જય હો બજરંગ બલી, ગુજરાતમાં આ જગ્યાએ 90 વર્ષ જૂના વડમાં થયો ચમત્કાર, ‘હનુમાન દાદા’એ આપ્યાં દર્શન

આજે શનિવાર છે અને હનુમાન એટલે કે બજંરગ બલીને યાદ કરવાનો અને ભજવાનો દિવસ છે. ત્યારે આજે બજરંગ બલીને લઈને એક મહત્વના સમાચાર તમને જણાવવા છે અને એ એક મોટા ચમત્કારથી કંઈ ઓછા નથી. તો આવો જાણીએ કે આખરે ગુજરાતમાં કઈ જગ્યાએ આવો ચમત્કાર જોવા મળ્યો છે. જો વાત કરીએ સુરેન્દ્રનગરની તો આ જિલ્લામાં હનુમાન ભક્ત સૌથી વધુ છે અને હનુમાનજીના મંદિરો આવેલા છે. જાતજાતના વિચિત્ર નામ ધરાવતા હનુમાનજીના મંદિરો કે ડેરી વગરની એક પણ શેરી મહોલ્લો કે બજાર હનુમાનના મંદિર વગર જોવા નહિ મળે. ત્યારે આ વાત છે વઢવાણની કે જ્યાં અનેક હનુમાન મંદિર છે.

image source

આ મંદિરોમાં પણ એક વિશેષ છે એ એટલે કે અતિ પ્રાચીન હનુંનામ ડેરી ખાંડી પોળ વિસ્તારમાં 100 વર્ષ જૂની છે. આ સ્થાન અનેક ભક્તોનું આસ્થાનું ધામ છે. અહીં આશરે 90 વર્ષથી વડનું ઝાડ ડેરીની પાછળ ઊંભું છે. આ વડના ઝાડના થડમાં હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ આવી હતી અને લોકો ચોંકી ગયા હતા. હનુમાનના દેખાતા જ દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

image source

મળતી વિગત પ્રમાણે જો વાત કરવામાં આવે તો વઢવાણના ખાંડી પોળમાં 100 વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે 90 વર્ષથી વિશાળકાય વડનું ઝાડ ઊભું છે. જેના થડમાં અચાનક રામ ભક્ત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેના પગલે ભક્તોમાં અચરજ ફેલાયું હતું. જ્યારે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ઝાડમાં હનુમાનની મૂર્તિ આબેહૂબ છે કુદરતી રીતે ઝાડનો આકાર ઉપસેલો છે.

image source

તો વળી આ સિવાય જો વાત કરવામાં આવે તો અહીં મંદિર સામે રહેતા અજિત ભાઈ પરમારે જણાવ્યું કે હું રોજ દિવા કરવા મંદિરે જવું છું. મારી સાથે મારો નાનો પૌત્ર આવે છે તે આ આકાર જોયો નેં હનુમાનની મૂર્તિ સ્પષ્ટ દેખાય. કઈ રીતે આ આકૃતિ પર લોકોનું ધ્યાન ગયું એની શરૂઆત વિશે જો વાત કરીએ તો આ વડના ઝાડમાં હનુમાનની ઉપસેલી મૂર્તિની તરફ એક બાળકનું ધ્યાન ગયું તેને બધા ભક્તોને દેખાડ્યું હતું.

image source

આમા હનુમાનનો કુદરતી આકાર ગદા મુગટ ચેહરો જાણે હનુમાનની રીતસર મૂર્તિ પ્રગટ થતા લોકો દર્શન કરવા ઉમટી પડ્યા. સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. સ્થાનિક લોકો દાદાના દર્શન કરવા માટે દોડી આવ્યા હતા. જુના વડના ઝાડમાં કુદરતી ઉભરી આવેલી હનુમાન જીની મૂર્તિના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ