મેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો પછી આજે જ સમય કાઢીને બનાવી દો…

મેંગો આઈસ્ક્રીમ –

 ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ જો ઘરે બેઠા જ મળી જાય તો કોને ન ગમે? અને એમાંય બાળકોને તો ખૂબ જ મજા પડી જાય. તેમાંય આજકાલના બાળકો જ નહીં પરંતુ મોટા વડિલોને પણ આઈસ્ક્રીમ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો ચાલો મિત્રો, આજે હું લઈને આવી છું સરળતાથી બની જાય એવી યૂનિક મેંગો આઈસ્ક્રીમની રેસિપી. અને એમાંય ઘરની જ ચીજવસ્તુઓ માંથી જો સરળતાથી આઈસ્ક્રીમ મળી જતો હોય તો આવો ફાયદો ના છોડાય.

 ગરમીમાં સ્ટોરમાં ખરીદેલી વસ્તુઓ ને બદલે બાળકો અને સ્વજનોને ઘરેલું બનાવેલી આઈસ્ક્રીમ સવૅ કરીએ તો આ એક સરસ વિચાર છે. આઈહોપ આપસૌને મારી આ હેલ્ધી રેસિપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ મેંગો આઈસ્ક્રીમ. સામગ્રી -: 750 મિલી. ફૂલ ફેટ દૂધ

2 ચમચી કસ્ટડૅ પાવડર

3 ચમચી ખાંડ

2 નંગ કેરી ખાંડ આપણા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકાય. તૈયારી :- કેરી ને ચોખ્ખા પાણી માં ધોઈને છાલ ઉતારી અને એના કટકા કરીને મિક્સરમાં કે બ્લેન્ડરમાં ક્રશ કરી દેવાના છે. રીત :- સ્ટેપ 1 : એક નોનસ્ટિક કડાઈમાં 750 મિલિ દૂધ નાખીશું અને ગેસ ની ધીમી આંચ પર ઉકળવા મુકીશું.

સ્ટેપ 2 : દૂધ અડધું થઈ જાય તેમજ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. અને ઉકળવા દેવાનું છે.

સ્ટેપ 3 : દૂધ થોડું ઉકળે એટલે એક વાટકીમાં થોડું દૂધ લેવાનું અને એમાં 2 ચમચી કસ્ટડૅ પાવડર ને સારી રીતે મિક્સ કરીને નોનસ્ટિક પેનમાં જે દૂધ ઉકળે છે એમાં સારી રીતે મિક્સ કરવાનું.

સ્ટેપ 4 : જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ નોનસ્ટિક પેન ની સાઈડ ની બાજુ પર દૂધની મલાઈ ચોંટશે એ આપણે દૂધમાં જ મિક્સ કરતાં જવાનું છે. સ્ટેપ 4 : દૂધ ધટ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા જવાનું છે.

સ્ટેપ 5 : ગેસ બંધ કરીને દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા દઈશું.

સ્ટેપ 6 : દૂધ ઠંડું થઈ જાય ત્યારબાદ તેમાં ક્રશ કરેલા મેંગો ને દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું.

સ્ટેપ 7 : હવે આ મિશ્રણને એરટાઈટ કંન્ટેઈનર માં 5 થી 6 કલાક જમાવવા માટે ફ્રીઝર માં મૂકીદો.

સ્ટેપ 8 : 5 થી 6 કલાક બાદ એરટાઈટ કંન્ટેઈનર ને બહાર કાઢી લઈશું. અને મિક્સરમાં કે બ્લેન્ડરમાં ક્રશ કરી લઈશું. જેથી આઈસ્ક્રીમ સોફ્ટ અને ક્રીમી બનશે.

સ્ટેપ 9 : હવે ફરીથી આ ક્રશ કરેલા આઈસ્ક્રીમ ને એરટાઈટ કંન્ટેઈનર માં લઈને 8 થી 9 કલાક માટે જમાવવા મુકી દઈશું.

સ્ટેપ 10 : હવે આપણો મેંગો આઈસ્ક્રીમ થઈ ગયો છે. આઈસ્ક્રીમને સવિઁગ બાઉલમાં કાઢીશું અને ઉપર કેરીના નાના નાના પીસ કરીને આઈસ્ક્રીમ પર ગાનિઁશ કરીને સવૅ કરીશું. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી મેંગો આઈસ્ક્રીમ .

તમે આ આઈસ્ક્રીમ ને બપોરે ખાઈ શકો છો અથવા તો રાતના ભોજન પછી ડેઝર્ટ માં પણ સવૅ કરી શકો છો. તો આ આઈસ્ક્રીમ જરૂર થી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને બધી જ સામગ્રી ઘરમાંથી જ મળી જશે.

 નોંધ :-

– આ આઈસ્ક્રીમ માં કોઈ પણ આટિઁફિશિયલ ફ્લેવર નો ઉપયોગ કરયો નથી. – કેરી માં જે પ્રમાણેની સ્વીટનેસ હોય એ પ્રમાણે ખાંડ ને વધઘટ કરી શકો છો. – ઉકળેલા દૂધ ને ઠંડું કરવા ફ્રિજમાં મુકવાનું નથી. – આ આઈસ્ક્રીમ 5 થી 6 દિવસ સુધી બગડતો નથી.
રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.