દવા લીધા વગર આ અનેક બીમારીઓને દૂર કરવા પોષ મહિનામાં કરો આ વ્રત

લાંબા જીવન માટે પોષ મહિનામાં આવી રીતે કરો સૂર્યપૂજા

image source

પોષ મહિનામાં આ વ્રત કરીને દૂર કરો બિમારીઓ

હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું એક આગવું મહત્ત્વ છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે દરેક મહિનામાં સૂર્યના એક વિશિષ્ટ સ્વરૂપની પૂજા કરવામા આવે છે. જેને શુદ્ધ મન અને વિધિથી કરવામાં આવે તો તમારી દરેક ઇચ્છા પૂરી થાય છે.

હાલ પોષ મહિનો ચાલી રહ્યો છે. સૂર્ય એ હિન્દૂ ધર્મમાં મુખ્ય દેવતા છે. શાસ્ત્રો પ્રમાણે પોષ મહિનામાં ભગ નામના સૂર્યની પૂર્ણ શ્રદ્ધા અને સ્વચ્છ મનથી ઉપાસના કરવી જોઈએ.

image source

પોષ મહિનાની શરૂઆત 27 ડિસેમ્બર, શુક્રવારના રોજ શરૂ થઈ ગઈ જે 25 જાન્યુઆરી 2020 સુધી ચાલુ રહેશે.

હિન્દુ શાસ્ત્રોમા સૂર્યદેવનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાંના અથર્વવેદમાં સૂર્યોપનિષદ આવેલું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્ય પરમબ્રહ્મ છે. શાસ્ત્રામાં જણાવ્યા પ્રમાણે પોષ માસમાં ભગવાન ભાસ્કર એટલે કે સૂર્યનારાયણ અગિયાર હજાર કિરણોની સાથે તપીને ઠંડીમાં હૂંફ આપે છે. આ મહિનામાં તેમનો રંગ રક્ત જેવો લાલ હોય છે.

image source

આગળ જણાવ્યું તે પ્રમાણે પોષ મહિનાના સૂર્યને ભગ કહેવાય છે અને ભગનો અર્થ થાય ઐશ્વર્ય, યશ, કિર્તી, ધર્મ, શ્રી, વૈરાગ્ય અને જ્ઞાન.

આ ગુણોના સ્વામિને જ ખરા અર્થમાં ભગવાન માનવામાં આવે છે. અને માટે જ પોષ મહિનામાં ભગ નામક સૂર્યનારાયણ સાક્ષાત પરમબ્રહ્મનું જ સ્વરૂપ માનવામાં આવે છે અને માટે જ તેમની વિશિષ્ટ પુજા કરવામાં આવે છે.

image source

આ મહિનામાં સૂર્યનારાયણને અર્ધ્ય આપવામાં આવે છે, તેમજ તેમને ખુશ કરવા માટે વ્રત પણ કરવામાં આવે છે જેના મહત્ત્વને શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યું છે.

શું કહે છે શાસ્ત્રો?

શાશ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પોષ માસના દરેક રવિવારે આરાધકે તાંબાના વાસણમાં શુદ્ધ જળ, લાલ રંગના ફૂલો અને લાલ ચંદન ઉમેરી તેનું અર્ધ્ય સૂર્ય ભગવાનને આપતી વખતે સાથે સાથે ‘વિષ્ણવે નમઃ’નો જાપ પણ કરવો જોઈએ.

image source

તેની સાથે સાથે તે દિવસે વ્રત કરવું જોઈએ જેમાં મીઠાનું સેવન વર્જીત રાખવું જોઈએ અને માત્ર ફળાહાર જ કરવો જોઈએ.

વ્રતમાં ધરો સૂર્યનારાયણે આ પ્રસાદ

image source

પોષ મહિનાના દરેક રવિવારે વ્રત કરીને સૂર્યનારાયણને તલ અને ચોખાની ખિચડીનો પ્રસાદ ચડાવવો જોઈએ. તેમ કરવાથી આરાધક એટલે કે વ્રત કરનાર વ્યક્તિ તેજસ્વી બને છે.

અને જો આ મહિનામાં તમે જાત્રા કરો દાન કરો તો તમારી ઉંમર લાંબી થાય છે અને બીમારી પણ તમારાથી દૂર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !