અમૂલે લોકોની ભારે માંગ વચ્ચે રામાયણના દર્શકો માટે જૂની જાહેરાતો શેર કરી, જોઇ લો વિડીયોમાં…

અમૂલે લોકોની ભારે માંગ વચ્ચે રામાયણના દર્શકો માટે પોતાની દાયકાઓ જૂની જાહેરાતો શેર કરી – અને લોકો પોતોના ભૂતકાળમાં સરી પડ્યાં

image source

રામાયણના દર્શકોને નોસ્ટેલ્જીક ફીલીંગ આપવા માટે અમૂલે પણ પોતાની દાયકાઓ જૂની જાહેરાતો શેર કરી

હાલ આખાએ દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું 21 દિવસનુ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને ચોક્કસ ઘરમાં પૂરાઈ રહેવાની ફરજ પડી છે જે લોકોના હીત માટે જ છે પણ સાથે સાથે લોકો ઘરે રહીને કંટાળી પણ રહ્યા છે અને એક અહેવાલ પ્રમાણે તો લોકોમાં નિરાશાનું પ્રમાણ પણ વધ્યું હોવાનું નોંધાયું છે. લોકોની આ નિરાશા દૂર કરવા માટે અમદાવાદમાં કેટલીક જગ્યાએ તો પોલીસે લોકોને ચીયરઅપ કરવા માટે ડીજે પણ બોલાવ્યા હતા તો વળી કેટલીક સોસાયટીમાં બાલ્કનીમાં ઉભા રહીને ગરબાની રમઝટ પણ બોલાવામાં આવી હતી.

image source

આ સમય દરમિયાન લોકોની નિરાશા દૂર કરવા લોકોની માંગને માન આપીને દૂરદર્શન પર ફરી એકવાર જૂના શોઝ જેમ કે રામાનંદ સાગરની રામાયણ, બીઆર ચોપરાની મહાભારત, શક્તિમાન, શ્રીમાન શ્રિમતી, ચાણક્ય અને બીજી કેટલીક સીરીઝ પ્રસારિત કરવાની શરૂ કરી છે અને એક ઝાટકે રામાયણ તેમજ મહાભારતને કરોડો વ્યૂઅર્સ મળી ગયા છે.

પણ અમુલે પણ એક પહેલ શરૂ કરી છે, દાયકાઓ જૂની આ સીરીઝ વખતે અમૂલ જે જાહેરાતો દૂરદર્શન પર દર્શાવતું હતું તે તેમણે દૂરદર્શન પર પ્રસારિત કરવાની શરૂ કરી છે. અને લોકો અમૂલની આ પહેલ પર ઓવારી ગયા છે. ગયા રવિવારે અમુલે આ જાહેરાતો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પણ શેર કરી હતી.

અમુલે પોતાના અધિકારીક ટ્વીટર અકાઉન્ટ પર પોતાની જુની ટીવી કમર્શીયલ શેર કરતા ટ્વીટ કર્યું હતું, ‘લોકોની માંગને ધ્યાનમાં રાખીને, અમને તમારી સાથે 1990ના દાયકા દરમિયાન રામાયણ તેમજ મહાભારત વખતે જે જાહેરાતો રજૂ કરવામાં આવી હતી તે તમારી સાથે શેર કરી ખુશી અનુભવીએ છે.’

તમને જણાવી દઈએ ટ્વીટર દ્વારા અમુલ કંપનીએ 10 જેટલી જૂની એડવર્ટાઇઝમેન્ટ સોશિયલ મિડિયા પર રજૂ કરી હતી. ચાલો જોઈએ આ જાહેરાતોને અને 90ના દાયકામાં સરી પડીએ. 90ના દાયકાના બાળકો તો ફરી એકવાર બાળપણ જીવી લેશે.

નેટીઝન્સને અમુલનો તેમની જૂની એડવર્ટાઇઝમેન્ટ્સને રામાયણના રીટેલીકાસ્ટ દરમિયાન અને સોશિયલ મિડિયા પર શેર કરવાનો આ નિર્ણય ખૂબ ગમી ગયો છે. ટ્વીટર અમુલના વખાણ કરતી કમેન્ટ્સથી ઉભરાઈ રહ્યું છે. વાસ્તવમાં રિવાવારના દીવસે અમૂલ ભારતના ટ્વીટરનો ટોપ ટ્રેન્ડ રહ્યુ હતું.

ઘણા બધા ટ્વીટર યુઝરે પોતાની લાગણી વ્યક્ત કરતા ટ્વીટ કર્યા હતા. એક ટ્વીટર યુઝરે લખ્યું હતું, ‘અમૂલની જૂની જાહેરાતો જાણે કોઈ જૂના ખજાના સમાન છે. હાલ એવું લાગી રહ્યું છે જાણે તે સમયમાં જીવી રહ્યા હોઈએ,’ તો વળી બીજા ટ્વીટર યુઝરે આ જૂની જાહેરાતોને બ્રીલીયન્ટ ગણાવી હતી.

તો કેટલાકે લખ્યું હતું કે તેઓ ટેલીવીઝન પર માણી રહ્યા છે. તો વળી એક વ્યક્તિએ તો અમૂલનો આભાર પણ માન્યો હતો તેણે જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે જ આપણે ફરી પાછા બાળક થઈ ગયા હોઈએ, બાળપણના દીવસો યાદ આવી ગયા…

image source

તમે કદાચ અવારનવાર અવલોકન કર્યું હશે કે અમુલ કંપની ઘણીવાર વર્તમાનમાં ઘટી રહેલી ઘટનાઓના આધારે એડવર્ટાઇઝમેન્ટ કરતી રહે છે. આખોએ દેશ અમૂલની ડેરી પ્રોડક્ટ્સને સારી રીતે જાણે છે ગુજરાતમાં તો લગભગ ખૂણે ખૂણે અમૂલ દૂધ વેચાય છે. અમૂલની જાહેરાતો હંમેશા અલગ રહી છે તે પછી દાયકાઓ જૂની જાહેરાતો હોય કે વર્તમાન સમયની જાહેરાતો હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ