વાસ્તુ ટીપ્સ – મનની શાંતિ અને ધન પ્રાપ્તિ માટે કરો આ પ્રયોગ.

ઘરકંકાસથી પરેશાન છો?વાસ્તુશાસ્ત્ર આધારિત લવિંગના ઉપયોગથી મનની શાંતિ અને સફળતા મેળવો.

image source

સતત ભાગતા રહેતા જીવનમાં પ્રત્યેક વ્યક્તિ મનની શાંતિ પહેલા જંખે છે.મનની શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આસપાસની પરિસ્થિતિ પણ સુખદાયક હોય. અને સુખ મેળવવા માટે ધન પણ સુખનો જ એક ભાગ છે .તો મનની શાંતિ અને ધન પ્રાપ્તિ માટે થોડા સરળ ઉપાયો કરીએ જેનાથી ઘરમાં અને મનમાં સુખ અને શાંતિ કાયમ રહે.મન અને ઘરની સુખ-શાંતિ માટે વાસ્તુ શાસ્ત્ર પણ એક મહત્ત્વનું શસ્ત્ર છે. જેમાં આપવામાં આવેલી નાની નાની વાતોને ધ્યાનમાં રાખવાથી સુખ શાંતિ આપણા દરવાજા પર દસ્તક દઈ શકે છે.

ઘણી વખત આપણા રોજબરોજના ઉપયોગમાં આવતી નાની-નાની વસ્તુઓ એવી હોય છે કે જેના વાસ્તુશાસ્ત્રને લગતા મહત્વથી આપ્ણે અજાણ હોઈએ છીએ.

image source

દાખલા તરીકે સ્વસ્થ્ય વર્ધક ગણાતું લવિંગ.આપણે રસોઈમાં કોઈને કોઈ રીતે લવિંગ નો વપરાશ કરતા હોઈએ છીએ. લવિંગ સ્વાદ દાયક છે સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.હિન્દુ ધર્મમાં તો લવિંગનો ઉપયોગ પૂજા પાઠમાં પણ કરવામાં આવે છે.વાસ્તુશાસ્ત્રમાં પણ લવિંગનું અલાયદું મહત્વ છે.ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય દયાનંદ શાસ્ત્રી કહે છે કે લવિંગ એક ઉપયોગી જડીબુટ્ટી છે. તે દવા તો છે જ પરંતુ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો લવિંગ જીવનને સુખ-સમૃદ્ધિ અને ધન વૈભવ થી ભરી શકે એટલું પ્રભાવી છે.

લાંબા સમયથી કોઈ મહત્ત્વના કાર્ય પૂર્ણ થવામાં વિઘ્ન આવતું હોય તો લવિંગ ,એલચી અને સોપારીવાળુ પાનનું બીડું ગણપતિને ધરાવવાથી કાર્યમા આવતા વિઘ્નો દુર થઇ કાર્ય સંપન્ન બને છે.

image source

ઘરમાં ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં પણ લવિંગ ઉપયોગી છે. સાતથી આઠ દાણા લવીંગના બાળી ઘરના કોઈ એક ખૂણામાં મૂકી દેવાથી ઘરમાં થતો ક્લેસ અને અશાંતિ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો આહવાન થાય છે.પરિવારની સમૃધ્ધિ પણ વધે છે.

image source

ઘરની પૂજામાં કરવામાં આવતા દીવામાં પણ 2 લવિંગ ઉમેરવામાં આવે અથવા તો ઘરમાં થતી આરતીમાં કપૂરની સાથે પણ બે લવિંગ ઉમેરવામાં આવે તો ઘરમાંથી કકળાટ દૂર થાય છે .ઘરમાં વસતિ વ્યક્તિઓમાં પ્રેમ ભાવ વધે છે અને મહત્વના કાર્ય પૂરા કરવામાં આવતા અંતરાયો પણ દૂર થાય છે. લવિંગ ઘરમાં સકારાત્મક ઉર્જાનું વહન કરે છે આને નકારાત્મક પ્રભાવથી ઘરને દૂર રાખી શાંતિ સ્થાપવામાં ઉપયોગી છે.

image source

લવિંગના ઉપયોગ દ્વારા કરવામાં આવતો એક પ્રચલિત ટુચકો લક્ષ્મીની કૃપા વરસાવે છે. કહેવાય છે કે કાળા મરી અને લવિંગને માથા પરથી ઉતારી જ્યાં કોઈની અવરજવર ન હોય એવી જગ્યાએ ફેંકવામાં આવે તો આર્થિક તંગી દૂર થાય છે.મરી અને લવિંગને માથા પરથી ઉતારીને ચારે દિશામાં ફેંકી શકાય છે અને ત્યારબાદ પાછું વાળીને જોવાનું હોતું નથી.આવું કરવાથી પણ નકારાત્મક પ્રભાવને દૂર કરી શકાય છે.

image source

દર શનિવારે કપૂર અને લવીંગનો ધૂપ કરી ઘરના દરવાજામાં મૂકવાથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ