ઘરમાં રહો, સુરક્ષિત રહો: પહેલા જોઇ લો આ VIDEO, નહિ તો અનેક મુશ્કેલીમાં મુકાઇ જશો તમે પણ

ધાબે ભજીયા પાર્ટી અને પત્તા પાર્ટી કરતાં ટોળા પકડાયા – જુઓ વિડિયો – હસીને લોથપોથ થઈ જશો

image source

દેશના વડાપ્રાધાન નરેન્દ્ર મોદી દ્વારા એક દીવસના જનતા કર્ફ્યૂની જાહેરાત બાદ બીજા જ દિવસે 21 દિવસના લોકડાઉની જાહેરાત કરવામાં આવી હતી. આપણે બધા સારી રીતે જાણીએ છે કે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે, મોટી મહાશક્તિ સમાન અમેરિકા પણ કોરોના વાયરસ સામે પાંગળો બની ગયો છે ત્યાં જો આપણા દેશની સ્થિતિ કથળે તો પછી ભારતની સ્થિતિ સૌથી ખરાબ બની શકે છે.

અને માટે જ અગમચેતી વાપરીને પીએમ દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અને અમદાવાદમાં નવા કેસીસ આવતા લોકડાઉનનો ઓર વધારે કડક અમલ કરવાનો શરૂ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ લોકડાઉન લોકો દ્વારા ચૂસ્ત પણે પાળવામાં આવી રહ્યું છે પણ તેમ છતાં ઘણા એવા લોકો છે જેમને ઘરમાં પૂરાઈ રહેવું જરા પણ પસંદ નથી આવી રહ્યું અને તેઓ બહાર નીકળવાના કે પછી ટોળે વળવાના પેંતરા રચે રાખે છે. અને લોકો રસ્તા પર તો નીકળી જ નથી શકતા કારણ કે હવે પોલીસ લોકોને સમજાવી નથી રહી પણ ફટકા મારી રહી છે માટે રસ્તાઓ પર તો કોઈ જવાની હીંમત નથી કરી રહ્યું. પણ આવા લોકો પોતાની સોસાયટીના પાર્કીંગમાં, કોમન એરિયામાં તેમજ ધાબા પર ટોળે વળી રહ્યા છે.

image source

અને આવા લોકોને ઠેકાણે પાડવા માટે પોલીસ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. ડ્રોનને પોલીસની ત્રીજી આંખ પણ કહેવામાં આવી રહી છે. ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, સૂરત ઉપરાંત નાના શહેરોમાં પણ પોલીસ ડ્રોન દ્વારા જાપતો રાખી રહી છે. અને પોલીસનું ડ્રોન આકાશમાં ફરતું જોતાં જ લોકો છુટ્ટા પડી જાય છે અને કેટલાક તો રીતસરના ઉભી પૂછડીએ ભાગતા જોવા મળ્યા છે.

હાલ સોશિયલ મિડિયા પર કેટલીક વિડિયો વાયરલ થઈ રહી છે જેમાં પોલીસ રસ્તે લટાર મારવા નીકળી પડેલા લોકોને ડંડા મારી રહી છે તો વળી કેટલાકને ઉઠ-બેસ પણ કરાવી રહી છે. અને કેટલીક ડ્રોન વીડિયો પણ વાયરલ થઈ છે. તો ચાલો તમને બતાવીએ આ ડ્રોન વિડિયો.

આ ડ્રોન વિડિયો સૂરતના વરાછા રોડ વિસ્તારની છે. અહીં કોઈ એપાર્ટમેન્ટના ધાબા પર કેટલાક લોકો ટોળે વળીને ભજીયા પાર્ટી કરી રહ્યા છે. કેટલાક પુરુષો પાથરણા પાથરીને આરામથી ધાબા પર ટોળે વળીને બેઠા છે અને ભજીયાની તૈયારીઓ કરી રહ્યા છે. જેવું જ ઉપર ડ્રોન ફરતું તેઓ જુએ છે કે તરત જ એક પછી એક વ્યક્તિ નીચે પોત પોતાના ફ્લેટમાં સરકી જાય છે.

તો આ બીજો વિડિયો છે અમદાવાદના ઓઢવ વિસ્તારનો. અહીં કેટલાક લોકો ભજીયા નથી બનાવી રહ્યા પણ ટોળે વળીને જુગાર રમી રહ્યા છે. જે કદાચ આ લોકડાઉનની એક આડ અસર છે અને અત્યંત નુકસાનકારક છે. અહીં ધાબા પર લગભગ 11 જણનું ટોળુ જુગાર રમી રહ્યું છે. તમે જોઈ શકો છો કે પાથરણા પર પત્તા પણ પથરાયેલા પડ્યા છે. જેવું જ ડ્રોન તેમના ધાબા પર આવે છે કે તરત જ તેઓ નીચે જવા દોટ મૂકે છે. તેમાંની એક વ્યક્તિ તો અપંગ છે જે માંડ માંડ સીડી નજીક પહોંચી રહી છે. ખરા નંગ લોકો છે.

લોકડાઉનના સખત પાલન માટે રાજ્યના દરેક મોટા નાના શહેરોમાં પોલીસ ડ્રોન દ્વારા લોકો પર કડક જાપતો રાખી રહી છે. તમને જણાવી દઈ કે ડ્રોન દ્વારા પેટ્રોલીંગ કરીને જામનગર પોલીસે આવા લોકો પર ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરી છે. જામનગર પોલીસ દ્વારા થોડા દિવસ પહેલાં અહીંના રેલ્વે સ્ટેશન રોડ તેમજ બેડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલીંગ કર્યું હતું અને તે દ્વારા પકડાયેલા 200થી પણ વધારે લોકો પર કામગીરી કરી હતી.

અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન દ્વારા પણ તેમની હદના વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ સિવાય બીજી કોઈ જ સામાન્ય વ્યક્તિ તમને રસ્તે નજરે નથી પડતી. એકલ દોકલ ભાગ્યે જ કોઈ વાહન રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ