જાણો કેવી રીતે આવે છે ભૂકંપ, અને કેવી રીતે મપાય છે તેની તિવ્રતા…

શું તમે જનો છો કે ભૂકંપ કયા કારણોસર આવે છે, અને તેની તીવ્રતા કેવી રીતે મપાય છે?

ગત રવિવારે રાત્રે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપનું કેન્દ્ર કચ્છ નજીક બતાવાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાયા હતા. તમે પણ ભૂકંપ વિશે જરૂર જાણતા હશો, પણ શું તમને ખબર છે કે ભૂકંપ ક્યા કારણોથી આવે છે, અને તેની તીવ્રતા કેવી રીતે મપાય છે?

image source

ભૂકંપની તીવ્રતા 5.5 આંકવામાં આવી છે

ગત રવિવારે જ્યારે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 આંકવામાં આવી છે. કોરોનાના ડર વચ્ચે હવે ભૂકંપ આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો આંચકા અનુભવતા જ ઘર અને ઓફિસોની બહાર આવી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉ નજીક 10 કિલોમીટરના અંદર છે. આ ભૂકંપના કારણે અમદાવાદ, રાજકોટ અને કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાં ધ્રૂજારી અનુભવી શક્યા હતા. લોકો અચાનક ધ્રુજતા ડરી ગયા હતા અને તાત્કાલિક દોડીને ઘર બહાર આવી ગયા હતા.

ભૂકંપ કયા કારણોથી આવે છે ?

image source

આપણે શરૂઆતથી જ એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, જો ધરતી ધ્રૂજવા લાગે તો આપણું મન પણ ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે, કે આખરે આ ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે આ વિશે અધૂરી માહિતી હોય છે. આવામાં આજે આપણે સમજીશું કે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?

image source

જો કે ભૂકંપને સમજતા પહેલા આપણે ભૂમિ વિશે થોડુક સમજી લઈએ. શું તમે જાણો છો કે સાત ખંડમાં વહેચાયેલ આપણી આ પૃથ્વી ૩૩ કરોડ વર્ષ પહેલા એક જ ભૂમિ ભાગ હતી. એટલે કે એક વિશાળ મહાદ્વીપ અને આસપાસ બસ સાગર. આ આખાય મહાદ્વીપનું નામ હતું પેંજીયા. પણ જેમ કે આપણી પૃથ્વીમાં મુખ્ય સાત ટેક્ટોનીક પ્લેટસ છે. આ પ્લેટસ આપણા જમીન ભાગનો સરફેસ ભાગ છે, જેના નીચે અવિરત લાવા વહેતો રહે છે. પરિણામે આ પ્લેટસ એના પર સ્પ્રેડ કરતી રહે છે. એટલે કે ખસે છે. એમ પણ કહેવાય છે કે વર્ષો પહેલા જ્યારે માત્ર એક જ મહાદ્વીપ પેંજીયા હતો, ત્યારે ખુબ ધીમી ગતિએ આ પ્લેટસ વિસ્તરતી રહી અને બધા મહાદ્વીપોનું નિર્માણ થયું.

image source

અહી સમજવાની વાત છે કે આ સરફેસ કેમ સ્થિર નથી. આ પ્લેટસ સતત ગતિવિધિ થતી રહે છે. આ પ્લેટસ વચ્ચે અવારનવાર પ્રતિક્રિયાઓ જોવા મળે છે. એક તો આ સરફેસ પ્લેટસ સ્પ્લીટ થાય છે એટલે કે એકબીજાની નજીકથી પસાર થઇ જાય છે અથવા ઘસાય છે. બીજું આ પ્લેટ એકબીજાથી દુર થઇ જાય અને આમ થવાથી એમની વચ્ચે થતી જગ્યામાં સાગરનું પાણી ભરાઈ જાય, ત્રીજું આ પ્લેટસનું એકબીજા સાથે જોડાણ થાય છે. આ જોડાણનું ઉદાહરણ સમજવા જઈએ તો પેંજીયામાંથી જ્યારે ઇન્ડો પ્લેટ છૂટી પડીને એશિયન પ્લેટ સાથે અથડાઈ હતી, ત્યારે જે જોડાણ થયું એ જોડાણની ગતિ એટલી ત્રીવ્ર હતી કે આ જોડાણ દરમિયાન હિમાલય અને માઉન્ટ એવરેસ્ટનું સર્જન થયું હતું. ચોથી ગતિવિધિ છે સબડકશન એટલે કે બે પ્લેટ એક બીજાની નજીક આવે અને ટકરાય ત્યારે, કોઈ એક પ્લેટ બીજી પ્લેટના નીચે ચાલી જાય છે અને અંદર જઈને લાવામાં ભળી જાય. આ લાવામાંથી પછી જીવંત જવાળામુખી બની એ પાછા બહાર નીકળે છે, આમ ભૂમિનું રીસાઈકલીંગ થાય છે.

ભૂકંપ કેવી રીતે સર્જાય છે.

image source

પૃથ્વી પર રહેલી આ પ્લેટસ જ્યારે એકબીજા સાથે અથડાય છે અથવા દુર જઈ રહી છે કે સંપર્કમાં આવે છે ત્યારે એમના વચ્ચે જો કઈ આવી જાય જેમ કે પર્વત કે એવું કઈ અને આ પ્લેટસ ખસી ન શકે, ત્યારે નીચેના ભાગમાં પ્રેશર ઉભું થાય છે. આ પ્રેસર જે વસ્તુ આ દુર જવાની કે ખસવાની ઘટનાને અટકાવે છે, તેના કરતા વધુ પ્રમાણમાં ઉદ્ભવે છે અને એ વસ્તુને તોડીને અથવા ઝટકા સાથે પ્રેસર પ્લેટને એનાથી દુર કરે છે. આ સમયે જે ઝટકો ઉદભવે છે એને આપણે ભૂકંપ કહીએ છીએ. આ બળ એટલું પ્રબળ હોય છે કે, એના વેવ્સ ઝાટકાની ત્રીવ્રતાના પ્રમાણમાં આસપાસ ફેલાય છે.

આ ભૂકંપ કઈ રીતે મપાય છે

image source

ભૂકંપને માંપવા માટે એક મિટર આવે છે જેનું નામ છે સાઈસ્મોગ્રાફ. આ મશીનમાં આવતા ગ્રાફને રિક્ટર સ્કેલના આધારે આપણે ભૂકંપની ત્રીવ્રતાને માપીએ છીએ. આ પ્રક્રિયામાં એક ભાગ જમીન સાથે જોડાયેલો હોય છે અને અન્ય વજનદાર ભાગ એના ઉપર હવામાં હોય છે. હવે આ ભૂકંપ સમયે આ કેટલા બળથી જમીન હલે અને ઉપરની વસ્તુ ન હલે એનું માપ એક કાગળ પર આવી જાય છે. જેને આધારે આપણે આ માપ કાઢીએ છીએ. હવે આ પેપર પરનો ડાયાગ્રામ માપવા માટે જે સ્કેલ વપરાય છે એને રિક્ટર સ્કેલ કહેવામાં આવે છે. આપણે સાંભળીએ છીએ કે એક રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો કે બે રિક્ટર સ્કેલનો કે વગેરે વગેરે ૩ રેચર્સ સ્કેલ બે રિક્ટર સ્કેલ કરતા ૩૦ ગણું વધારે ત્રીવ્ર હોય છે. આમ પ્રતિ ત્રીસ ઘણાના વધારા મુજબ એ સ્કેલ ૪, ૫, એમ આગળ વધે છે.

ભૂકંપની તીવ્રતા માપવાના સ્કેલ અને એની અસર

image source

7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારીનો જ અનુભવ થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર વિનાશ થાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.

• 0 થી 2 રિક્ટર સ્કેલ – આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે અને આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝમોગ્રાફથી જ જાણી શકાય છે.

• 2 થી 2.9 રિક્ટર સ્કેલ – આ ભૂંકપમાં સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર પણ દેખાય છે.

image source

• 3 થી 3.9 રિક્ટર સ્કેલ – આ ભૂકંપ આવતાં ઘરના પંખા અને ઝુમર હલવા લાગે છે. વસ્તુઓ વેર-વિખેર થવાની સંભાવના રહે છે. જાણે એકદમ નજીકથી કોઈ ટ્રક પસાર થઇ ગયો હોય તેવી અસર અનુભવાય છે.

• 4 થી 4.9 રિક્ટર સ્કેલ – આ પ્રકારનો ભૂકંપ સાવધાન રહેવાનો ઇશારો આપે છે. દિવાલમાં તિરાડો પડી શકે છે અને કાચા મકાન ધરાશાહી પણ થાય છે. બારીઓ તૂટી શકે છે અને દીવાલ પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.

• 5 થી 5.9 રિક્ટર સ્કેલ – આ ભૂકંપ ઘણીવાર ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર જગ્યા પરથી હલવા માંડે છે અને વધુ નુકશાન પણ થઇ શકે છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાનો સંભાવના પણ રહે છે.

• 6 થી 6.9 રિક્ટર સ્કેલ – આ ભૂકંપ ઘણો ખતરનાક માનવામાં આવે છે. આ આંચકથી કાચી ઈમારતો પડી ભાંગે છે એ જાનમાલને પણ નુકશાન થઇ શકે છે. આ ભૂકંપમાં ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે અથવા એમાં તિરાડો પડી શકે છે.

image source

• 7 થી 7.9 રિક્ટર સ્કેલ – આ ભૂકંપ આવવાથી બિલ્ડીંગ ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી શકે છે તેમજ ભૂકંપથી વધુ તબાહી થઇ શકે છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015 દરમિયાન નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે ઘણી તબાહી મચાવી હતી.

• 8 થી 8.9 રિક્ટર સ્કેલ – આ ભૂકંપના કારણે ઘણું નુકશાન થઇ શકે છે. આવા ભૂકંપના જોરથી મજબુત ઇમારતો અને પુલ પણ પડી ભાંગે છે.

• 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલ – અંતિમ સ્કેલનો આ ભૂકંપ સંપૂર્ણ તબાહી સર્જી શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોય એને તો આખી ધરતી લહેરાતી જોવા મળી શકે છે. અથવા નજીકમાં સમુદ્ર હોય તો સુનામી પણ આવી શકે છે. ભૂકંપમાં આ સ્કેલ, દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ