આજે મત્સ્ય બારસ: આજના દિવસે ખાસ કરો આ મંત્રનો જાપ, અનેક મુશ્કેલીઓ થઇ જશે દૂર, સાથે જાણો મત્સ્ય અવતારનું મહત્ત્વ પણ

આ દિવસે ભગવાન વિષ્ણુએ વેદોની રક્ષા કરવા માટે મત્સ્યનું સ્વરૂપ ધારણ કરીને અસુર હયગ્રીવની હત્યા કરી હતી.

-આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા મત્સ્ય એટલે કે, માછલીના સ્વરૂપમાં કરવામાં આવે છે.

હિંદુ પંચાંગમાં જણાવ્યા મુજબ માગશર માસમાં આવતા શુક્લ પક્ષની બારસ તિથિના દિવસને મત્સ્ય બારસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે, મત્સ્ય બારસનું આ વ્રત આજ રોજ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ માગશર માસની શુક્લ પક્ષની બારસની તિથિના દિવસે મત્સ્ય એટલે કે, માછલીનું સ્વરૂપ ધારણ કરીને અસુર હયગ્રીવની હત્યા કરી દીધી હતી અને ભગવાન વિષ્ણુ દ્વારા વેદોની રક્ષા કરવામાં આવી હતી.

image source

એના લીધે માગશર માસના શુક્લ પક્ષની બારસની તિથિના દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની પૂજા કરવામાં આવે છે. મત્સ્ય અવતારને ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર માનવામાં આવે છે. હિંદુ ધર્મના ધાર્મિક પુરાણો માંથી એક મત્સ્ય પુરાણમાં જણાવ્યા મુજબ માગશર માસના શુક્લ પક્ષની બારસના દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની પૂજા કરવાથી ભક્તોની તમામ પ્રકારની મુશ્કેલીઓ દુર થઈ જાય છે.

મત્સ્ય અવતારનું મહત્વ:

image source

ભગવાન વિષ્ણુના ૧૨ અવતાર માંથી પ્રથમ અવતાર મત્સ્ય અવતાર છે. ભગવાન વિષ્ણુના પ્રથમ અવતાર મત્સ્ય અવતારની પૂજા માગશર માસના શુક્લ પક્ષની બારસના દિવસે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના સંકટ દુર કરી દે છે અને ભક્તોના તમામ કાર્યોને સિદ્ધ કરવામાં સહાય કરે છે.

પૂજા વિધિ:

image source

આપે માગશર માસના શુક્લ પક્ષની બારસના દિવસે સવારના સમયે વહેલા ઉઠીને સ્નાનાદી કાર્ય પૂર્ણ કરી લીધા પછી આપે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના નામથી ઉપવાસ કરીને પૂજા- અર્ચના કરવાની સાથે આરાધના કરવી જોઈએ. આપે ભગવાન વિષ્ણુની પૂજા કરવા દરમિયાન આ મંત્રનો જાપ કરવો.

image source

મંત્ર:

ૐ મત્સ્યરૂપાય નમઃ॥

આપે ભગવાન વિષ્ણુની પૂજા- અર્ચના કરતા સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

આ સાથે જ આપે મત્સ્ય બારસના દિવસે કોઈ જળાશય કે પછી નદીમાં માછલીઓ માટે ભોજન નાખવું જોઈએ.

મત્સ્ય અવતારની કથા:

image source

સનાતન ધર્મના ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ એક વખત બ્રહ્મ દેવની અસાવધાનીના કારણે અસુર હયગ્રીવએ વેદોની ચોરી કરી લેવામાં આવ્યા હતા. અસર હયગ્રીવ દ્વારા વેદોને ચોરી કરી લેવાના લીધા સંસાર માંથી જ્ઞાન લુપ્ત થવા લાગ્યું. સંસારમાં દરેક જગ્યાએ અજ્ઞાનતાનો અંધકાર પ્રસરવા લાગ્યો હતો. તે સમયે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા કરવા માટે મત્સ્ય અવતાર ધારણ કરે છે અને દૈત્ય હયગ્રીવની હત્યા કરી દે છે અને દૈત્ય હયગ્રીવ પાસેથી વેદોની રક્ષા કરીને વેદોને ફરીથી બ્રહ્મ દેવને ફરીથી સોપી દેવામાં આવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ