14,700 કરોડનો મહેલ આખો સોનાથી જડિત, 7000 લક્ઝરી કાર, પ્રાઈવેટ જેટ…. આ રાજા જીવે છે કંઈક આવી લાઈફ

ઘણા રાજા અને પ્રજા બન્ને વિસમ પરિસ્તિથિમાં જીવન જીવતા હોય છે. પ્રજા પાસે ખાવાના પણ ફાંફાં હોય તો રાજા વૈભવી જીવન જીવતો હોય છે. ત્યારે આજે જે રાજા વિશે વાત કરવી છે એની પ્રજા વિશે તો કંઈ વધારે માહિતી નથી મળી. પણ રાજાની જિંદગી અફલાતૂન છે. બ્રુનેઇ એટલે એક એવો દેશ કે જ્યા રાજાનું શાસન આજે પણ ચાલે છે. આ દેશમાં સુલતાન રાજ ચાલે છે.

image source

જો કે ચોંકાવનારી વાત એ છે કે આ દેશના સુલતાનનું નામ હસનલ બોલકિયા છે જે તેમને સાંભળીને નવાઈ લાગશે પણ ત્યાં એવા જ નામો અસ્તિત્વમાં છે. બ્રુનેઇ નામના આ દેશ વિશે જો વાત કરીએ તો ઇન્ડોનેશિયાની નજીક આ દેશ આવેલો છે. બ્રુનેઇના સુલતાન હસનલ બોલકિયા પૈસની દ્રષ્ટિએ ખૂબ જ અમીર છે. તેની ગણતરી દુનિયાના સૌથી અમીર સુલતાનોમાં પણ થાય છે એવું કહેવામાં આવે છે.

image source

જો વિગતે વાત કરીએ તો વર્ષ 1980 સુધી તે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ હતો. તેમની કુલ સંપત્તિ રૂપિયા 14,700 કરોડથી પણ વધુ છે. તેના સોર્સ વિશે જો વાત કરવામાં આવે તો આટલા બધા પૈસા તેના તેલ ભંડાર અને કુદરતી ગેસના નિર્માણથી આવે છે.

image source

જો કે તેના મહેલ વિશે પણ દેશ દનિયામાં ચર્ચા થતી રહે છે. કારણ કે સુલતાન હસનલ બોલકિયાનો મહેલ પણ ખૂબ જ લક્ઝુરિયસ છે. એવું કહેવામાં આવે છે કે આ મહેલમાં સોનાની ઘણી ચીજો છે. તેમણે આ મહેલ 984 માં બનાવ્યો હતો.

image source

આ મહેલનું નામ પણ એવું અટપટ્ટુ છે કે પહેલી વખતમાં તો યાદ રાખવું પણ મુશ્કેલ થઈ જાય. આ મહેલનું નામ ‘ઇસ્તાના નુરુલ ઇમાન પેલેસ’ રાખવામાં આવ્યૂં છે. આ મહેલ 20 લાખ ચોરસફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. આ મહેલનો સુવર્ણ ગુંબજ સૌથી વધુ આકર્ષિત છે. તે 22 કેરેટ સોનાથી બનેલું છે. હસનલ બોલકિયાને પોતાનો મહેલ ‘ઇસ્તાના નુરુલ ઇમાન પેલેસ’ બનાવવા માટે લગભગ 2550 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો. આ મહેલની અંદર, તમને 1700 રૂમ, 257 બાથરૂમ અને પાંચ સ્વિમિંગ પુલની તો સુવિધા મળશે. મહેલની અંદર 110 તો ગેરેજ છે. તેમાં સુલતાન તેની 7000 લક્ઝરી કાર કાર રાખે છે.

image source

આ સાથે જ જો સુવિધા વિશે વાત કરવામાં આવે તો મહેલમાં એક મોટો તબેલો પણ છે, જેમાં 200 જેટલા ઘોડાઓ રહે છે. સુલતાન હસનલ બોલકિયાને લક્ઝરી કારનો ખૂબ શોખ છે. કહેવામાં આવે છે કે તેમની પાસે રહેલી 7000 લક્ઝરી કારની કિંમત લગભગ 341 અબજ રૂપિયા છે. જો કાર કલેક્શન વિશે વિગતે વાત કરીએ તો સુલતાને તેના કાર કલેક્શનમાં 600 રોલ્સ રોયસ અને 300 ફરારી કાર પણ રાખી છે.

image source

આટલું સાંભળીને તમે ચોંકી ન જાઓ, કારણ કે લક્ઝરી ગાડી ઉપરાંત સુલતાન પાસે ઘણા પ્રાઈવેટ જેટ પણ છે. તેમાં બોઇંગ 747-400, બોઇંગ 767-200 અને એરબસ એ 340-200 જેટનો સમાવેશ થાય છે. તે આમાં બેસીને મુસાફરી કરે છે. એવું કહેવામાં આવે છે કે 747-400 જેટ તો શુદ્ધ સોનાથી જડવામાં આવ્યું છે. એકંદરે સુલતાનની લાઈફ રાજા જેવી જ છે. ત્યારે હવે આ સુલતાન વિશે ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકો તો સપના જોવા લાગ્યા કે શું મજ્જાની લાઈફ છે. જો આપણે આમાંથી 2 ટકા મળી જાય તો પણ ભવોભવ તરી જવાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ