ ખરવાથી નથી રોકી શકતા અને ટાલિયાપણાનોં શિકાર થવું પડે છે.

આ છે વાળ ખરવાનાં મુખ્ય કારણ૧. તમને જણાવી દઈએ કે એમ પણ જોવામાં આવ્યું છે કે વધારે ડાઈટીંગ કે પછી જમવામાં પોષક તત્વોની ખામીથી પણ વાળ ખરી શકે છે, પ્રોટીન,વિટામીન અને મિનરલ્સની ખામી આ સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે.

૨.એમ પણ જણાવવામાં આવે છે કે કાંસકો ન કરવાનાં કારણે વાળમાં વધારે ગુંચ પડી જાય છે અને ત્યારબાદ જ્યારે તમે કાંસકો કરો છો તો તે સમયે વાળ મૂળથી નબળા થઈને ખરવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે તમે રાત્રે સુતા પહેલા તેને એકવાર કાંસકો જરૂર ફેરવી લો જેથી વાળમાં થયેલી ગુંચ નિકળી જાય અને તમારા વાળ સલામત રહે.
૩.તેના સિવાય તમને આ પણ જણાવી દઈએ કે જો તમે તમારા વાળમાં દરરોજ શેમ્પૂનો ઉપયોગ કરો છો તો નિશ્ચિત રૂપથી આ તમારા વાળ માટે ખૂબ જ નુકસાનકારક થઇ શકે છે. જો તમે કોઈપણ ડોક્ટરની સલાહ લેશો તો તે આ જ જણાવશે કે તમારે અઠવાડિયામાં ફક્ત ૨ કે પછી ૩ વાર જ શેમ્પૂ કરવું જોઈએ કારણ કે શેમ્પૂથી તમારા વાળ તૂટે છે અને જો તમે દરરોજ શેમ્પૂ કરશો તો આ વાત જરૂર પાક્કી છે કે તમે જલ્દી ટાલિયા થઈ જશો.૪. ઘણા લોકો શિયાળી ઋતુ શરૂ થતા જ હુંફાળા પાણીથી નહાવાનું શરૂ કરી દેતા હોય છે અને તેવામાં વાળ પણ હુંફાળા પાણીથી જ ધોઈ લેતા હોય છે. તમને જણાવી દઈએ કે જો તમારા વાળ પર ગરમ પાણી માથાનાં વાળ પર પડે છે તો તેનાથી તમારા વાળ મૂળમાંથી નબળા પડી જતા હોય છે અને ખરવાનાં શરૂ થઈ જતા હોય છે.૫. આ પણ જોવામાં આવ્યું છે કે છોકરાઓને પોતાના વાળને સ્ટાઇલ કરાવવાનો ખૂબ વધારે શોખ હોય છે જેને પૂરો કરવા માટે તે બજારમાં મળતી ઘણા પ્રકારની જેલ વગેરાને પોતાના વાળમાં લગાવે છે, પરંતુ કદાચ તમને આ વાતની જાણકારી નહિ હોય કે વાળમાં આ પ્રકારની કેમિકલ યુક્ત ચીજો લગાવવાથી કેટલું વધારે ભુગતાન ઉઠાવવું પડે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ