જાણો શું છે રુદ્રાક્ષની ઉત્પતિ પાછળનું વાસ્તવિક કારણ, ભગવાન શિવ સાથે શું છે ખાસ સંબંધ, સાથે જાણો એને ધારણ કરવાથી શું થાય છે ફાયદાઓ

મિત્રો, જ્યારે પણ રુદ્રાક્ષની વાત આવે એટલે મોટાભાગના લોકોના મનમા ફક્ત એક જ સ્મૃતિપટ આવે છે અને એ છે સાધ-સંતોનો કારણકે, મુખ્યત્વે સાધુઓ અને સંતો જ રુદ્રાક્ષ ધારણ કરેલાજોવા મળે છે. આપણા હિન્દુ ધર્મમા રુદ્રાક્ષનુ ખુબ જ વિશેષ મહત્વ માનવામા આવે છે.

image source

એવી માન્યતા છે કે, રુદ્રાક્ષ એ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે. જે કોઈપણ વ્યક્તિ રુદ્રાક્ષને ધારણ કરી લે છે, તેમની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઇ? તદુપરાંત રુદ્રાક્ષને ધારણ કરવાથી તમને કેવા-કેવા લાભ પહોંચે છે?

image source

રુદ્રાક્ષ એ બે શબ્દોનો બન્યો છે. રુદ્ર અને અક્ષ. રુદ્રનો અર્થ થાય છે ભગવાન શિવ અને અક્ષનો અર્થ થાય છે અશ્રુ. શિવપુરાણ, પદ્મપુરાણ, રુદ્રાક્ષકલ્પ વગેરે ગ્રંથોમા રુદ્રાક્ષની અપરંપાર મહિમા બતાવવામા આવી છે. આપણી પૌરાણિક ગાથા મુજબ દેવી સતીના વિયોગમા એકવાર મહાદેવનુ હૃદય દ્રવિત બની ચુક્યુ હતુ અને તેમની આંખોમાથી અશ્રુ પણ આવી ગયા હતા.

image source

જે-જે જગ્યાએ આ અશ્રુના બૂંદ પડ્યા હતા તે-તે જગ્યાએ રુદ્રાક્ષના વૃક્ષની ઉત્પત્તિ થઇ હતી. એવી માન્યતાઓ છે કે, રુદ્રાક્ષ એ દરેક વ્યક્તિની મનોકામના ખુબ જ સારી રીતે પૂર્ણ કરે છે. આપણા આદ્યાત્મિક ગુરુ સદગુરુ જણાવે છે કે, રુદ્રાક્ષ નકારાત્મક ઉર્જાઓની સામે એક કવચ તરીકે કામ કરે છે.

હાલ, પ્રવર્તમાન સમયમા પહાડી એરિયામાં ઉંચાઇ પર અને ખાસ કરીને હિમાલયમા એક ઉંચાઇ પછી રુદ્રાક્ષના વૃક્ષ ઠેર-ઠેર જોવા મળે છે. તેના પાંદડા એકદમ લીલા હોય છે. આ વૃક્ષના ફળ એકદમ ભૂરા રંગના હોય છે, તેનો સ્વાદ પણ એક્દમ ખાટો હોય છે. રુદ્રાક્ષના વૃક્ષ એ તમને અમુક વિશેષ જગ્યાઓ પર જ જોવા મળે છે.

image source

અમુક એવી માન્યતા છે કે, રુદ્રાક્ષ ધારણ કરવાથી તમને શારીરિક અને માનસિક મજબૂતી મળે છે અને તમારી હેલ્થ પણ ખુબ જ સારી રહે છે. તેમા પણ એકમુખી રુદ્રાક્ષ દુર્લભ હોય છે અને તે આપણને ખુબ જ ઓછો જોવા મળે છે. તેનુ મુલ્ય પણ ખુબ જ વધારે હોય છે પરંતુ, તેની વિશેષતા એ છે કે, એકમુખી રુદ્રાક્ષ એ હ્રદય સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવામા પણ ઉપયોગી સાબિત થાય છે.

image source

આ સિવાય પંચમુખી રુદ્રાક્ષ એ સ્ત્રીઓ, પુરુષો અને બાળકો દરેક માટે ખુબ જ સારો છે. આ ઉપરાંત તેને ધારણ કરવાથી તમારા ઘરમા ખુશીઓનુ આગમન થાય છે અને તમારુ સ્વાસ્થ પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત જેના ઘરમા રુદ્રાક્ષની નિયમિત પૂજા થાય છે તેના ઘરમા ક્યારેય પણ અન્ન, વસ્ત્ર, ધન-ધાન્યની ઉણપ સર્જાતી નથી.