દિવાળીની રાતે આ ૧૦ સંકેતોમાંથી કોઈ એક પણ જોવા મળે તો સમજવું, માતા લક્ષ્મીએ તમારા પૂજનને સ્વીકારીને કૃપા વરસાવી છે..

દિવાળીની રાતે આ ૧૦ સંકેતોમાંથી કોઈ એક પણ જોવા મળે તો સમજવું, માતા લક્ષ્મીએ તમારા પૂજનને સ્વીકારીને કૃપા વરસાવી છે…

image source

દિવાળી એટલે ભારતીય હિન્દુ સંસ્કૃતિનો મહાપર્વ. આ માત્ર એક જ દિવસ નથી ઉજવાતો એ અગિયારસથી લઈને છ્ઠ સુધી ઉજવાતો ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ સાથે જોડાયેલ તહેવાર છે. જે માત્ર આનંદપ્રમોદ કરવાના હેતુસર ઉજવાતો નથી પરંતુ દિવાળી અને તેની સાથે જોડાયેલા દરેક પર્વનું આગવું મહત્વ છે અને તેની સાથે જોડાયેલી પારંપરિક માન્યતાઓ વિશે પણ વિશેષ કારણો હોય છે. દિવાળીને આપણે સમૃદ્ધિ અને ધનની કામના કરવાના તહેવાર તરીકે ઉજવીએ છીએ. આપણાં ઘર – પરિવાર અને નોકરી – વ્યવસાયમાં ઉત્તરૌઉત્તર બરકત વધે તેવી શુભેચ્છાઓ એકબીજાંને આપીએ છીએ.

image source

ધનતેરસના ધનવંતરી દેવતાની પૂજા કરીને આરોગ્યની પ્રાર્થના કરાય છે. કાળી ચૌદસના દિવસે નકારાત્મક શક્તિને દૂર કરવાનો પ્રયાસ થતો હોય છે. દિવાળીના પાવન તહેવારે, માતા લક્ષ્મી – નારાયણની પૂજા સાથે ગણેશજી અને સરસ્વતી દેવીનું સ્થાપન કરવામાં આવે છે. જેથી ઘર – પરિવારમાં રિદ્ધિ – સિદ્ધિ અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ બની રહે. પ્રતિપદાના દિવસે સૌ એકબીજાને નૂતન વર્ષના અભિનંદન આપે છે આવનાર વર્ષની મંગળકામના થાય છે અને ગાયમાતાની પૂજા થાય છે. ભગવાનને અન્નકુટ ધરાવાય છે. ભાઈ બીજના દિવશે બહેન ભાઈની રક્ષા અને આયુષ્યની પ્રાર્થના કરે છે અને ભાઈઓ કિંમતી ભેટ આપીને પોતાનો સ્નેહ દર્શાવે છે. લાભપાચંમના લોકો પોતાનો આટલા દિવસથી તહેવારો માણ્યા બાદ પોતાનો વ્યવસાથે અને નોકરી શરૂ કરે છે. છઠના સૂર્ય પૂજા અને ગંગા સ્નાનના મહત્વને લીધે લોકો એ દિવસે પણ પૂજા, પાઠ, સ્નાન, અનુષ્ઠાન કરીને પરિવાર સાથે બહાર હરેફરે છે.

image source

આમ આ દરેક પર્વ એકબીજા સાથે સુસંગત થઈને એકમેકમાં ભળેલાં છે છતાં તે દરેકનું આગવું મહત્વ પણ છે. આમાં સૌથી મહત્વનો તહેવાર કહેવાય છે દિવાળી. એવું કહેવામાં આવે છે કે દિવાળી પર માતા લક્ષ્મી લોકોના ઘરે પ્રવેશે છે. જેના માટે લોકો દિવાળી પર પોતાના ઘરને એકદમ સાફસફાઈ કરીને ચોખ્ખું કરે છે અને સુંદરે સજાવટ કરે છે. જેથી માતા લક્ષ્મી તેમના ભક્તની ભક્તિથી સૌથી વધુ પ્રસન્ન થાય છે, તે દિવાળીની અમાસની રાતે એવું માનવામાં આવે છે કે સ્વર્ગમાંથી પૃથ્વી પર લક્ષ્મીજી સૌના ઘરે મુલાકાત લેવા આવે છે. ચાલો આપણે ઘરે લક્ષ્મી માતાના આગમન વિશે જણાવેલ સંકેતોને કેવી રીતે ઓળખવું તે જાણીએ. એવું કહેવાય છે કે કેટલાંક એવા સંકેતો છે જેના ઉપરથી સમજી શકાય કે માતા લક્ષ્મીએ દિવાળી દરમિયાન તમારું પૂજન સ્વીકાર્યું અને ટૂંક સમયમાં તમને ધનલાભ જરૂર થશે.

છછુંદર…

image source

દિવાળી પર કે દિવાળીના દિવસો દરમિયાન જો તમે ઘરમાં છછુંદર દેખાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ક્યાંકથી અટકેલું ધન કે પૈસા મળે છે. છછુંદરને જોઈને એમ માનવામાં આવે છે કે ઘરમાં શુભ સમાચાર પણ આવશે.

કરોળિયાનું ઝાળું…

image source

દિવાળીમાં આપણે ઘરની ખૂબ સાફસફાઈ કરીએ છીએ. તેમ છતાં પણ જો દિવાળીના દિવસોમાં તમને કરોળિયાનું ઝાળું દેખાય અને તેમાંય ખાસ કરીને તમારા નામના અક્ષરો જેવો આકાર દેખાય તો તે એક અતિશય શુભ સંકેત માનવામાં આવે છે.

ઘુવડ…

image source

આમ તો ઘુવડને રાતનું પક્ષી કહેવાય છે અને તે નરી આંખે આપણને ભાગ્યે જ દેખાતું હોય છે. તેમ છતાં જો તે દિવાળીના દિવસોમાં દેખાઈ જાય અને ખાસ કરીને દિવાળીની અમાસની રાતે તો તે કોઈ ચમત્કારથી ઓછું ન સમજવું. કારણ કે ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો ઘુવડ દેખાઈ જાય તો માતાનું આહ્વાન આપના સ્થાને જરૂર થયું છે એમ નિશ્ચિતપણે સમજવું.

ગરોળી…

image source

દિવાળી દરમિયાન આપણે ઘરને બરાબર સાફ કરાવીએ છીએ, ઘરની દિવાલો ઉપર રંગરોગાન પણ કરાવીએ છીએ. તેમ છતાં પણ આપને દિવાળીની રાત્રે જો ગરોળી દિવાલો પર દોડતી જોવા મળે છે, તો તેને પણ એક સારા શકન માનવામાં આવે છે. કોઈના શરીર ઉપર અનાયાસે ગરોળી પડે તો તે પણ તે વ્યક્તિ માટે બહુ લાભદાયી છે એવું માનવામાં આવતું હોય છે.

બીલાડી…

image source

કહેવાય છે કે જો તમારા ઘરના આંગણાંમાં કે છત ઉપર બીલાડી મળ ત્યાગ કરે અથવા તો તેની નાળ મળે તો તેને અતિશય શુભ માનવામાં આવે છે. બીલાડી રાતે આવીને દૂધ પીને જાય તો તેને પણ એવો સંકેત મનાય છે કે તમારા ઘર, પરિવાર, વ્યવસાય, નોકરીમાં બરકત વધતી રહેશે. બીલાડીના માથા ઉપર હાથ ફેરવવાથી આયુષ્ય વધે છે અને મન પ્રફુલ્લિત રહે છે એવું શાસ્ત્રોમાં તો માનવામાં આવે છે અને વૈજ્ઞાનિક રીતે પણ આ વાતને માન્યતા મળેલી છે.

સાપ અને સાપની કાંચળી…

image source

દિવાળીના દિવસે જો ઘરમાં બે મોઢાવાળા સાપ દેખાય છે, તો તેનો વધ ન કરવો જોઇએ. આવું થાય તો સમજવું તમારી સંપત્તિમાં વધારો કરવાનો સમય નજીક આવી રહેલો છે તેવું સૂચક માનવામાં આવે છે. આ સમયમાં માત્ર સાપ જ નહીં પરંતુ સાપની કાંચળી પણ દેખાઈ જાય તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે.

અણધાર્યા પૈસા મળવા…

image source

દિવાળીના સમયે તો તમને કોઈપાસેથી અણધાર્યો ધન લાભ થાય તો સમજવું આવનારું આખું વર્ષ તમારા માટે શુભ છે અને તમારા જીવનમાં ધનની બરકત રહેશે. કદાચ એટલે જ આપણે ત્યાં બોનસની કે ભેટ સૌગાદ આપવાની પ્રથા પ્રચલિત છે. આથી સૌને ભેટ અને બક્ષીસ જરૂરથી આપવી અને કોઈ આપે તો પણ પ્રેમથી તેને નકાર્યા વિના જરૂરથી સ્વીકારવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ