જો તમે હતાશામાં છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, પછી જુઓ કેવી આવે છે જીંદગી જીવવાની મજા

જો તમે હતાશામાં છો,તો આ હેલ્પલાઇન નંબર પર કોલ કરો, નિરાશા અથવા હતાશાને બદલે ખુશાલ જીવન પસંદ કરો. જો તમે કોઈ ડિપ્રેશનમાં છો,અને તમારી તકલીફો કોઈને કેહવા નથી માંગતા અથવા તો કોઈને કહેવાથી શરમાવ છો,તો આ નંબર પર કોલ કરીને તમારી સમસ્યાનો ઉકેલ મેળવો…. જો તમે મૂંઝવણમાં છો અને તમારી તકલીફોથી ઘેરાયેલા છો,તો તેના નિવારણ માટે આ ટોલ ફ્રી નંબર પર કોલ કરો અમને ખાતરી છે કે તમારી તકલીફોનું નિવારણ ચોક્કસ આવશે…..

image source

ટીવી ઇન્ડસ્ટ્રીથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારથી દેશભરના લોકો ચોંકી ગયા છે.મુંબઇ પોલીસના જણાવ્યા અનુસાર સુશાંત સિંહ છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશનથી પીડિત હતો અને ઘણા મહિનાઓથી ડિપ્રેશનની સારવાર પણ લઈ રહ્યો હતો.કોરોના વાયરસના લીધે આ રોગચાળાના સમય દરમ્યાન,દુનિયાભરમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હતાશા અને નિરાશા વચ્ચે વ્યક્તિએ શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થવાનો પ્રયાસ કરવો જોઈએ.મનોવૈજ્ઞાનીક હંમેશાં ભલામણ કરે છે કે ડિપ્રેસન સામે લડતી વ્યક્તિઓને તેઓના પ્રિયજનોને ટેકો જરૂરી છે.તેમને તેઓના નજીકની વ્યક્તિઓના પ્રેમની જરૂર છે.દેશભરમાં ઘણી સંસ્થાઓ લોકોને હતાશામાંથી મુક્ત કરવા માટે મદદ કરે છે.

હાલના સમયમાં કોરોના રોગચાળાના કારણે ઘણા લોકો પોતાની નોકરી ગુમાવી બેઠા છે.ઘણા લોકોને નોકરી પરથી કાઢવામાં નથી આવ્યા,પરંતુ તેમનો પગાર અટકી ગયો છે અથવા પગાર કપાત કરવામાં આવ્યો છે.મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પોહચ્યાં છે.મજૂરોની હાલત તો તમે જોઇ ચુક્યા છો. મનોવૈજ્ઞાનિકોના મતે,આવી સ્થિતિમાં ઘણા લોકો હતાશાથી પીડિત હશે.આવી સ્થિતિમાં,જો કોઈ વ્યક્તિ નિરાશા અથવા હતાશાની લાગણી અનુભવે છે,તો અમે તેને મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ.આવા સંજોગોમાં, ઘણી સંસ્થાઓ મદદ કરવા માટે કામ કરે છે.

image source

દેશમાં લોકડાઉનની વચ્ચે કેન્દ્ર સરકારે પણ સ્વીકાર્યું છે કે લોકો હતાશાનો ભોગ બની શકે છે.આ હતાશાની સમસ્યાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે,જ્યાં કોલ કરીને સંપર્ક કરી શકાય છે.માનસિક હતાશા,અસ્વસ્થતા અથવા અન્ય કોઈ માનસિક મૂંઝવણને ટાળવા માટે,લોકો ટોલ ફ્રી નંબર પર મુક્તપણે કોલ કરી શકે છે અને તેમની મૂંઝવણને દૂર કરી શકે છે.

image source

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સિસ (NIMHANS) ના ડોકટરોએ ટોલ ફ્રી નંબર 08046110007 જાહેર કર્યો છે .આ નંબર પર હતાશાથી પીડિત વ્યક્તિ કોલ કરી શકે છે અને તેમની સમસ્યા કહી શકે છે,જ્યાં ડોક્ટર તેમને જરૂરી સલાહ આપશે અને ઉપાય જણાવશે.લોકડાઉનમાં કોઈ ડિપ્રેશન મોટી સમસ્યા ન બને તે માટે ડોક્ટરને તાલીમ પણ આપવામાં આવી રહી છે. ડોક્ટરોને ટેલિમેડિસિનની તાલીમ પણ આપવામાં આવી રહી છે.

હેલ્પલાઈન સંસ્થાઓની મદદ લો:

image source

માનસિક તાણથી લડતા લોકો હતાશાની એવી સ્થિતિમાં પોહચી જાય છે કે તેઓ વિપરીત પગલાં લેવાનું વિચારવાનું શરૂ કરે છે. કેટલાક લોકો તો આત્મહત્યા વિશે વિચારવાનું પણ શરૂ કરે છે.તેઓને લાગે છે કે જીવનમાં તેમના માટે કંઈ જ બાકી નથી અને હતાશા અને નિરાશા સિવાય એમના જીવનમાં કઈ જ નથી રહ્યું.ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ અને હોસ્પિટલો આવા લોકોને મદદ કરવા માટે સહાય પૂરી પાડે છે.આ હેલ્પલાઈન સુવિધાઓ દ્વારા લોકો તેમની વાતો અને સમસ્યાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી શકશે.ઘણી સંસ્થાઓ નક્કી કરેલા સમય માટે ફોન કોલ દ્વારા સેવા પ્રદાન કરે છે,જ્યારે ઘણી સંસ્થાઓ આ સુવિધા 24×7 એટલે કે 24 કલાક દરમ્યાન આ સુવિધા પૂરી પાડે છે.

image source

અહીં કેટલીક સંસ્થાઓના નામ અને નંબર આપ્યા છે,જે લોકોને હતાશાની સ્થિતિમાં મદદ કરે છે.

ક્યાં માટે સંસ્થા / કેન્દ્ર હેલ્પલાઈન નંબર

આખા દેશ માટે આસરા 022- 27546669

આખા દેશ માટે આઈકોલ 022-25521111

આખા દેશ માટે વંદ્રેવાલા ફાઉન્ડેશન 18602662345

આખા દેશ માટે કુઝ 8322252525

દિલ્હી સંજીવની સોસાયટી 011-40769002

ઇન્દોર સ્પંદન 9630899002

image source

અન્ય રાજ્યો અને દેશના મોટા શહેરોની ઘણી સંસ્થાઓ સહાય પૂરી પાડે છે. ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહેલા લોકો શહેરો અને રાજ્યો અનુસાર હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે.

ક્યાં માટે સંસ્થા / કેન્દ્ર હેલ્પલાઈન નંબર

કોલકાતા લાઇફલાઇન ફાઉન્ડેશન 033-24637401

જમ્મુ કાશ્મીર કાશ્મીર લાઇફલાઇન 18001807020

મુંબઈ બીએમસી માનસિક આરોગ્ય 022- 24131212

ચંદીગઢ આશા હેલ્પલાઈન 0172-2735446

ચેન્નાઈ સ્નેહા ઇન્ડિયા ફાઉન્ડેશન 044-24640050

જમશેદપુર જમશેદપુર જીવન આત્મહત્યા નિવારણ 0657-6555555

image source

હૈદરાબાદ રોશની 040-66202000

આંદ્રપ્રદેશ આઈ લાઈફ 78930-78930

કર્ણાટક આરોગ્ય સહાય 104

તામિલનાડુ સ્નેહા 044-24640050

Source-amarujala.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ