કાર ચાલકો થઈ જાઓ સાવધાન, આ તારીખથી કારમાં હવે આ કામ કરવું ફરજિયાત બનશે, જાણી લો સરકારના આ નિયમ વિશે

1 એપ્રિલથી નવી કાર થઈ જશે મોંઘી, સરકાર લાગુ કરી રહી છે આ નવા નિયમો

જો તમે કાર ચલાવો છો તમારા માટે એક મોટા સમાચાર છે. ભારત સરકાર કારમાં ફ્રન્ટ એરબેગને (Airbag mandatory) ફરજિયાત બનાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, હવે 1 એપ્રિલથી દરેક ગાડીમાં ડ્રાઇવરની સાથે-સાથે પેસેન્જર સાઇડમાં પણ એરબેગ આપવી ફરજિયાત રહેશે. સડક અને પરિવહન મંત્રાલયે કાનૂન મંત્રાલયને આનેલઇને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેને મંજૂરી મળી ગઈ છે. સરકારે કારમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે.

image source

ફ્રન્ટ એરબેગ્સ દરેક કારમાં ફરજિયાત

હવે ફક્ત કારના ડ્રાઇવરો માટે જ નહીં પણ તેની સાથે બેઠેલા મુસાફરો માટે પણ જરૂરી બનશે. કાયદા મંત્રાલયે માર્ગ અને પરિવહન મંત્રાલયની દરખાસ્ત સ્વીકારી લીધી છે, આ માટે આગામી ત્રણ દિવસોમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે. આનો અર્થ એ છે કે 1 એપ્રિલ 2021ના રોજ અથવા તેના પછી બનેલી કારોને બે ફ્રન્ટ એરબેગની જરૂર પડશે.

image source

મીડિયા રિપોર્ટ પ્રમાણે આગામી દિવસોમાં આ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. એટલે કે 1 એપ્રિલ 2021ના દિવસ કે તે પછી બનેલી કારમાં બે ફ્રન્ટ એરબેગ ફરજિયાત રહેશે. નોટિફિકેશન પ્રમાણે વર્તમાન મોડલો માટે આ નવો નિયમ 31 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. મૂળ રુપથી પ્રસ્તાવિત સમય સીમા જૂન 2021થી હતી. જેને વધારી દેવામાં આવી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સરકારે આગામી વર્ષથી બધી કારમાં ફ્રન્ટ પેસેન્જર માટે એરબેગને ફરજિયાત બનાવવાના પ્રસ્તાવ પર સલાહ માંગી હતી.

પેસેન્જરની સુરક્ષા માટે છે જરૂરી

image source

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકાર કારને વધારે સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. જેથી હવે પહેલાની તુલનામાં કારમાં સ્ટાન્ડર્ડ રૂપથી વધારે સેફ્ટી ફિચર્સ આપવામાં આવે છે જે કાર ચલાવનાર ડ્રાઇવર સાથે પેસેન્જર્સની સુરક્ષા માટે ઘણી મહત્વની છે. જેથી સરકાર તેના પર ભાર આપી રહી છે. ઓટો કંપનીઓ સરકારના દિશા નિર્દેશને જોતા કારમાં આ ફીચર્સને જોડી રહી છે.

અત્યારે માત્ર ડ્રાઈવર માટે છે આ નિયમ

હાલના નિયમમાં કારમાં ફક્ત ડ્રાઇવર સીટ માટે એરબેગ ફરજિયાત છે. સાથે બેસેલા યાત્રી માટે એરબેગ જરૂરી નથી. જેના કારણે અકસ્માતમાં ગભીર ઈજા અને મોતનો ડર પણ રહે છે.

image source

ઓગસ્ટ 31, 2021માં વર્તમાન મોડેલો માટેની અંતિમ તારીખ

હાલની કારના મોડેલો માટેના નવા નિયમો 31 ઓગસ્ટ, 2021થી અમલમાં આવશે, જેની સૂચિત સમયમર્યાદા જૂન 2021 હતી, જે હવે વધારી દેવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે તમામ કારમાં આગળના મુસાફરો માટે એરબેગ ફરજિયાત બનાવવા માટે લોકો પાસેથી પ્રતિક્રિયા અને સૂચનો માંગ્યા હતા. જો કે આનાથી ઓટો કંપનીઓની કિંમતમાં પણ વધારો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!