ભગવાન શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. તે ખૂબ જ શક્તિશાળી દેવ છે. શનિદેવ લોકોના કર્મ અનુસાર તેમને ફળ આપે છે. હિંદુ શાસ્ત્ર અનુસાર શનિવારનો દિવસ શનિદેવની પૂજાનો દિવસ છે. આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાથી મનુષ્યના જીવનના સંકટ દૂર થાય છે.

વ્યક્તિની મનોકામનાઓ પૂરી થાય છે. શનિદેવ સરળતાથી પ્રસન્ન થતા દેવ છે, પણ શું તમે જાણો છો કે કેટલીક ચીજને ગિફ્ટમાં દેવા શનિદેવને ક્રોધિત કરી શકે છે. તો જાણો કઈ છે ચીજો જેને શનિવારે કોઈને આપવી નહીં.
કહેવાય છે કે શનિવારના દિવસે કોઈને ચોકલેટ આપવી નહીં. આમ કરવાથી તે વ્યક્તિનું માનસિક સંતુલન બગડી શકે છે.

શનિવારના દિવસે કોઈને કિંમતી ભેટ કે મોતી ભેટ આપવા નહીં. આમ કરવાથી બંને પક્ષના પરિવારને શારિરીક દુર્ઘટનાનો ખતરો હોઈ શકે છે. તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
લોખંડ કે સ્ટીલની કાતર પણ કોઈને શનિવારના દિવસે ભેટમાં આપવી નહીં. આમ કરવાથી તેમના સંબંધોમાં તણાવની સ્થિતિ રહે છે.

આ દિવસે કોઈને ચાંદીના આભૂષણો પણ ભેટમાં આપવા નહીં. આમ કરવાથી પરિવારમાં ભારે આર્થિક તંગી આવી શકે છે.
શનિવારે કોઈને લાલ વસ્ત્ર ભેટમાં આપવું નહીં. જો તમે આવું કરશો તો સમાજમાં તમારું માન સમ્માન ઘટી જશે અને તમને મુશ્કેલી આવશે.

જો તમે શનિવારના દિવસે કોઈને ચમેલીનું અત્તર ભેટમાં આપો છો તો તે વ્યક્તિ બીમાર થઈ શકે છે. સ્થિતિ એટલી ગંભીર બને છે કે તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
આ સિવાય શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈ વ્યક્તિને ધાતુના વાસણ આપવામાં આવે તો શનિદેવ ક્રોધિત થાય છે. તેનાથી વ્યાપારમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

શનિવારના દિવસે સફેદ કપડાને ઉપહારમાં આપવાથી પરિવારમાં મુશ્કેલી આવી શકે છે. આ સિવાય પતિ પત્નીના સંબંધોમાં પણ તિરાડ આવી શકે છે.
હિંદુ શાસ્ત્ર અનુસાર શનિદેવને અનેક નામે ઓળખવામાં આવે છે. કોણસ્થ, પિંગલ, બભ્રૂ, કૃષ્ણ, રૌદ્રાન્તક, યમ, સૌરી, શનૈશ્વર, મંદ અને પિપ્પલાદ જેવા દસ નામ છે. સૂર્યદેવ અને છાયા માતાના પુત્ર છે. આ માટે તેમને છાયાપુત્ર પણ કહેવામાં આવે છે.

શનિદેવ ફક્ત કર્મફળ દાતા છે પણ દંડાધિકારી પણ છે. આ વ્યક્તિના ખરાબ કામનું ફળ આપીને તેમને દંડ પણ આપે છે. શનિદેવની ઉપસ્થિતિ કોઈના જીવનમાં અનુશાસન, સમયની પાબંધી અને ધાર્મિકતાને દર્શાવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,