કંઇક આ રોમેન્ટિક અંદાજમાં સોનમ કપૂરે 2019ને કહ્યુ બાય-બાય, જોઇ લો વિડીયોમાં તમે પણ

સોનમ કપૂરે પતિને કીસ કરી 2020નું કર્યું સ્વાગત

image source

સોનમ કપૂરે 2018માં દિલ્લી બેઝ બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આ જોડીની તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે.

image source

તેઓ ફેમિલિ સાથે હોય, રજાઓ પર હોય કે પછી ક્યાંક રેસ્ટેરન્ટમાં હોય તેમની તસ્વીરો તરત જ સોશિયલ મિડિયા પર જોવા મળે છે.

નવા વર્ષની શુભેચ્છા પાઠવતી એક વિડિયો સોનમ કપૂરે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે જેમાં તેણી પતિને કિસ કરતાં 2019ને વિદાય આપી રહી છે અને 2020નું સ્વાગત કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

આ વિડિયોમાં બન્ને એકબીજા સાથે ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે. આ વિડિયોમાં તે બન્ને એક બીજાને લીપ કીસ કરી રહ્યા છે.

સોનમ-આનંદે નવા વર્ષની શરૂઆત ઇટાલિના સુંદર શહેર રોમથી કરી છે. તેઓ હાલ ઇટાલીમાં રોમેન્ટિક રજાઓ ગાળી રહ્યા છે.

આ વિડિયો શેર કરતાં સોમને એક લાંબુ કેપ્શન લખ્યું છે.

image source

‘આ ગયો આખો દાયકો ખુબ જ તેજસ્વી રહ્યો. મેં ઘણી સારી ફિલ્મોમાં અભિનય કર્યો છે, હું ઘણા અદ્ભુત લોકોને મળી છું, કે જેઓ મારા જીવનભરના મિત્ર બની ગયા છે. મેં ત્રણ ફિલ્મોનું નિર્માણ પણ મારી નાની બહેન રિહા કપૂર સાથે કર્યું છે અને મને ખ્યાલ આવ્યો છે કે બહેનો ઉત્તમ પાર્ટનર સાબિત થઈ શકે છે અને કંઈ પણ કરી શકે છે. ફિલ્મો બનાવવાની સાથે સાથે અમારા ફેશનના પેશનને ધ્યાનમાં રાખીને અમે Wearerheson પણ શરૂ કર્યું છે.

image source

હું મારા સોલમેટ આનંદઆહુજાને મળી અને તેની સાથે લગ્ન કર્યા અને અમે એક સાથે એક ઘર બનાવ્યું. પણ આ દાયકામાં જો હું સૌથી મહત્ત્વનું કંઈ શીખી હોવ તો તે છે જીવનના ઘણા બધા માર્ગો વિષે અને વ્યક્તિએ એવો જ માર્ગ પસંદ કરવો જોઈ જે યોગ્ય ઇરાદા ધરાવતો હોય. મારા કુટુંબ અને મિત્રનો આભાર. તમે જ મને સંપૂર્ણ બનાવો છો. તમને હંમેશા પ્રેમ મળે.’

image source

છેલ્લે સોનમ પોતાના પિતા સાથે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ ફિલ્મમાં જોવા મળી હતી.

આ ફિલ્મમાં તેણીના પિતા ઉપરાંત તેની સાથે જુહી ચાવલા અને રાજકુમાર રાવ પણ હતા. જો કે ફિલ્મને બોક્ષ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી.

image source

એમ પણ સોનમ પોતાની ફિલ્મો કે પોતાના એક્ટિંગ કરતાં પોતાના ફેશનેબલ વસ્ત્રો તેમજ પોતાના બોલ્ડ નિવેદનો માટે વધારે ચર્ચામાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ