આ 9 રાશિના લોકોને માર્ચ મહિનામાં મળશે નસીબનો સાથે, ચમકી જશે ભાગ્ય

નવા મહિનાની શરૂઆતને આજે ત્રીજો દિવસ થયો છે ત્યારે ગ્રહો અને નક્ષત્રોના આધારે આ મહિનો ખૂબ જ ખાસ રહેશે. માર્ચ મહિનો અનેક રાશિના લોકો માટે સારા સમાચાર લઈને આવ્યો છે. તો જાણો આ મહિને કયા લોકોને નોકરી અને વેપારમાં લાભ થશે અને સાથે કઈ રાશિના લોકોને મહેનતની જરૂર રહે છે.

મેષ

માર્ચ મહિનો આ રાશિ માટે અનેક નવા સાહસ લાવ્યો છે. પ્રમોશન, અન્ય વિભાગમાં બદલી કે પછી નોકરીમાં ફેરફાર તમારા માટે સારા હોઈ શકે છે. શનિના યોગથી તમારી નોકરીમાં સ્થિરતા આવી શકે છે, નોકરીમાં બદલાવ કરવાનો પ્લાન છે તો આ મહિનો તમારા માટે સારો હોઈ શકે છે. ઓફિસમાં કર્મચારીઓનો સહયોગ મળશે. તમે વિના કોઈ પરેશાનીના કામમાં આવેલી ચેલેન્જને પાર કરી શકશો. કારોબાર સાથે જોડાયેલા લોકોને નવા રસ્તા મળશે. કૃષિ, કોલસા, ખનન, પેટ્રોલિયમ, રિયલ એસ્ટેટ, પર્યટન અને યાત્રા સાથે જોડાયેલા લોકોને માટે આ મહિનો અનૂકૂળ રહેશે.

વૃષભ

આ મહિને લોકોએ રચનાત્મક કામનો અનુભવ મેળવવાનો રહેશે. કોઈ નવા કારોબાર શરૂ કરવા માટે એ મહિનો અનૂકૂળ છે. નોકરીમાં પદોન્નતિના સમાચાર મળી શકે છે. જે લોકોના પારિવારિક વ્યવસાય છે તેમને આ મહિને સારો લાભ થવાની શક્યતા છે. નોકરીની શોધમાં રહેતા લોકોને સારા પરિણામ મળી શકે છે. વ્યવસાયમાં વધારા માટે આ ઉત્તમ સમય છે. સરકારી ક્ષેત્રમાં નોકરીને માટે અરજી કરવા ઈચ્છો છો તો તમે આ મહિને ભાગ્યનો સાથ પણ મેળવી શકો છો.

મિથુન

આ મહિને કાર્યક્ષેત્રમાં કરાયેલી મહેનતનું ફળ મળશે. આ મહિને તમે ચેલેન્જનો સામનો કરવાની હિંમત મેળવી શકશો. વિદેશથી નોકરી કે વેપારની સારી ઓફર મેળવી શકો છો. આ મહિને નોકરી બદલવા ઈચ્છો છો તો તમારા માટે વિચાર સફળ થનારો હોઈ શકે છે. ઓફિસમાં મુશ્કેલ સ્થિતિ આવી શકે છે. ખનન, જાસૂસી સેવાઓ અને પત્રકારિતાના લોકો માટે શુભ મહિનો રહેશે.

સિંહ

કરિયરની બાબતમાં આ મહિનો તમારા માટે શુભ રહેનારો છે. આ મહિને તમારા કામ પૂરી રીતે ખતમ કરી શકશો. નોકરી કે બિઝનેસ સાથેના લોકો સારા અને નવા સાહસ માટે વિચારી શકશે. કર્મચારીઓનો સાથ મળશે, વ્યાપારમાં થોડી મુશ્કેલી બાદ સાથ મળશે. રિયલ એસ્ટેટ, કાયદા અને સિવિલ સેવાઓ માટે મહિનો સારો છે.

કન્યા

આ રાશિના લોકો માટે માર્ચનો મહિનો કરિયર માટે સારો રહી શકે છે. આ મહિને તમને કિસ્મતનો સાથ મળશે. તમે રચનાત્મક કામ કરી શકો છો. અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી કે વ્યવસાયની ઈચ્છા છે તો સમય ઉત્તમ છે. નોકરી બદલવાનું વિચારો છો તો તમારે અરજી કરી લેવી. પર્યટન, યાત્રા, વેપાર અને વાણિજ્ય ઉદ્યોગ સાથે સંબંધિત લોકો માટે આ મહિનો અનૂકૂળ છે.

વૃશ્વિક

આ રાશિના લોકો માટે આ મહિનો સારો રહેશે. નોકરીની શોધમાં છો તો લોકો માટે શુભ સમાચાર મળી શકે છે. તમારા પ્રયાસોથી કાર્યસ્થળ પર સારો માહોલ બની રહેશે. વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે અરજી કરવા ઉત્તમ સમય છે. સરકારી ક્ષેત્રમાં નોકરીની શોધ કરનારા માટે પણ આ સમય શુભ છે. આ સમયે કોઈ વ્યવસાયમાં જોડાવવાનો અવસર મળી શકે છે. પાર્ટનરશીપમાં ધંધો કરનારા માટે સમય સારો છે.

ધન

આ મહિનામાં ધન રાશિના લોકોને કરિયરમાં નવા ચાન્સ મળશે. પરિવારની સાથે જોડાયેલા લોકોને આ મહિને લાભ થશે. આ મહિને વધારે મહેનત કરવાની જરૂર છે. પગારમાં વધારો થવાની સાથે પદોન્નતિના ચાન્સ પણ છે. તેનાથી લાભ મળવાની શક્યતા રહે છે વ્યવસાય કે નોકરીમાં નવા વિચારો,ટેકનિક અજમાવી શકાશે.

મકર

આ મહિને તમે કરિયરના શિખર પર હશો. વિદેશી ગ્રાહકો સાથે વેપાર કરવા માટે સમય અનુકૂળ છે. વ્યવસાયને લઈને યાત્રા કરવી પડી શકે છે. આ મહિને જોબની પ્રોફાઈલમાં પણ ફેરફાર આવી શકે છે. તમારું કાર્યક્ષેત્ર બદલાઈ શકે છે. ફેરફાર તમારા માટે સારા સાબિત થશે. શિક્ષણ, કાયદો ને પર્યટન તથા રિયલ એસ્ટેટ એજન્ટ અને કૃષિ વસ્તુઓ સંબંધિત લોકોને માટે આ મહિનો શુભ સાબિત થશે.

કુંભ

કરિયરને માટે આ મહિનો કુંભ રાશિના લોકો માટે સારો રહેશે. અહીં તમે આખો મહિનો ગતિશીલ રહેશો. નોકરી કરી રહેલા લોકોએ થોડા સતર્ક રહેવાની જરૂર છે. કેમકે થોડી પણ ભૂલથી મોટી દુર્ઘટના થઈ શકે છે. આ મહિને તમે સહયોગીઓ સાથે પ્રતિસ્પર્ધાનો સામનો કરી શકોછો. નોકરી બદલવા માટે યોગ્ય સમય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ