ગુજરાતમાં હાહાકાર: માતાએ 2 સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી, અંતે માતા-પુત્રનું થયુ કરુણ મોત, આ પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગુજરાતમાં અને સાથે જ દેશભરમાં આજકાલ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. આ આત્મહત્યામાં આખો પરિવાર સામેલ હોય છે. જેના કારણે હવે લોકોમાં ભય વધી રહ્યો છે.

ગુજરાતના આણંદમાં પણ ગઈકાલે બપોરના સમયે એક ઘટના બની હતી. તેમાં બપોરે મહિલાએ પોતાના બે બાળકો એક પુત્ર અને એક પુત્રીની સાથે ધેરી દવા પીધી હતી. માતાએ બંને બાળકો સાથે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. ઘટનાની માહિતિ મળતાં જ તે તમામ 3 વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

image source

પરંતુ અહીં સારવાર સમયે પુત્ર અને માતાનું મોત નીપજ્યું હતું. પરુતુ દીકરીનો જીવ બચાવી લેવાયો હતો. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી છે. માતા અને પુત્રના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવ્યો છે તો આસપાસના વિસ્તારોમાં આ ઘટનાને લઈને ચકચાર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

image source

આ ઘટના આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી જીવનદીપ સોસાયટીમાં બની હતી. અહીં રહેતા ટીનાબેનના પતિ ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરે છે. પરિવાર લાંબા સમયથી કોરોનાના કારણે આર્થિક તંગીમાં ચાલી રહ્યું હતું. આખરે પરિવારની મહિલા અને બાળકોની માતાએ બપોરના સમયે આ કામ કર્યું.

વડોદરામાં પણ બની ચૂક્યો છે સામૂહિક આત્મહત્યાનો બનાવ

image source

થોડા દિવસ પહેલાં જ વડોદરામાં પણ એક સોની પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાનું સામે આવ્યું હતુ. આ પરિવાર સ્વાતી સોસાયટીમાં રહેતો હતો. પરિવારમાં નરેન્દ્ર, ભાવિન, દિપ્તી, રિયા અને ઉર્વશી સોની રહેતા હતા. તેમાં પરિવારના 6 સભ્યો હતા. પરિવારે કોઈ દવા પીને કરેલા આત્મહત્યાના પ્રયાસમાં 3 લોકોના મોત થયા અને 3 લોકોના જીવ બચી ગયા હતા. આ પરિવારે પણ આ પગલું લેવા માટે આર્થિક સંકડામણને જ જવાબદાર ગણાવ્યું હતું.

કોરોના અને લોકડાઉનની જોવા મળી રહી છે અસર

image source

દેશમાં કોરોનાનો કહેર હજુ પણ સતત ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓએ લોકડાઉન પણ લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોના સતત માછું ઉચકી રહ્યો છે ત્યારે લોકોના માથે મોટું સંકટ આવી રહ્યું છે. અનેક પરિવારો કોરોના મહામારીના લોકડાઉનમાં દેવામાં આવી ચૂક્યા છે અને હવે દેવું પૂરું ન કરી શકવાના કારણે અને ઘર ચલાવી ન શકવાના કારણે સામૂહિક આત્મહત્યાની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થતો રહે છે. ગુજરાતમાં જ બનેલી ઉપરની 2 ઘટનાઓ આ વાતની સાક્ષી પૂરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!