ના કર્યો કોઇ વિચાર અને એક વર્ષની દીકરીને રૂમમાં પૂરીને જતી રહી સગી માતા, જાણો જ્યારે વર્ષો પછી દીકરી મળી ત્યારે શું થયુ…

સમય ક્યારે બદલાઈ જાય એની જાણ કોઈને હોતી નથી. રાજા રંક બની જાય છે, રંક રાજા. સમયનું ચક્ર પણ નિરાળું છે. આ વાતને યથા યોગ્ય સાબિત કરે એવી ઘટના વિષે આજે અમે આપને જણાવીશું. આ બનાવ રશિયામાં બનવા પામ્યો છે.

image source

ઘટના કઈક એવી છે કે, રશિયાના એક ઘરમાં એક માતા પોતાની એક વર્ષીય દીકરીનો ત્યાગ કરી દે છે અને આ જ દીકરી અંદાજીત ૧૫ વર્ષ પછી રશિયા દેશની સૌથી સુંદર અને લોકો દ્વારા પ્રશંસાને લાયક બનીને સામે આવે છે. અંદાજીત ૧૫ વર્ષ પહેલા રશિયા દેશના યારોસ્લેવ શહેરમાં એક વ્યક્તિને એક ઘરની અંદરથી કોઈ નાના બાળકનો રડવાનો અવાજ સાંભળવા મળે છે.

image source

તે સમયે આ વ્યક્તિને એવું લાગે છે કે, આ ફક્ત તેના મનનો ભ્રમ છે. તેમ છતાં આ રીતે બાળકનો રડવાનો અવાજ ઘણા દિવસો સુધી આવ્યા કરે છે. ત્યારે આ વ્યક્તિ પોલીસને ફોન કરીને આ બાબતની જાણકારી આપે છે. જયારે પોલીસ આ ઘરે પહોચે છે ત્યારે ઘરની અંદર જે જોવે છે તેને જોઇને ચૌકી જાય છે, કેમ કે, પોલીસને ઘરની અંદરથી એક વર્ષીય બાળકી મળી આવે છે. ઉપરાંત નવાઈ પમાડે એવી વાત તો એ છે કે, એ ઘરમાં રહેતા હતા એ વ્યક્તિઓ ઘરની બધી જ વસ્તુઓ લઈને ચાલ્યા ગયા હતા.

image source

પણ આ વાત જોઈ શકાય છે કે, ઘરમાં રહેતી વ્યક્તિઓ આ બાળકીને એકલી છોડીને ચાલ્યા ગયા છે. ત્યાર પછી બાળકી ઘણા દિવસ સુધી ઘરમાં એકલી હોવાથી નબળી થઈ જવાના કારણે સૌપ્રથમ આ બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે. ત્યાર પછી આ બાળકીની ઓળખ લીઝા વેરબિટ્સકાયાના નામથી થઈ હતી.

લીઝાના સ્વસ્થ થઈ ગયા પછી તેના માતા પિતાની શોધ પોલીસએ શરુ કરી દીધી પણ ક્યાયથી પણ લીઝાના માતા પિતાની કોઈ ખબર ના મળતા લીઝાને હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ થયા પછી અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવે છે. લીઝાની જયારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે ઇન્ના નિકા નામની એક મહિલા પોતાના દીકરાની સારવાર માટે તે આ જ હોસ્પિટલમાં આવી હતી જેના લીધે નિકા નજર લીઝા પર પડે છે.

image source

નિકાને જયારે જાણ થાય છે કે લીઝાને તેના માતા પિતા દ્વારા ત્યજી દેવામાં આવી છે તો આ સાંભળીને નિકાનું હ્રદય દ્રવી ઉઠે છે. ત્યાર પછી નિકા રોજ લીઝાને મળવા લાગી અને લીઝા માટે રોજ નવા રમકડા કે પછી લીઝા માટે ભોજન પણ બનાવીને લાવતી હતી. ઇન્ના નિકાને સંતાનમાં બે દીકરા હોવાથી તેણે ક્યારેય દત્તક બાળક લેવાનો વિચાર કર્યો હતો નહી.

તેના થોડાક દિવસ પછી ઇન્ના નિકાને જાણકારી મળે છે કે, લીઝાને હવે કોઈ અનાથાશ્રમમાં મોકલી આપવામાં આવી છે. તે સમયે ઇન્ના નિકાને એવું લાગે છે કે તે પોતે લીઝાથી દુર રહી શકશે નહી. એટલા માટે ઇન્ના નિકાએ તાત્કાલિક લીઝાને દત્તક લેવા માટેની તૈયારી શરુ કરી દે છે. ઇન્ના નિકાએ બધી તૈયારી કરી લીધા પછી લીઝા કાયદાકીય રીતે ઇન્ના નિકાની દત્તક દીકરી બની જાય છે.

image source

લીઝાને ખુબ જ નાની ઉમરમાં ઊંડો આઘાત લાગ્યો હોવાથી લીઝાને મોટા અવાજથી ભય લાગી રહ્યો હતો તેમછતાં ઇન્ના નિકાએ લીઝાની એવી રીતે પરવરીશ કરી કે, લીઝા આજે એક અદ્દભુત ડાંસર અને મોડલ બની ગઈ છે. લીઝા, ઇન્ના નિકાની દત્તક દીકરી હોવાના કારણે ઇન્ના નિકાના દીકરાઓ એટલે કે પોતાના ભાઇઓથી અલગ દેખાવ હોવાના લીધે શાળામાં લીઝાને ખુબ હેરાન કરવામાં આવતી હતી, તેમ છતાં લીઝામાં ઇન્ના નિકાના પ્રોત્સાહન કારણે લિઝામાં આત્મવિશ્વાસ યથાવત રહ્યો, જયારે લીઝા થોડીક મોટી થઈ ગઈ ત્યાર પછી લીઝા એક મોડલ બની ગઈ અને કેટલાક બ્યુટી કોન્ટેસ્ટની વિનર પણ બની ગઈ છે.

તાજેતરમાં લીઝા ખુબ જ ફેમસ થઈ ગઈ છે ત્યારે આ સમયે લીઝાની જન્મદાતા મહિલા હવે લીઝાના સંપર્કમાં આવવાનો પ્રયત્ન કર્યો પણ ઇન્ના નિકાએ તે મહિલાને લીઝા સાથે સંપર્ક થવા દીધો નહી. પણ ત્યાર પછી ઇન્ના નિકાએ લીઝાને તેની જન્મદાતા મહિલાનો કોન્ટેક્ટ નંબર આપી દે છે. ત્યારે હવે લીઝા પર આધાર રાખે છે કે લીઝા હવે કોની સાથે રહેશે.?

image source

લીઝાને પોતાની સગી માતાનો કોન્ટેક્ટ નંબર આપી દે છે. પણ લીઝા હવે પોતાને જન્મ આપનાર માતાનું મોઢું પણ જોવા ઈચ્છા રાખતી નથી. તેમજ ઇન્ના નિકાને જ પોતાની માતા માને છે. આ બધું થયું તે દરમિયાન લીઝા કેટલાક ટેલેન્ટ કોમ્પીટીશન અને બ્યુટી પેજન્ટમાં વિનર બની જાય છે. લીઝાને એક ટીન મોડલ તરીકે પણ કામ મળી જાય છે. ઇન્ના નિકાના પ્રેમના લીધે એક બાળકીનું જીવન બચી જાય છે. ઉપરાંત કેટલું સુખદ છે કે પ્રેમ અને યોગ્ય સંભાળ કોઇપણ વ્યક્તિના જીવનને ઘણી હદ સુધી બદલી નાખે છે અને એક ચમત્કાર સર્જાય જાય છે.

source : gujjurocks

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ