જીવનના દરેક કષ્ટથી થઈ જશો મુક્ત જો અમાસના દિવસે પીપળા નીચે કરશો આ ઉપાય

જીવનના દરેક કષ્ટથી થઈ જશો મુક્ત જો અમાસના દિવસે પીપળા નીચે કરશો આ ઉપાય

24 જાન્યુઆરી અને શુક્રવારએ માઘ માસની અમાસની તિથિ છે. આ દિવસે પીપળાના ઝાડ સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને તેના જીવનના દરેક પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે. ધર્મ શાસ્ત્રમાં પીપળાના વૃક્ષની પૂજા કરવાને પણ શુભ ફળદાયી ગણવામાં આવી છે. પીપળાના વૃક્ષમાં દેવી દેવતાઓનો અને ખાસ કરીને ભગવાન શ્રીહરી એટલે કે ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. નિયમિત રીતે જે વ્યક્તિ પીપળાની પૂજા કરે છે તેના પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા હંમેશા રહે છે. તેમાં પણ વાત હોય અમાસની તિથિની તો આ દિવસે ખાસ વિધિથી પીપળાની પૂજા કરવાથી અનેકગણુ ફળ પ્રાપ્ત થાય છે.

image source

અમાસના દિવસે પીપળાના વૃક્ષની વિશેષ પૂજા કરવાનું વિધાન હોવાથી આ દિવસે પૂજા કરનારને દરેક સંકટમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિને પીપળાની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ, યશ, કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે. સાથએ જ તેની પૂજા કરવાથી પૂર્વજો એટલે કે પિતૃ પ્રસન્ન અને તૃપ્ત થાય છે. પિતૃઓના આશીર્વાદથી વ્યક્તિના મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.

અમાસનો ઉપાય

image source

અમાસની તિથિ પર સૂર્યોદય થાય તે પહેલા પથારીનો ત્યાગ કરવો અને સ્નાનાદિ કર્મ કરી પીપળાને પાણી ચઢાવી અને સરસવના તેલનો દીવો કરવો. આ જ રીતે સંધ્યા સમયે પણ સરસવના તેલનો દીવો પીપળા નીચે પ્રજ્વલિત કરવો. પીપળાની પૂજા સવારના સમયે કરવી અને આ પૂજામાં સુગંધિ ધૂપ, કંકુ, હળદર, ચોખા, ફૂલ વગેરે સામગ્રી ચઢાવવી. પીપળાને જે જળ અર્પણ કરો તેમાં સાકર ઉમેરી તેને મીઠુ કરી દેવું. ત્યાર પછી પીપળાને થોડો ગોળ અથવા સાકરનો ભોગ પણ ધરાવવો. પૂજા કર્યા બાદ પીપળાની 11 પરીક્રમા કરવી અને પિતૃઓના આશીર્વાદ લેવા. પીપળા સમક્ષ પોતાની મનની ઈચ્છા વ્યક્ત કરવી અને સુખ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી.

image source

આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં તમને તેનાથી થતા લાભનો અનુભવ થવા લાગશે. આ ઉપરાંત દર માસની અમાસ પર જો તમે પીપળાની પૂજા કરો તો તેનાથી કયા લાભ થાય છે તે પણ જણાવીએ તમને.

– અમાસના દિવસે પીપળાની પૂજા કરવાથી સુખ,સમૃદ્ધિ મળે છે.

image source

– પીપળાની પૂજા રોજ કરવામાં આવે તો અપાર ધન અને વૈભવ પ્રાપ્ત થાય છે.

– અમાસના દિવસે પીપળાના ઝાડ નીચે બેસી પૂજા કરી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી સંકટમાંથી મુક્તિ મળે છે.

– અમાસની તિથિ પર પીપળાના વૃક્ષની પૂજા કરતી વખતે તેને મીઠુ જળ એટલે કે ગોળ અથવા સાકર ઉમેરેલું જળ ચઢાવવામાં આવે અને પછી સરસવના તેલનો દીવો કરી અને પીપળાની સાત પ્રદક્ષિણા ફરવામાં આવે તો મનની કોઈ પણ ઈચ્છા પૂર્ણ થાય છે.

image source

– અમાસની તિથિ પર પીપળાના વૃક્ષ નીચે દીવો કરી પાંચ મેવા એટલે કે પાંચ અલગ અલગ પ્રકારની મીઠાઈનો ભોગ ધરાવવો. આ ઉપાય કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ