તમારા મુલાંક પરથી જાણો આ અઠવાડિયામાં તમારે પૈસાની બચત થશે કે નહિં…

સાપ્તાહિક રાશિફળ 30 ડિસે.થી 5 જાન્યુ.: વર્ષ 2020નું પહેલા સપ્તાહમાં આ રાશિને થશે ધનલાભ

આ વખતે સાપ્તાહિક રાશિફળ ખાસ છે કારણ કે આ સપ્તાહ એવું છે જેમાં વર્ષ 2019 પૂર્ણ થાય છે અને નવા વર્ષનો એટલે કે વર્ષ 2020નો પ્રારંભ થનાર છે. કહેવાય છે કે વર્ષની શરૂઆત જેવી હોય તેવું આખું વર્ષ પસાર થાય છે. વર્ષ 2020ના પહેલા સપ્તાહમાં કેટલીક જાતકોનું ભાગ્ય ચમકી જશે જ્યારે કેટલાકને અડચણોનો સામનો કરવો પડશે. તો ચાલો જાણીએ સાપ્તાહિક રાશિફળ પરથી કે કયા મુલાંકના જાતકો માટે નવું વર્ષ શુભ સાબિત થશે.

મુલાંક 1- આર્થિક લાભ થશે

image source

દરેક જગ્યાએથી ધન લાભ થવાની શક્યતા છે. આ સપ્તાહમાં મહત્વપૂર્ણ વ્યક્તિઓના સંપર્કમાં અનાયાસ આવશો અને તેનાથી પણ તમને લાભ પ્રાપ્ત થશે. જીવનના ધ્યેય તરફ આગળ વધશો અને શત્રુઓનો નાશ થશે.

મૂલાંક 2- સ્વાસ્થ્ય સાચવો

image source

શિક્ષણ સંબંધી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ સપ્તાહનો અંત શુભ સમાચાર લાવશે. સપ્તાહના અંતિમ બે દિવસ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

મૂલાંક 3- પ્રસિદ્ધિ વધશે

image source

આ સપ્તાહમાં જીવનયાપનની બાબતમાં સુખ સુવિધા વધશે અને પારિવારિક સુખ પણ પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક થશે અને ખ્યાતિ પ્રાપ્ત થશે. પ્રેમ પ્રસંગ સંબંધી બાબતોમાં પણ આ સપ્તાહમાં લાભ થશે.

મૂલાંક 4- પરીવારનો સહકાર પ્રાપ્ત થશે

image source

અસફળતાથી નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સપ્તાહ સકારાત્મક વિચારો લાવશે. પ્રયત્નોને વધારો અને ધ્યેપ પ્રાપ્તિ સુધી મહેનત કરતા રહો. સફળતા અચૂક મળશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.

મૂલાંક 5- માનસિક પરેશાની આવી શકે

image source

આ સપ્તાહમાં અન્યની ભુલથી તમને માનસિક તાણનો સામનો કરવો પડી શકે છે. તમારી લાગણીની અભિવ્યક્તિ બગડેલા સંબંધોને સુધારી શકે છે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી સતર્કતા રાખવી.

મૂલાંક 6- સમસ્યાઓ પર ધ્યાન આપો

image source

આર્થિક, સ્વાસ્થ્યલક્ષી કે કોઈપણ સમસ્યા ચાલતી હોય જીવનમાં તો તેના પર ધ્યાન આપો. તેનાથી તમારું મન ઉદાસ ન થાય તેનું ધ્યાન રાખવું. સપ્તાહના અંત સાથે સમસ્યાઓનો પણ અંત આવશે. શનિવારના દિવસે કોઈ મંદિરમાં જઈ નાળિયેર ચઢાવવું.

મૂલાંક 7- ચિંતામાં વધારો થશે

image source

સપ્તાહના મધ્યમમાં માનસિક ચિંતા વધી શકે છે. વિરોધી પક્ષ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. જો કે તમે તમામ ષડયંત્રોથી મુક્ત થઈ શકો છો. દાંપત્યજીવનમાં તકરાર ન થાય તેનું ધ્યાન રાખજો નહીં તો ચિંતા વધશે.

મૂલાંક 8- આર્થિક નુકસાનથી બચો

image source

જીવનમાં થયેલા કડવા અનુભવો આગામી સપ્તાહમાં કામ લાગશે. મોટા પ્રલોભનથી બચશો તો સમય સારી રીતે પસાર થશે. સપ્તાહ દરમિયાન સૂક્તનો પાઠ કરવાથી આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે.

મૂલાંક 9- લાગણીથી નહીં મગજથી વિચારો

image source

લાગણીમાં આવી જઈ નિર્ણય ન લેવા. આ સપ્તાહમાં કોઈપણ કામ કરો તો મગજથી વિચારજો દિલથી વિચારી કામ ન કરવું. માનસિક સ્થિતિ મજબૂત રાખી આગળ વધવું. શનિવારએ કાલી માતાના મંદિરમાં જઈ નાળિયેર ચઢાવવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ