નવરાત્રિમાં માતાની આરાધના માટે પહેરો ખાસ રંગના કપડા, મળશે પુણ્ય

13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ 9 દિવસમાં માતાના 9 રૂપની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિમાં 9 રંગનું ખાસ મહત્વ છે કહેવાય છે કે 9 દિવસ માતાના 9 રૂપની સાથે ખાસ 9 રંગના કપડા પહેરવા જોઈએ. આમ કરવાથી ખાસ ફળ મળે છે. જો તમે પણ માતાની કૃપા મેળવવા ઇચ્છો છો તો દિવસ અનુસાર ખાસ રંગના કપડા પહેરીને પૂજા કરો.

પહેલો દિવસ

image source

નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરાય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનું શુત્ર માનવામાં આવે છ. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને પૂજા પાઠ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

બીજો દિવસ

નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરાય છે. માતા બ્રહ્મચારિણીને લીલો રંગ ખૂબ પસંદ છે. આ માટે આ દિવસે લીલા રંગના કપડા પહેરીને પૂજા કરાય છે.

ત્રીજો દિવસ

નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘટાની પૂજા કરાય છે. આ દિવસે તમે ભૂરા રંગના કપડા પહેરો અને સાથે માતા દુર્ગાને ખુશ કરીને રાખી શકો છો.

image source

ચોથો દિવસ

નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માન્ડાની પૂજા કરાય છે. માતા કુષ્માન્ડાને નારંગી રંગ પસંદ છે. આ દિવસે તમે નારંગી રંગના કપડા પહેરીને માતા દુર્ગાની પૂજા કરો.

પાંચમો દિવસ

નવરાત્રિના પાંચમા રૂપની સાથે સાથે પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરાય છે. આ દિવસે સફેદ રંગના કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે.

image source

છઠ્ઠો દિવસ

નવરાત્રિના છઠ્ઠા દિવસને ષષ્ઠીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતા કાત્યાયનીની પૂજા કરાય છે. આ દિવસે લાલ રંગને શુભ માનવામાં આવે છે.

સાતમો દિવસ

સાતમા દિવસે કાલરાત્રિની પૂજા કરાય છે. આ દિવસે ભૂરો રંગ પહેરવાનું શુભ માનવામાં આવે છે. આ રંગ પહેરીને પૂજા કરવાખી માતાની આરાધના પ્રાપ્ત થાય છે.

image source

આઠમો દિવસ

નવરાત્રિના આઠમા દિવસે માતા અષ્ટમીની મહાગૌરીની પૂજા કરાય છે. આ દિવસે ગુલાબી રંગને પહેરવાનું શુભ માનવામાં આવ્યું છે. આ દિવસે ગુલાબી રંગ પહેરીને માતાની પૂજા કરવાથી પુણ્ય મળી શકે છે.

નવમો દિવસ

નવરાત્રિના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરાય છે. આ દિવસે બેંગની રંગના કપડા એટલે કે જાંબલી રંગ પહેરવાનું ખાસ મહત્વ છે. આ રંગના કપડા પહેરીને માતાની પૂજા કરવાથી અને કન્યાઓનો ભોજન કરાવવાથી લાભ મળે છે. જેથી પૂજાનું ખાસ ફળ મળી શકે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ