માર્ચમાં મહામારીમાં થયો વધારો, આ રાજ્યોએ વધાર્યું સરકારનું ટેન્શન

દેશભરમાં કોરોના ફરીથી રફ્તાર વધી રહ્યો છે ત્યારે સરકારનું ટેન્શન વધી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં ગરમીનો પારો વધતા સરકારનું ટેન્શન પણ સતત વધ્યું છે. લગભગ 15 દિવસમાં દેશના 8 રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઈ છે. માર્ચમાં મહામારીનો કહેર ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધતો જોવા મળી રહ્યો છે.

દેશમાં આવી છે કોરોનાની સ્થિતિ

image source

ભારતમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો છે પણ તેનાથી રાહત લેવાની કોઈ જરૂર નથી. દેશમાં 24 કલાકમાં 24437 કેસ નવા આવતા સરકારનું ટેન્શન વધ્યું છે. એક દિવસમાં એટલે કે 24 કલાકમાં જ 130 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 2 લાખ 20 હજાર 401 થયા છે. દેશમાં રિકવર દર્દીની સંખ્યા 1 કરોડ 10 લાખ 25 હજાર 631 પહોંચી છે. દેશમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા 1 લાખ 58 હજાર 892 થઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્થિતિ ખરાબ

image source

દેશમાં જો કોઈ રાજ્ય ટેન્શન વધારી રહ્યું છે તો તે ખાસ કરીને મહારાષ્ટ્ર છે. અહીં ખાસ કરીને અનેક જગ્યાઓએ લોકડાઉનની ફરજ પડી છે. આ સાથે પંજાબમાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 15051 કેસ આવ્યા છે અને તેની સાથે જ 48 દર્દીના મોત પણ થયું હોવાનું આંકડા જણાવી રહ્યા છે.

આ રાજ્યોમાંથી કુલ 63 ટકા કેસ

image source

મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ તમામ રાજ્યોએ સરકારનું ટેન્શન વધારી દીધું છે.

ગુજરાતમાં રાજ્ય સરકારે લીધો આ મોટો નિર્ણય

image soucre

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર રાજ્યમાં આવતીકાલથી એટલે કે 17 માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ નિયમ 31 માર્ચ સુધી લાગી પડશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ નિયમ રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો હતો.

પીએમ મોદી પણ આવતીકાલે કરશે તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક

image soucre

દેશમાં સતત વધતા કોરોનાના કેસને લઇને ચિંતા વધી છે. PM મોદીએ પણ વધતા કોરોનાના કેસને લઇને તેમજ વેક્સીનેશન અભિયાનને લઈને તમામ રાજ્યોના CM સાથે ચર્ચા કરવા એક બેઠક બોલાવી છે. આ બેઠક 17મી માર્ચે સવારે 11 વાગ્યે બોલાવી છે. જેમાં PM મોદી તમામ રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ