શું તમને પણ જમ્યા પછી આ કામ કરવાની આદત છે? તો હવેથી કરી દેજો બંધ, નહિં તો માં અન્નપૂર્ણા થઇ જશે નારાજ

જીવન જીવવા માટે અન્ન ખૂબ જ આવશ્યક હોય છે. એટલે ભૂલથી પણ એવું કંઈ જ કામ ન કરવું જોઈએ કે જેનાથી અન્નનું અપમાન થાય. જે લોકો અન્નનું અપમાન કરે છે એમના ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. માતા અન્નપૂર્ણા એવા લોકોથી નારાજ થઈ જાય છે જેના કારણે ઘરના ભંડાર ખાલી થઈ જાય છે એટલે ભોજન કરતી વખતે કે પીરસતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ. જાણતા અજાણતા આપણે અમુક એવા કામ કરીએ છીએ જેનાથી અન્નનું અપમાન થાય છે. આપના વડવાઓએ પણ આ કામ કરવાની ના પાડે છે. તો ચાલો જાણી લઈએ આ વિશે વિગતે.

થાળીમાં ભૂલથી પણ ન ધોવો હાથ.

image source

અમુક લોકોની આદત હોય છે કે જમી લીધા પછી થાળીમાં જ હાથ ધોઈ લે છે. આ આદત જરાય સારી નથી. ભૂલથી પણ ક્યારેય જમી લીધા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ. જમી લીધા પછી થાળીમાં અમુક અન્ના કણ રહી જાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ થાળીમાં એઠા હાથ ધોવે છે તો અન્નનો નિરાદર થાય છે. એનાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. જે લોકો એવું કરે છે એમના ઘરમાં અન્ન અને ધનની કમી થવા લાગે છે.

થાળીમાં કઈ જ એઠું ન મુકો.

image soucre

જ્યારે લોકો જમવા બેસે છે ત્યારે વધુ પીરસી લે છે જેના કારણે જમી લીધા પછી પણ અમુક ભોજન થાળીમાં એઠું રહી જાય છે. થાળીમાં જમવાનું એઠું મૂકવું એ અશુભ તો માનવામાં આવે જ છે પણ સાથે સાથે એનાથી અન્નની બરબાદી પણ થાય છે.લગ્ન પ્રસંગ વગેરેમાં ઘણીવાર એ જોવામાં આવ્યું છે કે લોકો જમી લીધા પછી ઘણું બધું જમવાનું થાળીમાં એઠું મૂકે છે. અન્નનો આ રીતનો બગાડ વ્યક્તિને દરિદ્રતા તરફ લઈ જાય છે

જમવાનું પીરસતી વખતે રાખો આ વાતોનું ધ્યાન.

image source

ભારતીય સંસ્કૃતિમાં પહેલાના સમયમાં ભોજનની થાળી મુકવા માટે એક લાકડાનો પાટલો રાખવામાં આવતો હતો. આજે સમયની સાથે ભોજન કરવાની રીત બદલાઈ ગઈ છે. ભોજન પીરસતી વખતે થાળી હંમેશા ચટાઈ, પાટ કે બાજઠ પર સમ્માનપૂર્વક મુકવી જોઈએ.

ભોજનની થાળીને હંમેશા સમ્માન સાથે બંને હાથે જ પકડવી જોઈએ.

ભોજન કરતી વખતે સૌથી પહેલા પોતાના ઇષ્ટ દેવ, માતા અન્નપૂર્ણા અને બ્રહ્મ દેવને પ્રણામ કરવું જોઈએ.

image soucre

ભોજન સમયે વધુ વાતચીત, ક્રોધ, અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ