રાત્રે મુંબઈના મિત્રો સાથે પાર્ટી કરી અને બીજા દિવસે આ રૂપાળી મોડેલે 14મા માળેથી કૂદીને કરી આત્મહત્યા, હતી ડિપ્રેશનમાં

હાલમાં બધાના હાજા ગગડાવી નાખે એવા એક સમાચાર સામે આવી રહ્યા છે. આમ તો આપઘાતના કેસ ઘણા સામે આવે છે પરંતુ આ વખતે કંઈક અલગ જ કેસ સામે આવ્યો છે. મુંબઈમાં મોડેલિંગની દુનિયામાં વ્યસ્ત મોડલની જિંદગીમાં ભૂચાલ આવ્યો હતો જ્યારે બે વાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આને કારણે તે તેની કારકીર્દિ વિશે એટલી નારાજ થઈ ગઈ કે તેણે 14 મા માળેથી કૂદીને પોતાનો જીવ આપ્યો. હતાશા દર્શાવતી આ ઘટના યુપીના ગૌતમ બુધ નગર જિલ્લાની છે. દિલ્હીના મયુર વિહારમાં રહેતી પ્રિયા ઉર્ફે ભાવના તેની મોટી બહેન પ્રિયંકા સાથે પેરામાઉન્ટ ઇમોશન સોસાયટીમાં થોડા દિવસ રોકાઈ હતી. તે કોરોના સમયગાળા પહેલા મુંબઈમાં મોડેલિંગ કરતી હતી.

image source

બે વાર લોકડાઉનને કારણે આ સમયે તેણી તેની કારકિર્દીની ચિંતામાં હતી. છેલ્લા કેટલાક દિવસોથી તે ગ્રેટર નોઈડા વેસ્ટમાં તેની બહેનના ઘરે રોકાઈ હતી. સોમવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્રિયા અચાનક સોસાયટીના 14 મા માળે આવેલી તેની બહેનના ફ્લેટ ડી -1403 ની અટારીમાંથી કૂદી ગઈ હતી. જોનારાની બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવતીને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતકે કોઈ સુસાઇડ નોટ છોડી નથી. બનાવની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પરિવારના સભ્યોએ માહિતી આપી છે કે લોકડાઉન બાદ મોડેલિંગ કારકિર્દીમાં સફળતા ન મળવાના કારણે મૃતક ડિપ્રેશનમાં હતી.

image source

પોલીસે પણ આ ઘટના વિશે વાત કરી હતી કે મોડલ પ્રિયા તેની મોટી બહેનના ત્યાં રહેતી હતી. ત્યાં રવિવારે તેને મળવા મુંબઈથી એક મિત્ર આવ્યો હતો. રવિવારે પ્રિયા અને તેના મિત્રએ મોડે સુધી પાર્ટી કરી હતી. પ્રિયાની મોટી બહેને આ વાત તેની માતાને જણાવી દીધી હતી. ત્યાર પછી પ્રિયાની માતા સોમવારે તેના ઘરે પહોંચી હતી અને તેને લઢી હતી. પ્રિયાની માતા મોટી બહેનના ઘરેથી જતી રહી પછી પ્રિયાએ આત્મહત્યા કરી છે. પોતાની માતાની વઢથી નારાજ પ્રિયાએ સોસાયટીના 14મા ફ્લોર પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રિયાએ જ્યારે 14મા માળેથી કૂદીને છલાંગ લગાવી ત્યારે તે ગંભીર રીતે ઘાયલ હતી. અને પછી તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આપઘાતના આગળના દિવસે જ પ્રિયાએ મુંંબઈથી આવેલા મિત્રો સાથે પાર્ટી પણ કરી હતી એવું જાણવા મળી આવ્યું છે.

image source

જો કે આ બધાની સાથે એ વાત પણ જાણવા મળી રહી છે કે પ્રિયા થોડા દિવસ પહેલાં જ તેની મોટી બહેનના ઘરે આવી હતી અને ત્યારથી કોઈને કોઈ વાતે અપસેટ હતી. તેની મોટી બહેનનું માનવું છે કે, તેના બોયફ્રેન્ડના કારણે પણ તે અપસેટમાં હોય તેવુ લાગતું હતું. તે અમારા ઘરે મળવા પણ આવ્યો હતો અને તેના કારણે ઘરના લોકો પણ નારાજ હતા.

image source

એ સિવાય પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, પ્રિયાને તેની માતાએ લઢ્યા પછીથી તે મરવાની વાતો કરવા લાગી હતી. તે પછી તેની માતાએ તેને સમજાવી પણ હતી અને તે સમજી પણ ગઈ હતી. જો કે હવે અચાનક જ આ સમાચાર સામે આવતા લોકો અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong