મા કાળી, યમરાજ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવા માટેનો ઉત્તમ દિવસ..

મા કાળી, યમરાજ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવા માટેનો છે આ ઉત્તમ દિવસ. જાણો શું છે તેનું મહત્વ…

કાળી ચૈદસનો દિવસ એટલે અંધકારને પ્રકાશમય કરવાનો તહેવાર, નકારાત્મક ઊર્જાને હડસેલીને સકારાત્મક શક્તિ તરફ વહન કરવું. આ દિવસને અનુસરતી અનેક પ્રથાઓ અને પૌરાણિક કથાઓ પ્રચલિત છે. તેના અનેક નામ છે, નરક ચતુર્દશી, રૂપ ચૌદસ, કાળી અને નરક નિવારણ ચતુર્દશી. મા કાલી, યમ દેવતા તેમજ મહાબલી હનુમાનજીની આ દિવસે ખાસ ઉપાસના કરાય છે. આ દિવસે જ્યોતિષિઓ રાહુ ગ્રહને આધિન નડત અને દશાથી થતા નુસ્કાન અને તકલીફોનું નિવારણ કરવાના ઉપાયો હેતુ પણ ખૂબ મહત્વનો દિવસ માને છે. કાળી ચૌદસના પ્રવર્તતી કેટલીક વાયકાઓ એવી પણ હોય છે કે લોકો પોતાના ઘરની નકારાત્મકતા બહાર કાઢીને કકળાટ કાઢવા ચાર રસ્તે વડા – લાપસીનો નૈવેદ્ય ધરાવે છે. હકીકતે, આ એવી પ્રથા છે જે સદીઓથી ચાલી આવે છે. જેની પાછળ ઘરમાં સદાય સુખ – શાંતિ બની રહે એવી મનોકામના છુપાયેલી હોય છે.

image source

વહેલી સવારે યમ સ્નાન કે યમ તર્પણનું પણ આ દિવસે ખૂબ જ મહત્વ રહેલું હોય છે, તેમજ કહેવાય છે કે આ દિવસે નરકાસુર રાક્ષસનો વધ થયો હતો, પરાક્રમી બલી રાજા સાથે પણ આ દિવસની દંતકથા પ્રચલિત છે, વધુમાં પવનપુત્ર હનુમાનજી મહારાજની ભક્તિ કૃપા સાથે પણ આજના દિવસનું મહાત્મય જોડાયેલું છે. આવો જાણીએ શું છે આ દંતકથાઓ અને જાણીએ તેની પાછળ રહેલી રસપ્રદ ધાર્મિક પૂજા વિધિઓ…

આ દિવસ સાથે સંકળાયેલ કેટલાક અન્ય દંતકથાઓ:

નરકાસુરની હત્યા:

image source

પૌરાણિક સમયમાં નરકાસુર નામનો એક સૌથી ભયંકર અને વિકરાળ રક્ષાસ હતો અને તેણે પૃથ્વી પર અને સ્વર્ગમાં પણ પોતાની વિનાશક પ્રચંડ શક્તિનો દૂરોપયોગ કરીને સર્વનાશ સર્જ્યો હતો. શક્તિશાળી દેવ રાજ – ઇન્દ્ર પણ સ્વર્ગલોકમાં થતા આ ભયંકર રાક્ષસના આક્રમણથી તેમનું સ્થાન બચાવી શક્યા નહીં, અને આ રીતે તેમણે પણ દેવલોક છોડીને ભાગવું પડ્યું. આવી પરિસ્થિતિમાં, બધા દેવોએ સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ પાસે જઈને મદદ માંગી, ભગવાનને સર્વ દેવોને ખાતરી આપી હતી કે શ્રી કૃષ્ણ તરીકે નહીં પરંતુ તેમના અવતાર મા કાળીના સ્વરૂપમાં, નરકાસુસરનો અંત લાવવામાં આવશે. અને ખરેખર, ભગવાન શ્રીકૃષ્ણ અને રાક્ષસ વચ્ચેનો ભયંકર યુદ્ધ થયો અને બાદમાં મા કાળીએ તેમનો વધ કર્યો. રાક્ષસની આ હત્યા નરક ચતુર્દશી કે રૂપ ચૌદસના દિવસે થઈ હોવાનું મનાય છે. આ દિવસે નરકાસુર રાક્ષસે સોળ હજાર કન્યાઓને બંધી બનાવીને રાખી હતી તેમને પણ ભગવાન શ્રી કૃષ્ણે છોડાવી અને તે તમામ સાથે લગ્ન કરીને તેમને લોક લાજમાંથી મુક્તિ અપાવી અને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતાં.

બલી રાજાની

image source

પુરાતન યુગમાં રાજા બલી સૌથી ઉદાર રાજાઓમાંથી રાજા હતા અને તેમણે દૂરદૂર સુધી ઘણી પ્રખ્યાતિ પ્રાપ્ત કરી હતી, પરંતુ બન્યું એવું હતું કે તેમને મળેલ પ્રખ્યાતિ તેમના માથે ચડી ગઈ અને તેઓ ખૂબ ઘમંડી થઈ ગયા. તેઓ તેમની પાસે ભિક્ષા માટે આવેલા લોકોનું અપમાન કરવા લાગ્યા અને અપમાન કરીને પોતાના દરબારમાંથી કાઢી મૂકવાનું શરૂ કર્યું. તેથી આ જોઈને ભગવાન વિષ્ણુએ તેમને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો અને વામનના વેશમાં વામન અવતારમાં ત્યાં પ્રગટ થઈને પહોંચી આવ્યા અને ભીક્ષા માંગી. નાનકડા કદનો વ્યક્તિ શું માંગશે અને કેટલું માંગશે? એવું વિચારીને બલી રાજાએ તેમને જે જોઈએ તે માંગી લેવા કહ્યું, ત્યારે ભગવાન વામનએ તેમના ત્રણ પગલાં જેટલી જમીન માંગી લીધી.

ભગવાને વિરાટ સ્વરૂપ ધર્યું અને પ્રથમ પગલાથી ભગવાને આખું પૃથ્વી અને તેના બીજા પગલાથી સમગ્ર સ્વર્ગને માપ્યું. પછી તેણે બલીને પૂછ્યું કે તેમનું ત્રીજું પગલું ક્યાં મૂકવું? આ સ્વરૂપ જોઈને બલી રાજાએ વિનમ્રતાથી પ્રણામ કર્યા અને ભગવાનને વિનંતી કરી કે તેઓ ત્રીજું પગલું તેના માથા પર મૂકે, જેનાથી તેને મુક્તિ મળી શકે. તો કાલી ચૌદસના દિવસને મનમાં રહેલા લોભ, દંભ અને અહંકારને દૂર કરવા માટે પણ ઉજવવામાં આવે છે.

image source

હનુમાનની દંતકથા

ભગવાન રામના પ્રિય ભક્ત ભગવાન હનુમાનને દરેક જણ ઓળખે છે. તેમનો મહિમા સંસારમાં સર્વવ્યાપી છે. આજે આપને અમે હનુમાનજી મહારાજના નાનપણનો એક પ્રસંગ જણાવીએ.

જ્યારે હનુમાનજી પરાક્રમી અને મહાબલી તરીકે પૂજાતા નહોતા તેઓ માત્ર એક નાના બાળક હતા ત્યારે તેમણે એક વખત સૂર્યનો ધગધગતો ગોળો જોયો અને તેમના બાળમાનસમાં વિચાર્યું કે તે એક અદ્ભુત ફળ છે, અને તેને ખાઈ જવાની ચેષ્ટા કરે છે. તેઓ આ સૂર્યના ગોળાને મોંમાં મૂકી દે છે. આમ થવાથી તેમના પરાક્રમે આખી દુનિયાને અંધકારમાં ધકેલી દે છે. કાલી ચૌદસના દિવસે, બધા દેદી – દેવતાઓએ હનુમાનજીને સૂર્યને મુક્ત કરવાની વિનંતી કરી, પરંતુ હનુમાન રાજી થયા નહીં, તેથી ભગવાન ઇન્દ્રએ તેમની શક્તિનો ઉપયોગ કરીને ગાજવીજ સાથે તેના પર વરસાદનો હુમલો કર્યો, જે હનુમાનના મોં પર વાગ્યો અને સૂર્ય નારાયણ હનુમાનજીના મુખમાંથી બહાર આવી ગયા, અને પછી ફરીથી વિશ્વમાં પ્રકાશિત થયા.

કાળા દોરાનો ઉપાય…

image source

કાળી ચૌદસના દિવસે હનુમાન ચાલિસા બોલવાનું ખૂબ જ મહત્વ છે. અનિષ્ટ શક્તિઓ અને કાળી કે મેલી વિદ્યાઓનો નિષેધ કરવા માટે હનુમાનજીની ભક્તિ કરવામાં આવે છે. ભૂત – પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે… ખરેખર નકારાત્મક શક્તિનો નાશ કરવા અને મનના દરેક પ્રકારના ભયને દૂર કરવા અભય વરદાન મેળવવા હનુમાન ચાલિસા બોલવામાં આવે છે. એ દિવસે બજરંગ બાણ અથવા તો સુંદરકાંડનો પાઠ કરવાનું પણ શુભ માનવામાં આવે છે.

image source

એક ઉપાય મુજબ એક જ બેઠકે તમારા ઘરના પૂજાના સ્થાન ઉપર બેસીને કાળો દોરો લેવો અને સાત કે ચૌદ વખત હનુમાન ચાલિસા બોલવી જોઈએ. દીવો કરીને અને ધુપ અગરબત્તી કરીને વાતાવરણને પવિત્ર કરીને આ રીતે કરેલ અનુષ્ઠાન ખૂબ જ લાભ કર્તા છે. એક એક ચાલિસા બોલ્યા બાદ કાળા દોરા ઉપર ગાંઠ મારવી અને આ તમારા કાંડાં ઉપર કે બાવડાંમાં અથવા તો ગળાંમાં પહેરવાથી જો તમને કોઈની ટોક લાગી હોય, નજર પડી હોય એવું અનુભવાતું હોય અથવા લાંબા સમયથી નકારાત્મકતા અનુભવાતી હોય તો આ ઉપાય જરૂર કરવાથી લાભ થાય છે. જો તમને માત્ર હનુમંત ભક્તિ હેતુ અને સકારાત્મક શક્તિ મેળવવા માટે આ ઉપાય કરવો હોય તો પણ ખૂબ જ શ્રેષ્ટ લાભ આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ