દુનિયાની આ હકીકતો જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

મનોવિજ્ઞાનને લગતા કેટલાક સત્યો

image source

૧. ૧૬ થી ૨૮ વર્ષની ઉમર દરમિયાન બનેલી ભાઈબંદી ખુબ જ મજબુત હોય છે જે લાંબો સમય ચાલી શકે છે.

૨. મહિલાઓને ભારે અવાજ વાળા પુરુષો વધારે ગમતા હોય છે કારણે કે તેઓના અવાજમાંથી આત્મવિશ્વાસ છલકાતો હોય છે.

image source

૩. તમને એવા જ લોકો મુશ્કેલીમાંથી નીકળવાનો રસ્તો બતાવે છે જેઓ ક્યારેક ખુબ જ ખરાબ મુશ્કેલીમાં ભરાયા હતા.

૪. સ્માર્ટ લોકો બીજા બધાની સરખામણીમાં ઝડપથી વિચારે છે જેને કારણે તેમના અક્ષર પણ ખરાબ નીકળે છે.

૫. સ્વભાવે શરમાળ લોકો પોતાના વિશે ખુબ જ ઓછું બોલતા હોય છે.

 

image source

૬. રાત્રિ દરમિયાન મગજમાં આવતા વિચારોને તમે નિયંત્રણમાં નથી રાખી શકતા, તો ઉભા થઈને તે વિચારો લખી દો. આમ કરવાથી તમારું મગજ શાંત થશે અને તમે આરામથી ઊંઘી શકશો.

૭. જે લોકો બીજાને હસાવવાનો પ્રયત્ન કરતા હોય છે ઘણી વાર તે જ લોકો એકલા પડી જતા હોય છે.

૮. આપણી ખુશીની અસર આપણી ઊંઘ ઉપર પણ પડે છે. જો તમે વધારે ખુશ છો, તો તમને ઓછી ઊંઘમાં સંતોષ મળી જશે.

image source

૯. તમારા બેસ્ટ ફ્રેન્ડ જોડે લગ્ન કરવાથી છૂટાછેડા થવાની સંભવાના ૭૦ % જેટલી ઘટી જાય છે.

૧૦. ઘણી બધી જગ્યાએ ફરવા જવાથી તમારુ માનસિક સ્વાસ્થ્ય તો સુધારે છે જ પણ સાથે સાથે હાર્ટ અટેક તેમજ ડીપ્રેશનનો ભય પણ ઘટાડી શકાય છે.

૧૧. ૬૮% થી પણ વધારે લોકો ઉપર ફેન્ટમ વાઈબ્રેશન સિન્ડ્રોમની અસર જોવા મળે છે જેમાં મોબઈલ વાઈબ્રેટ ન થતો હોવા છતાં એવો અનુભવ થાય છે.

image source

૧૨. ખુબ જ લાંબા સમય સુધી એકલા રહેવાથી તમારા શરીર ઉપર ખરાબ અસર થાય છે જે એક દિવસની ૧૫ સિગારેટ પીવાથી થતી અસર જેટલી ખરાબ સાબિત થઈ શકે છે.

૧૩. આપણી લાગણીઓની અસર આપણી વાત કરવાની રીત ઉપર થતી નથી પરંતુ આપણી વાત કરવાની રીત, લાગણીઓ ઉપર અસર બતાવી શકે છે.

image source

૧૪. મ્યુસિક તમને શાંતિ, આરામ અને ખુશી આપી શકે છે.

૧૫. તમારા મનગમતા વ્યક્તિનો ફક્ત હાથ જ પકડવાથી તમારો બધો થાક અને ચિંતા ઓછી થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ