લગ્ન બાદ કન્યા પક્ષે એવી વિદાઈ આપી કે વરરાજાના આંખમા આસું આવી ગયા, જોઇ લો વિડીયોમાં તમે પણ

સોશિયલ મીડિયા પર એકથી વધુ ફની વીડિયો શેર કરવામાં આવે છે. આમાંના કેટલીક વિડિયોઝ હાસ્યજનક હોય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે. તે જ સમયે, કેટલાક વિડિયોઝ એવા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કેટલાક લોકો હેડલાઇન્સમાં રહેવા માટે આમ કરે છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દુલ્હનને વિદાય આપવામાં આવી રહી છે.

આપણે બધા જાણીએ છીએ કે ભારતીય લગ્નોમાં બધી વિધિઓ હૃદયસ્પર્શી હોય છે. જેમાં પ્રેમ, વિશ્વાસ, સંબંધ, સંભાળ પ્રતિબિંબિત થાય છે. જો કે તમે સામાન્ય રીતે વિદાય સમયે કન્યાને રડતા જોઈ જ હશે, પણ જે વીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે તેમાં એક અલગ જ દ્રશ્ય ચાલી રહ્યું છે.

વિડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન હસતાં-હસતાં પોતાનાં ઘરની બહાર નીકળી રહી છે. ઘરના બધા સભ્યોએ પણ તેને ખુશીથી વિદાય આપી રહ્યા છે. સગાસંબંધીઓ તેને ગળે લગાવી રહ્યા હોવા છતાં દુલ્હનના ચહેરા પરનું સ્મિત અકબંધ હતું. આ જોઈને કોઈએ કહ્યું કે હવે વરરાજાના આંસુ આવી જશે. આ સાંભળીને તાળીઓનો અવાજ તીવ્ર થઈ ગયો.

લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર વધુને વધુ શેર કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યૂઝર્સે વિડિયો પર તેમની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કહ્યું કે ગંગા અહીં વિપરીત વહી રહી છે. બીજા વપરાશકર્તાએ લખ્યું કે આ અત્યાર સુધીનો સૌથી મનોરંજક વિડિયો છે, આશ્ચર્યજનક! આ સિવાય અન્ય ઘણા વપરાશકર્તાઓએ આ વિડિયોના જુદી જુદી રીતે વખાણ કર્યા હતા. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે આ ફની વીડિયો દુલ્હનિયા નામના પેજ પર ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને લોકો દ્વારા ખૂબ પસંદ આવી રહ્યો છે.

તો બીજી તરફ બિહાર આવોજ એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. જ્યાં, વિદાયની આ અનોખી તસવીરો કિશનગંજ જિલ્લાની સિંઘીમારી પંચાયતની જણાવાઈ રહી છે. જ્યાં લગ્ન બાદ કન્યા સાથે પરત ફરી રહેલી જાન કાંકાઇ નદીના જોરદાર પ્રવાહમાં અટવાઈ ગઈ હતી. જાનને ગમ તેમ કરીને નદી પાર કરાવી દેવામાં આવી, પરંતુ કન્યા અટવાઈ ગઈ. ત્યારબાદ વરરાજાએ તેના પતિ ધર્મનું પાલન કર્યું અને, તેણીને તેના ખભા પર ઉચકીને નદી પાર કરાવી.

જણાવી દઈએ કે લોહાગડા ગામનો રહેવાસી શિવા કુમાર રવિવારે તેના લગ્નની જાન સાથે નજીકના પલસા ગામમાં પહોંચ્યો હતો. સોમવારે જાન સાથે સાથે પાછો ફર્યો ત્યારે, રસ્તામાં આવતી કંકાઇ નદી માં ભારે પૂર આવી ગયું. લોકોને સમજાતું નહોતું કે કન્યા આ નદીને કેવી રીતે પાર કરશે. જાનૈયાઓ તો જેમ તેમ કરીને નદીને પાર ચાલ્યા ગયા પરંતુ નવવધૂને નદી પાર કરવામાં મુશ્કેલી આવી રહી હતી, કન્યાને પાણીમાં કેવી રીતે પ્રવેશ કરવો તે સમજવામાં તકલીફ હતી. ત્યાર બાદ વરરાજો જાતે જ નદીમાં નીચે ઉતર્યો પત્નીને ખંભે બેસાડી નદી પાર કરાવી દીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong