રાજગરાના લોટ શીરો – કેલ્શિયમ આયૅન પ્રોટીનથી ભરપુર આ શીરો બનાવો અને બધાને ખવડાવો…

હેલો ફ્રેન્ડઝ,આપણા બધા ના ઘરો મા અલગ અલગ જાત ના શીરા બનતા જ હોય છે, જેમકે રવા નો શીરો, ઘઉ ના લોટ નો શીરો, મગ ની દાળ નો શીરો વગેરે વગેરે… આજ હું તમને રાજગરા ના લોટ નો શીરો બનાવતા શીખવાડીશ આજકાલ ડોક્ટર ઘઉં કરતા બાજરી ,નાચણી, જુવાર રાજગરો ખાવા ની સલાહ આપે છે.

રાજગરો કેલ્શિયમ આયૅન પ્રોટીન થી ભરપુર છે તેથી આપણે તેને રોજિંદા આહારમાં લેવો જોઇએ.આપણા રોજીંદા ખોરાક મા જુવાર બાજરી ને નાચણી નો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ પરંતુ રાજગરાની વાનગીઓ આપણે ફકત સ્પેશિયલ ઉપવાસ હોય ત્યારે જ બનાવીએ છીએ. તો ચાલો નોંધી લો સામગ્રી..

@ સામગ્રી —

* 2 કપ રાજગરા નો લોટ

* 1/3 કપ ઘી

* 11/2 કપ ખાંડ

* 21/2 થી 3 કપ દૂધ

*કાજુ – બદામ, કિસમિસ અને એલચી નો ભૂકો

@ રીત —


1– સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો, ઘી ગરમ થાય એટલે તેમાં રાજગરા નો લોટ ઉમેરવો.


2– ત્યાર બાદ તેને મિડિયમ ફ્લેમ પર સતત હલાવતાં રહેવુ નહી તો તળિયા મા લોટ ચોટી જશે.


3– લગભગ 10 થી 12 મિનિટ સુધી શેકવુ, જ્યારે લોટ નો રંગ બ્રાઉન થઈ જાય અને શેકાવા ની સોડમ આવે ત્યાં સુધી શેકી લો. અને કાજુ કિસમિસ અને બદામ નાંખી ને એક મિનિટ માટે શેકી લો.


4– ત્યાર બાદ લોટ અને ડ્રાયફ્રુટ શેકાય પછી તેમા તુરંત જ નવશેકુ ગરમ દૂધ ધીમે ધીમે રેડતા જાવ અને તવીથા થી હલાવતા જાવ.નહી તો ડ્રાયફ્રુટ બળી જશે.


5– ત્યાર બાદ તુરત ખાંડ પણ નાખો જેથી તે દૂધ ની સાથે સાથે ઓગળી ને મિકસ થતી જાય. ધીમે ધીમે હલાવતાં જશો તેમ તેમ તેમાથી ઘી છૂટુ પડતુ જશે એટલે ગેસ બંધ કરીદો, તૈયાર છે ગરમા ગરમ રાજગરા ના લોટ નો ફરાળી શીરો તેને કાજુ કિસમિસ અને બદામ નાંખી ને ગારનીશ કરો, અને તેને ગરમા ગરમ રાજગરા ની પુરી સાથે પીરસી દો.

@ ધ્યાનમાં રાખવા ની બાબત —

*લોટ શેકતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે તળીયા મા ચોંટે નહીં.

* લોટ ને બતાવ્યા પ્રમાણે બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી બરાબર શેકવો. જો ઓછો શેકાશે તો શીરો ચીકાશ પડતો બનશે અને ખાતી વખતે તે દાંત મા ચોંટશે.

* શેકતી વખતે પ્રમાણ સર જ ઘી લેવુ કેમકે શીરો તૈયાર થતા જ તેમાનુ ઘી છૂટુ પડી જાય છે. જો તમને વધારે પડતુ ઘી ના પસંદ હોય તો આ વધારા ના ઘી ને નિતારી લઈ તેને રોટલી ભાખરી ચોપડવા મા લઇ શકાય છે.

તો ચાલો આજ તમે બનાવો આ સ્વાદિષ્ટ શીરો અને મેળવો આ રાજગરા ના પોષક તત્વો..

અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી ત્યાં સુધી બાય..

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ