આ રેખા પરથી તમને સામેવાળી વ્યક્તિના પ્રેમ પ્રકરણો વિશે ખબર પડી જશે બધી જ

પાર્ટનરના હાથની આ રેખા પરથી જાણી લો તેના લવ રિલેશન

image source

દરેક વ્યક્તિની હથેળીમાં અનેક રેખા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રેખાઓ મનુષ્યના જીવનમાં આવતા ખરાબ અને સારા બંને સમય વિશે જણાવે છે. એટલે કે વ્યક્તિનું ભવિષ્ય સુખદ છે કે દુખદ તે વિશે રેખાઓ પરથી જાણી શકાય છે.

હથેળીની અનેક રેખાઓમાંથી એક છે વિવાહ રેખા. આ રેખા માત્ર વિવાહ સંબંધીત બાબતોને નહીં પરંતું વ્યક્તિના જીવનના પ્રેમ પ્રસંગો વિશે પણ જણાવે છે.

image source

તો ચાલો જાણીએ કે વિવાહ રેખા એટલે કે લગ્ન રેખાની કેવી સ્થિતિ શુભ હોય છે અને તેના પરથી કેવી રીતે જાણી શકાય લવ રિલેશન વિશે.

ક્યાં હોય છે વિવાહ રેખા

image source

વિવાહ રેખા હથેળીમાં કનિષ્ઠા એટલે કે સૌથી નાની આંગળી અને હૃદય રેખાની ઉપર બુધ પર્વત પર હોય છે. હાથમાં વિવાહ રેખાની સંખ્યા એક કરતાં વધારે પણ હોય શકે છે.

પરંતુ તેમાંથી એક રેખા સૌથી લાંબી અને સ્પષ્ટ દેખાતી હોય છે. બાકી રેખા નાની અને આછી હોય છે જે લવ રિલેશનની સંખ્યા વિશે જણાવે છે.

વિવાહ રેખાની સ્થિતિ

image source

હથેળીમાં વિવાહ રેખાની સ્થિતિ કેવી છે તેના પરથી લગ્નજીવન અને પ્રેમ સંબંધો વિશે ફળકથન કરવામાં આવે છે. લગ્ન રેખા આછી હોય, ગાઢ હોય, તુટી જતી હોય વગેરે તેની સ્થિતિ હોય છે.

– જો વિવાહ રેખા નાની અને આછી હોય તો પ્રેમ સંબંધ ઓછા સમય માટે અને એક કરતાં વધારે રહ્યા હોય છે. કહેવાય છે કે એક કરતાં વધારે લગ્ન રેખા હોય તો તે વ્યક્તિ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હોય છે. આ સિવાય વિવાહ રેખા શું દર્શાવે છે તે પણ જાણીએ.

– વિવાહ રેખા પહોળી હોય તો તેનો અર્થ થાય છે કે વિવાહ પ્રત્યે કોઈ ઉત્સાહ નથી.

image source

– વિવાહ રેખાના અંતમાં એક કરતાં વધારે ફાંટા પડતા હોય તો તે દાંપત્યજીવનમાં સમસ્યા તરફ સંકેત કરે છે.

– વિવાહ રેખા નીચેથી બે ભાગમાં કપાતી હોય તો તેનો અર્થ થાય છે લગ્નજીવન ક્લેશ પૂર્ણ હોય છે.

– લગ્ન રેખા પર કોઈ દ્વીપ બનેલો હોય તો પણ લગ્નમાં બાધાનું સૂચન તે કરે છે.

image source

– જો વિવાહ રેખા લાંબી અને ગાઢ હોય તો વ્યક્તિ તેના સંબંધોને મહત્વ આપનાર હોય છે અને જીવનસાથીને સાચો પ્રેમ કરતો હોય છે.

– જે જાતકના બંને હાથ પર હૃદયરેખામાં દ્વીપનું ચિન્હ હોય અને શુક્ર રેખા સ્વાસ્થ્ય રેખાને કાપી અને ઉપર જતી હોય તો તે વ્યક્તિના અનૈતિક સંબંધો હોવાનું સુચવે છે.

image source

– જો કોઈ જાતકના હાથમાં લગ્ન રેખા આગળ જતા ગાઢમાંથી આછી થતી જાય તો તેને શરૂઆતમાં પ્રેમ મળે છે પરંતુ પાછળથી નિરાશા થાય છે.

– વી જ રીતે લગ્ન રેખા આછી હોય અને પછી ગાઢ દેખાતી હોય તો લગ્નજીવનની શરૂઆત ભલે નબળી થાય પરંતુ ત્યારબાદ પ્રેમ દિવસેને દિવસે વધતો જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ