નજીકની આ તારીખમાં મંગળ દેવ વૃષભ રાશિમાં કરશે ગોચર, આ 6 રાશિના જાતકોને થશે નુકસાન, શું આમાં છે તમારી રાશિ?

તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ સોમવારના રોજ મંગળ ગ્રહ મેષ રાશિ માંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. વૃષભ રાશિમાં મંગળ ગ્રહ તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૧ સુધી રહેવાનો છે. મંગળ ગ્રહ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ છે. મંગળ ગ્રહ મકર રાશિમાં ઉચ્ચ, જયારે કર્ક રાશિમાં નીચ માનવામાં આવે છે. મંગળ ગ્રહનું આ ગોચર વૃષભ રાશિમાં મંગળ ગ્રહની તમામ રાશિઓ પર અસર જોવા મળી શકે છે. મંગળ ગ્રહના ગોચરની છ રાશિઓ પર નકારાત્મક અસર જોવા મળી શકે છે.

મેષ રાશિ:

મેષ રાશિ ધરાવતા જાતકોને પારિવારિક સંઘર્ષ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. મેષ રાશિ માંથી ધન ભાવમાં ગોચર કરતા મંગળ ગ્રહ આપના પારિવારિક સંઘર્ષ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. આપના પડોશીઓની સાથેના સંબંધો બગડે નહી તેનું ધ્યાન રાખવું. જો આપ આપની જીદ અને વાણી પર નિયંત્રણ રાખીને કામ કરશો તો આપને જરૂરથી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના વધી જશે. આપને નાણાકીય બચત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

વૃષભ રાશિ:

ઘણા બધા પડકારોનો સામનો કરવો પડશે. વૃષભ રાશિમાં મંગળ ગ્રહનું ગોચર કરતા હોવાથી મંગળની દ્રષ્ટિ આપના વ્યવસાય પર ઘણા ઉતાર- ચઢાવનો સામનો કરવો પડશે. આપે આપના આરોગ્ય અને આપના સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા પ્રત્યે આપે પ્રત્યેક ક્ષણે ધ્યાન રાખવાનું રહેશે. આપની મહત્વકાંક્ષાઓમાં વધારો થશે. આપે અધિકારીઓની સાથે કોઈપણ વાદ- વિવાદને વધવા દેવા નહી. આપ મહેનતી રહેશો, પરંતુ આપનો ક્રોધમાં પણ વૃદ્ધિ કરશે. એટલા માટે આપે સંયમ જાળવવાની વધારે જરૂરિયાત રહેશે. આપે ઝઘડો થઈ શકે તેવા વિવાદોથી દુર રહેવું જોઈએ અને કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યા હોય તો આપે તેને કોર્ટની બહાર જ સમાધાન લાવી દેવું હિતાવહ છે.

મિથુન રાશિ:

મિથુન રાશિ ધરાવતા જાતકોએ કોઈ નિર્ણય કરતા સમયે સાવચેત રહેવું. મિથુન રાશિમાં મંગળ ગ્રહનું ગોચર વ્યય ભાવમાં કરતા હોવાથી આપે વધારે પડતી દોડભાગ કરવાનું રહી શકે છે અને આપને ઘણા બધા અવરોધો અને મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. આપને મિત્રો કે પછી સંબંધીઓ તરફથી કોઈ અપ્રિય સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. વધારે ખર્ચ થવાના લીધે આપને નાણાકીય મુસીબતોથી બચવાનું રહેશે. આપે મંગળ ગ્રહના ગોચર દરમિયાન કોઈપણ વ્યક્તિને વધારે નાણા આપવા જોઈએ નહી નહિતર આપે આપેલ નાણા સમયસર મળવાની સંભાવના ઓછી થઈ જશે. આપે તમામ ક્રિયાઓ અને નિર્ણય લેવામાં ખુબ જ ધ્યાન રાખવાની જરૂર છે.

તુલા રાશિ:

તુલા રાશિ ધરાવતા જાતકોનાજીવ્નમાં ઘણા બધા ઉતાર- ચઢાવ જોવા મળશે. તુલા રાશિમાં મંગળ ગ્રહ આઠમા ભાવમાં ગોચર થવાથી તેની અસરના લીધે આપના જીવનમાં અનેક ઉતાર- ચઢાવ આવી શકે છે. આપના પાછલા જન્મોના ફળ પણ મંગળ ગ્રહના ગોચરની અસર પર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આપે આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આપે કાળજીપૂર્વક પ્રવાસ કરવો અને વિવાદોથી દુર રહેવું. કોર્ટ કેસોનો ઉકેલ પણ આપે કોર્ટની બહાર જ લાવી દેવો જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓએ પોતાની તૈયારી તરફ વધારે ધ્યાન આપવાનું રહેશે.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિ ધરાવતા જાતકોના લગ્ન જીવનમાં મુશ્કેલી આવી શકે છે. વૃશ્ચિક રાશિના સત્માંભાવમાં સંક્રમણ થવાથી આપના વૈવાહિક જવનમાં થોડીક કડવાશ આવી શકે છે. સાસરી સંબંધો બગડે નહી તેનું ધ્યાન રાખવું. આપના લગ્ન સંબધિત વાતચીતમાં કેટલોક વિલંબ થઈ શકે છે. વેપારી વર્ગના જાતકો માટે આ સમય ઘણી બધી રીતે સારો રહી શકે છે. તેમ છતાં પણ આપે ભાગીદારીમાં ધંધો કરવાનું ટાળતા રહેવું. આ સમય દરમિયાન આપે કોઈને વધારે નાણા આપવા જોઈએ નહી, નહિતર આપને નુકસાન થવાની શક્યતા વધી જાય છે.

કુંભ રાશિ:

કુંભ રાશિ ધરાવતા જાતકોને કોઈ અપ્રિય સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. કુંભ રાશિના ચોથા ભાવમાં પરિવર્તન આવી જવાથી આપના પારિવારિક સંઘર્ષ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. આપને મિત્રો અને સંબંધીઓ તરફથી કોઈ ખરાબ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. સ્થાવર મિલકતને સંબંધિત મામલાઓમાં આપ ફસાઈ શકો છો, એટલા માટે આપે આપની જીદ અને વાણી પર નિયંત્રણ રાખીને કામ કરશો તો આપને સંપૂર્ણ રીતે સફળ થશો. આપને વાહનની ખરીદી કરવાનો યોગ બની રહ્યા છે. આપે કાર્યક્ષેત્રમાં પણ ષડ્યંત્રના શિકાર થવાથી બચવું જોઈએ. આપે કાળજીપૂર્વક પ્રવાસ કરવો કેમ કે, વાહન ચોરી થવાની શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ