મંદિરમાં પૂજા કરીને ના ભૂલશો બહાર ઓટલા પર બેસવાનુ, જાણો કેમ

જાણોઃ શાસ્ત્રો મુજબ શા માટે ઓટલે બેસવું જોઈએ

હીન્દુ શાસ્ત્રોમાં ઘણા બધા નિયમો અને વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને કેટલાક લોકો શ્રદ્ધાથી અપનાવે છે. તે પછી શિવજીને અભિષેક કરવાનો હોય, મંદીરે દેવી-દેવતાઓને ફુલ ચડાવવાનો હોય, મંદીરની પરિક્રમાનો હોય કે પછી પુજા કરતી વખતે આસન પર બીરાજવાનો હોય કે પછી કોઈ પણ હોય. આમ હીન્દુ શાસ્ત્રોમાં જે કંઈ પણ નિતિ-નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે છેવટે તો મનુષ્યની સુખાકારી માટે જ હોય છે.

image source

તેવી જ રીતે એક નિયમ મંદીરમાં દેવી-દેવતાના દર્શન કરીને ઓટલે બેસવાનો પણ છે. જેને જરૂરથી માનવો જોઈએ અને નિયમ તરીકે અપનાવવો જોઈએ. અને ત્યાર બાદ એક કામ ચોક્કસ કરવું જોઈએ અને તમારી આવનારી પેઢીને પણ તેનો વારસો આપવો જોઈએ.

તેવી જ રીતે આપણે જ્યારે ક્યારેય મંદીરે દર્શન કરવા જઈએ ત્યારે આપણા વડીલો કે આપણા માતા-પિતા મંદીરના ઓટલે થોડી વાર બેસે છે અને આપણને પણ બેસાડે છે. અને આપણી નવી પેઢીને પણ ઘણીવાર તે જોઈને કુતુહલ થતું હોય છે કે દર્શન તો કરી લીધા હવે બેસવાની ક્યાં જરૂર છે પણ તેની પાછળ પણ એક કારણ છે.

image source

કારણ કે મંદીરના ઓટલે બેસીને આપણે માત્રક બેસી જ નથી રહેવાનું હોતું પણ તે સમયે આપણે એક શ્લોક ઉચ્ચારવાનો હોય છે, જે વચ્ચેની પેઢી દ્વારા વિસરાઈ ગયો છે. પણ અમે તમને તે શ્લોક જણાવીશું અને તમારે તે શ્લોક તમારી આવનારી પેઢીને વારસારૂપે આપવો જોઈએ.

તે શ્લોક છે –

“અનાયાસેન મરણમ્…

વિના દૈન્યેન જીવનમ્

દેહાન્તે તવ સાન્નિધ્યમ્…

દેહી મે પરમેશ્વરમ્ !”

image source

મંદીરમાં આ રીતે કરો દર્શન

મોટા ભાગના લોકોની એવી આદત હોય છે કે તેઓ મંદીરે જાય છે તો ભગવાનના દર્શન કરવા પણ ત્યાં તો તેઓ આંખો બંધ રાખીને ઉભા રહી જાય છે ! અને દર્શન તો કરતા જ નથી. વાસ્તવમાં મંદીરમાં બીરાજમાન દેવી-દેવતાની મુર્તિને તમારે આંખો ખોલીને મન ભરીને તમારા મનમાં કેદ કરી લેવાની છે જેથી કરીને તમે તે છવીને વારંવાર તમારા માનસપટ પર લાવીને દર્શન કરી શકો.

image source

હવે મન ભરીને દર્શન કરી લીધા બાદ, તમારે મંદીરના ઓટલે બેસવું અને દર્શન કરીને મનમાં જે ભગવાનની છવી ઉતારી હોય તેનું આંખો બંધ કરીને ધ્યાન કરવું. જો આંખો બંધ કરો અને મનમાં ઉતારેલી ભગવાનની છવી ન દેખાય તો ભગવાનના દર્શન ફરી કરો અને ફરી મનમાં ભગવાનની છવી ઉતારો.

હવે જ્યારે ઓટલે બેસીને આંખો બંધ કરતાં ભગવાનની છવી માનસપટ પર તરી આવે ત્યારે ઉપર જણાવેલા શ્લોકનું ઉચ્ચારણ કરો. જે અહીં ફરી જણાવીએ છે.

“અનાયાસેન મરણમ્…

વિના દૈન્યેન જીવનમ્

દેહાન્તે તવ સાન્નિધ્યમ્…

દેહી મે પરમેશ્વરમ્ !”

શ્લોકનો અર્થઃ

“અનાયાસેન મરણમ્…

અર્થાત્, હે ભગવાન મને તકલીફ વગરનું મૃત્યુ આપજો !

વિના દૈન્યેન જીવનમ્

અર્થાત્, હે ભગવાન, મને સ્વનિર્ભર જીવન આપજો ! હું કોઈના પર નિર્ભર ન રહું !

હું શારીરિક કે આર્થિક રીતે કોઈના પર નિર્ભર ન રહું, મારે ઉઠવા બેસવામાં કોઈની મદદ ન લેવી પડે કે મારે કોઈની સમક્ષ ક્યારેય હાથ લાંબો ના કરવો પડે, હે ભગવાન મને તેવું જીવન આપજો !

દેહાન્તે તવ સાન્નિધ્યમ્…

અર્થાત્, હે ભગવાન મૃત્યુની પથારીએ કે મૃત્યુની ક્ષણે હું તમારા સાનિધ્યમાં રહું, મરતાં મરતાં પણ તમારા દર્શન થઈ જાય !

image source

દેહી મે પરમેશ્વરમ્ !”

અર્થાત્, હે ભગવાન મારી આ તમને નમ્ર પ્રાર્થના છે ! આ મારી કોઈ માંગ નથી કે કોઈ યાચના નથી ! ભક્તની તેના ભગવાનને પ્રાર્થના છે !

અહીં ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમારી પાસે મેં બંગલા, ગાડી, સંતાન, કુટુંબ, ધન-સંપત્તિ નથી માગ્યું બસ મારી તમને આટલી જ પ્રાર્થના છે, તેનો સ્વિકાર કરો !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ