અમદાવાદની આ ચાર માતાઓને ઘરે થયો ક્રિસમસના દિવસે બાળકનો જન્મ, પરિવારના સભ્યોમાં ખુશીની લહેર

ક્રિમસસનું સમગ્ર વિશ્વમાં ઘણુ મહત્વનું રહેલુ છે. સમગ્ર વિશ્વમાં 25 જિસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ઈશુના જન્મ દિવસની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે.

નોંધનિય છે કે પહેલા આ તહેવાર ફક્ત ખ્રીસ્તી સમુદાય ધરાવતા દેશમાં ઉજવવામાં આવતો હતો પરંતુ હવે ભારતમાં પણ દરેક ધર્મના લોકો આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. ત્યારે આ દિવસને અમદાવાદમાં ગર્ભવતી મહિલાઓ પણ વધુ ખાસ અને યાદગાર બનાવ્યો છે. મેટરનિટી હોસ્પિટલમાં વર્ષના આ ખાસ દિવસે બાળકોના જન્મને લઈને ખાસ ઈન્કવાયરી આવતી હોય છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી સાનિધ્ય હોસ્પિટલમાં ડો. અર્ચના શાહએ આ જ દિવસે ખાસ ઓપરેશન અને આયોજનબધ ચાર બાળકોના જન્મ કરાવ્યા છે.

image source

25મી ડિસેમ્બરના દિવસે ચાર બાળકોના જન્મ

આ અંગે મળતી માહિતી અનુસાર, બાળકોના માતા પિતાએ પહેલેથી જ 25મી ડિસેમ્બરના દિવસની માંગણી કરી હતી. જેને લઇને ડોક્ટર અર્ચના શાહે પહેલેથી જ કાળજી લઇને ગર્ભવતી મહિલાનીએ રીતે જ કાળજી લીધી હતી અને અંતે 25મી ડિસેમ્બરના દિવસે ચાર બાળકોના જન્મ કરાવ્યા હતા. આ અંગે વાત કરતા ડો. અર્ચનાએ જણાવ્યું કે આ દિવસને આખો દેશ સેલિબ્રેટ કરતો હોય છે અને આ દિવસ ખાસ લોકોને યાદ રહે અને સાથે જ બાળકના જન્મદિવસની પણ ઉજવણી યાદગાર બની રહે તે માટે આવી ઇન્કવાયરી આવતી હોય છે અને બાદમાં મહિલાઓની ડિલિવરી કરાવવામાં આવે છે.

image source

તહેવાર પર બાળકનો જન્મ કરાવવાનો ક્રેઝ

તો બીજી તરફ દંપતીઓમાં વર્ષના આ ખાસ દિવસે બાળકને જન્મ આપવા માટેનો એક અલગ ક્રેઝ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. લોકો આ માટે પહેલાથી તૈયારી કરતા હોય છે. ત્યારે અમુક દંપતીઓ વર્ષમાં આવતી જન્માષ્ટમી, વેલેંટાઈન ડે, સહિતના શૈક્ષેણીક વર્ષમાં બાળકોની એડ્મીશનના માસ પ્રમાણે પણ બાળકનો જન્મ કરાવવાનો ક્રેઝ ધરાવતા હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. ત્યારે આ પ્રસ્તુતિ દરમિયાન ડોક્ટર પણ ખાસ ધ્યાન આપતા હોય છે જેનાથી બાળક કે માતાને કોઈ તકલીફ ન થાય. ક્રિસમસનાં તહેવાર એટલે કે 25 ડિસેમ્બરે આ બાળકનો જન્મ કરાવીને ડોક્ટર્સ દ્વારા વાલીઓનાં આનંદને બેવડાવી દીધો છે. વાલીઓમાં પણ તેની ખુબ જ ખુશી જોવા મળી રહી છે. તમામ બાળકો ખુબ જ હેલ્ધી છે. વાલી દ્વારા ડોક્ટર્સ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરાયો છે.

ક્રિસમસનો ઈતિહાસ

image source

સામાન્ય રીતે 25 ડિસેમ્બરે ઈસુ મસીહાનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે અને તે જ રૂપે ક્રિસમસનું આયોજન પણ થાય છે પરંતુ શરૂઆતમાં પોતે ધર્માધિકારીઓ પણ આ રૂપે આ દિવસને માન્યતા આપવા માટે તૈયાર ન હતાં. આ રોમન જાતિના એક તહેવારનો દિવસ હતો જેની અંદર સુર્ય દેવતાની આરાધના કરવામાં આવતી હતી. એવું માનવામાં આવતું હતું કે આ દિવસે સુર્યનો જન્મ થયો હતો. તે દિવસોમાં સુર્ય ઉપાસના રોમન સમ્રાટોનો રાજકીય ધર્મ હતો. ત્યાર બાદ જ્યારે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો ત્યારે અમુક લોકો ઈસુને પણ સુર્યનો અવતાર માનીને તે દિવસે તેમની પણ પૂજા કરવા લાગ્યા પરંતુ આને તે દિવસોમાં માન્યતા ન હોતી મળી.

25 ડિસેમ્બરને ઈસુના જન્મ દિવસ તરીકે ઘોષિત કરી દિધો

image source

લાંબી ચર્ચા બાદ ચોથી સદીની અંદર રોમન ચર્ચ અને સરકારે સંયુક્ત રીતે 25 ડિસેમ્બરને ઈસુના જન્મ દિવસ તરીકે ઘોષિત કરી દિધો. ત્યાર પછી પણ આને પ્રચલનમાં આવતાં આવતાં ઘણો લાંબો સમય થયો. આ પહેલાં ઉજવવામાં આવતાં અન્ય જાતિઓનાં ઉત્સવ તેની સાથે મળેલા રહ્યાં અને ત્યાર બાદ પણ તેના થોડાક અંશો ક્રિસમસના પર્વમાં સ્થાયી રૂપે જોડાઈ ગયાં. ઈસુની જન્મ ભૂમિ યરૂશલમમાં આ તારીખને પાંચમી સદીના મધ્ય ભાગમાં સ્વીકારવામાં આવી.

ક્રિસમસ ટ્રી

image source

યુરોપના જુદા જુદા ભાગોમાં હસી-મજાકના જુદા જુદા અવસરો પર વૃક્ષોને શણગારવાની પ્રાચીન પરંપરા હતી. જર્મનીમાં 24 ડિસેમ્બરે આ તહેવારની ઉજવણી થતી હતી અને આ દિવસે એક રહ્સ્યાત્મક નાટક પણ ભજવવામાં આવતું હતું ‘અદનનું વૃક્ષ’. શક્ય હોઈ શકે છે કે આ પરંપરાએ ક્રિસમસ ટ્રીની વિચારધારાને જન્મ આપ્યો હોય. આ વિચારધારા બાદ અનેક દંતકથાઓ જોડાયેલી છે. 1821માં ઈંગ્લેડની મહારાણીએ એક ક્રિસમસ ટ્રી બનાવીને બાળકોની સાથે આનંદ ઉઠાવ્યો હતો. તેમણે જ આ વૃક્ષની અંદર એક દેવ પ્રતિમા મુકવાની પરંપરાને જન્મ આપ્યો હતો. બધાઈ આપવા માટે સૌ પ્રથમ ક્રિસમસ કાર્ડ 1844માં તૈયાર થયું હતું. અને ત્યાર બાદ ક્રિસમસ કાર્ડ આપવાની પ્રથા 1870 સુધી આખા વિશ્વની અંદર ફેલાઈ ગઈ હતી.

સાંતા ક્લોઝ

image source

જ્યાં સુધી સાંતા ક્લોઝની વાત છે તો તેની પરંપરા ક્રિસમસની સાથે ઘણાં સમય બાદ જોડાઈ હતી. અને તેવી માન્યતા હતી કે તે રાત્રે સંત નિકોલસ બાળકો માટે જાત જાતની ભેટ લઈને આવતાં હતાં. આ જ સંત અમેરિકામાં બાળકો માટે સાંતા ક્લોઝ બની ગયાં અને આ જ નામે આખા વિશ્વની અંદર લોકપ્રિય બની ગયાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ