ઘરમાંથી નેગેટિવ એનર્જીને દૂર કરવા અજમાવો મીઠાના આ સક્રીય ઉપાય

ઘરમાંથી નેગેટિવ એનર્જીને દૂર કરવા અજમાવો મીઠાના આ સક્રીય ઉપાય

લોકોમાં ફેંગશુઈને લઈને જાગૃતિ વધી રહે છે સાથે જ લોકો તેની ટીપ્સને ફોલો પણ કરે છે. બીજા દેશોની જેમ ભારતમાં પણ ફેંગશૂઈનો ઉપયોગ થવા લાગ્યો છે. તેના ઉપયોગનું સૌથી મોટું કારણ છે કે તે સરળ હોય છે અને તેનું પરીણામ તુરંત જોવા મળે છે. સાથ જ ફેંગશુઈ સાથે જોડાયેલી વધારે વસ્તુઓ બજારમાં સરળતાથી મળતી થઈ છે. આમ જોવા જઈએ તો ફેંગશુઈ ચીનનું વાસ્તુ શાસ્ત્ર જ છે.

image source

ફેંગનો અર્થ થાય છે વાયુ અને શુઈનો અર્થ થાય છે પાણી. તેનો સીધો અર્થ થાય છે ફેંગશુઈ શાસ્ત્ર જલ અને વાયુ પર આધારિત હોય છે. ચીન જ નહીં બીજા દેશોમાં પણ તેની લોકપ્રિયતા વધી છે. તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે તેમજ નકારાત્કમ શક્તિને દૂર કરવા માટે ફેંગશૂઈ ટિપ્સને અપનાવી શકો છો.

– ઘરમાં નેગેટિવ એનર્જી વધી ગઈ હોય અને મન ભારે રહેતું હોય તો તેનાથી બચવા માટે તમને નમકનો પ્રયોગ કરી શકો છો. તેના માટે ઘરની પૂર્વ દિશામાં માટીના એક નાના પાત્રમાં વાસણમાં નમક ભરી અને રાખી દેવું. આ નમકને દર 24 કલાકમાં બદલી દેવું.

image source

– ફેંગશૂઈ અનુસાર ઘરના મુખ્ય દરવાજાના હૈંડલ પર સિક્કા લટકાવવાથી સંપતિ અને સૌભાગ્ય વધે છે. તેના માટે તમારે ત્રણ જૂના સિક્કાની જરૂર પડશે. આ સિક્કાને લાલ દોરામાં બાંધી અને દરવાજાના હૈંડલમાં લટકાવી દેવા. આવા સિક્કા તૈયાર પણ બજારમાં સળતાથી મળી જાય છે. તેનાથી તુરંત લાભ થવા લાગશે. જો કે ધ્યાન એટલું રાખવું કે સિક્કાને ઘરની અંદરની તરફ લટકાવવા બહારની તરફ ભુલથી પણ ન લગાવવા.

– વિંડ ચાઈમને લોકો સજાવટ માટે રાખતા હોય છે પરંતુ ઘરની સુંદરતા વધારતા આ વિંડ ચાઈમ તમારા ભાગ્યને પણ ચમકાવી શકે છે. ઘરમાં પૂર્વ દિશામાં વિંડ ચાઈમ લગાવવું. વિંડ ચાઈમ હવાની અવરજવર થતી હોય ત્યાં જ રાખવું. એટલે જ્યારે પણ હવાથી આ વિંડ ચાઈમ રણકે છે તો તેમાંથી મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે અને તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે.

image source

– ફેંગશુઈમાં ડ્રેગનને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ડ્રેગન ઘરમાં રાખવાથી ઘરનું રક્ષણ થાય છે. તમે ડ્રેગનની મૂર્તિ અથવા ફોટો પણ લગાવી શકો છો. ડ્રેગન પણ અલગ અગલ પ્રતિકૃતિના મળતા હોય છે. આ ડ્રેગન ઘરને નેગેટિવ એનર્જીથી બચાવે છે અને સકારાત્કમ ઊર્જાનો સંચાર વધારે છે.

– ફેંગશુઈમાં વાંસના છોડનું પણ મહત્વ છે. વાંસના છોડ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઘરના ડ્રોઈંગ રુમમાં વાંસનો છોડ લગાવવાથી પરીવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને ક્લેશ દૂર થાય છે. બેઠક આ છોડ રાખવાનું કારણ એ છે કે આ રુમમાં ઘરના દરેક સભ્યો સમય પસાર કરે છે. તેથી આ રુમમાં આ છોડ પૂર્વ દિશામાં રાખવો. તેનાથી પરીવારના સભ્યોનું આયુષ્ય પણ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ