દંપતિ વચ્ચેના સ્ટ્રેસને દૂર કરે છે રસોઈની આ એક નાની વસ્તુ, જાણો કમાલ

દરેક ઘરની રસોઈમાં અનેક એવી ચીજો હોય છે જેને તમે હેલ્થ, બ્યૂટી કે અન્ય અનેક ટોટકા માટે ઉપયોગમાં લેતા હોવ છો. રસોઈની અનેક નાની નાની ચીજો અનેક મોટા કમાલ કરી દેનારી હોય છે. તો જાણો આજે રસોઈમાં રહેતી એલચી કઈ રીતે તમારા પરિવારની મદદ કરે છે. તમને એલચીનું નામ જાણીને નવાઈ લાગશે પણ રસોઈની અનેક ચીજો અને ખાસ કરીને સ્વીટ ડિશ, ચા,મસાલા, નો સ્વાદ વધારનારી એલચી તમને મદદ કરી શકે છે. તે એક માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે. હા આ એલચીનો એક કમાલનો ઉપયોગ પણ છે. તે કરી લેવાથી તમે દંપતિ વચ્ચેના ક્લેશને દૂર કરી શકો છો.

image source

નાની એલચીનો ઉપયોગ ટોટકા કરવા માટે પણ કરાય છે. જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ, કષ્ટ અને પરેશાનીની સાથે ગૃહ ક્લેશ, લડાઈ ઝઘડા અને સાથે અનેક ઉપયોગમાં તે કારગર સાબિત થાય છે. તો જાણો કયા ટોટકા કરીને તમે તમારા જીવનને સરળ બનાવવામાં એલચીનો ઉપયોગ કરી શકો છો.

image source

જો તમારા ઘરમાં કે તમારા માટે લગ્નની ઉંમર થઈ ગઈ હોવા છતાં વર કે કન્યા મળી રહ્યા નથી તો તમે તારી ઇચ્છાપૂર્તિને માટે 2 લીલી એલચી, 5 પ્રકારની મિઠાઈ અને ઘીનો દીવો કરીને મંદિરમાં પૂજા કરો. મહિલાઓ આ ટોટકો ગુરુવારે કરો અને પુરુષો તેને શુક્રવારે કરે તો તેમને તેનું શુભફળ મળી રહે છે.

image source

પતિ પત્નીમાં વધી રહેલી દૂરી અને ઘટતા પ્રેમને માટે પણ એલચી તમારી મદદ કરે છે. તમે શુક્રવારના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના નામનું સ્મરણ કરો. આ દિવસે 3 એલચી પોતાના શરીર પર અડાડીને રૂમાલમાં બાંધી લો અને પોતાની પાસે રાખો. પછી શનિવારની સવારે આ એલચીને પીસીને કોઈ પણ ખાવામાં પતિ તે પત્નીને ખવડાવી લો. આમ કરવાથી તેમના સંબંધમાં પ્રેમ વધે છે. આ ઉપાય શુક્રવારે કર્યા બાદ ફરીથી રવિવારે કરો.

ઘરમાં હંમેશા તણાવ, ક્લેશ, દુઃખ, દર્દ અને દરિદ્રતા રહે છે તો તેના માટે કોઈ માસીબાને એક સિક્કો અને લીલી એલચીનું દાન કરો.

image source

વાહનનું સપનું જોતા હોવ પણ પૂરુ ન થઈ શકતું હોય તો પણ આ એલચીનો પ્રયોગ તમારી મદદ કરી શકે છે. એક વાસણમાં જળ લો અને 2 મોટી એલચી લઈને તેમાં નાંખો. આ પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો. આ પછી નહાવાના પાણીમાં તેને મિક્સ કરો અને તેનાથી સ્નાન કરો. આ ઉપાય કરવાથી તમને જલ્દી તેનું પરિણામ જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!